ભારતનું બંધારણ પુખ્ય વયની કોઈપણ વ્યક્તિને તેની મરજી પ્રમાણે લગ્ન કરવાની છૂટ આપે છે. ખુદ સરકાર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપે છે. પરંતુ બ્રાહ્મણો કાયદો, સરકાર અને બંધારણથી પણ ઉપર જઈને મનફાવે તેવા ફરમાનો જાહેર કરતા રહે છે. મનુસ્મૃતિની તર્જ પર આવા જાતિવાદી તત્વો આજે પણ પોતાની મનમાની ચલાવી જ્ઞાતિ-જાતિના વાડા અકબંધ રહે અને તેમના સમાજના નામે તેમની દુકાન ચાલતી રહે તેમ ઈચ્છે છે.
જાતિવાદી તત્વોની આવી જ મેલી મુરાદનો ભોગ બ્રાહ્મણ સમાજમાંથી આવતી જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવે(Kinjal Dave) અને તેનો પરિવાર બન્યો છે. કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનો નિર્ણય કરતા તેના સમાજના કેટલાક કથિત આગેવાનોએ મળીને કિંજલ દવે અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર(social boycott) કરીને નાતબહાર મૂકી દીધા છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ’વાળા નિવેદન મુદ્દે IAS સંતોષ વર્માને પદ પરથી હટાવાયા!
કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરાયો
કિંજલ દવેએ ફિલ્મ નિર્માતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય લગ્નનો નિર્ણય જાહેર કરી સગાઈ કરી હતી. જેનાથી રોષે ભરાયેલા ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક યોજીને કિંજલ દવે અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
કિંજલના પરિવારને આજીવન નાતબહાર કરાયો
કિંજલ દવેએ જેની સાથે સગાઈ કરી છે તે ધ્રુવિન શાહ બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય લગ્ન હોવાની ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે ગઈકાલે આ સમાજની બેઠક મળી હતી. જેમાં ગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી વ્યક્ત કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા
બ્રહ્મ સમાજને કાયદો હાથમાં લેવાનો અધિકાર કોણે આપ્યો?
એટલું જ નહીં, સમાજના લગ્નો કે અન્ય પ્રસંગોમાં ન આવકારવા તેમજ જેઓ આવકારે તેની સામે પણ પગલા લેવાનો નિર્ણય કર્યો છે. સવાલ એ છે કે, દેશનું બંધારણ જે હક આ દેશના લોકોને આપે છે, તેની વિરુદ્ધ જઈને સામાજિક બહિષ્કાર કરવાનો આ હક બ્રાહ્મણોને કોણે આપ્યો? કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનાર તમામ લોકો સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી ફરીથી કોઈ આ રીતે બંધારણીય અધિકારો સામે તરાપ મારવાની હિંમત ન કરે.
મહાનાયક ડો.આંબેડકરે પણ આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ કરી હતી, જેથી સમાજ જાતિવાદના બંધનોમાંથી મુક્ત થઈ શકે. ત્યારે આ પ્રકારે ખૂલ્લેઆમ સામાજિક બહિષ્કાર કરનારા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તે ઈચ્છનીય છે.
આ પણ વાંચો: દલિત કન્યાની જાનનું સમસ્ત ગામે ફૂલ પાથરી સ્વાગત કર્યું











કિંજલબેન તમારે સૌ પ્રથમ આભાર ડૉ.બાબા સાહેબ આંબેડકર માનવો જોઈએ કે જેમના બંધારણ થકી તમે તમારા જીવનની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છો.
જય ભીમ