Dalit News: જાતિવાદી તત્વો દલિતોને માર મારવા માટે કોઈને કોઈ બહાનું શોધી લેતા હોય છે. આવું જ કંઈક આ મામલામાં પણ બન્યું હતું. એક ગામમાં, એક દલિત યુવકનો મિત્ર એક મહિલા સાથે ભાગી ગયા હતો. જેથી ગામલોકો દ્વારા દલિત યુવકને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેની દાઢી અને મૂછ મુંડીને તેને અર્ધનગ્ન અવસ્થામાં ગામમાં ફરકાવવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની શોધ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના પરિવારને શંકા હતી કે દલિત યુવકે તેના મિત્રને મહિલા સાથે ભાગવામાં મદદ કરી હતી, તેથી તેમણે આ કૃત્ય કર્યું હતું.
પંજાબના લુધિયાણાના સીદા ગામની ઘટના
ઘટના પંજાબના લુધિયાણાની છે. અહીંના સીદા ગામમાં એક યુવક મહિલા સાથે ભાગી ગયો હતો. ગામલોકોએ તપાસ કરતા યુવક ન મળ્યો, તેથી તેના દલિત મિત્રને પકડીને માર માર્યો હતો અને તેના દાઢીમૂછ મુંડી અર્ધનગ્ન કરીને સમગ્ર ગામમાં ફેરવ્યો હતો.
આ પણ વાંચો: સવર્ણ પાયલટે કહ્યું, ‘પ્લેન ઉડાવવું તારું કામ નહીં, તું જઈને જૂતા સીવ’
પોલીસે શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના પરિવારે હરજોત સિંહ નામના દલિત યુવકને નિશાન બનાવ્યો હતો. કારણ કે મહિલાના પરિવારને શંકા હતી કે તેણે બંનેને ભાગવામાં મદદ કરી છે. કહેવાય છે કે હરજોતના મિત્ર અને મહિલાના લગ્ન 19 જૂને થયા હતા, ત્યારબાદ ગામમાં તણાવ ફેલાયો છે. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે હરજોત એક સલૂનમાં હતો ત્યારે કેટલાક માણસો ત્યાં ઘૂસી ગયા હતા અને તેને બહાર ખેંચીને લઈ ગયા અને તેના પર હુમલો કર્યો.
દલિત યુવકનું મોં કાળું કરી અર્ધનગ્ન કરી ફેરવ્યો
પોલીસે જણાવ્યું હતું કે તેમણે બળજબરીથી હરજોતની દાઢી અને મૂછો મુંડાવી, તેનું મોં કાળું કર્યું, તેના કપડાં ફાડી નાખ્યા અને જાતિવાદી અપશબ્દો ગાળો ભાંડી તેને અર્ધ નગ્ન હાલતમાં રસ્તાઓ પર ફેરવ્યો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
પાંચ લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ
હુમલાખોરોની ઓળખ ગુરપ્રીત ઉર્ફે ગોપા, સિમરનજીત સિંહ ઉર્ફે સિમ્મા, સંદીપ ઉર્ફે સેમ, રાજવીર અને રમણદીપ ઉર્ફે કાકા તરીકે થઈ છે. તમામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 115(2), 127(2) અને 351 તેમજ IT એક્ટ અને SC/ST એક્ટની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી.
માનવ ગૌરવનું હનન કરતી ઘટના
મેહરબાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરમદીપ સિંહે જણાવ્યું હતું કે, સિમરનજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અન્ય તમામ આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આ ફક્ત શારીરિક હુમલાનો કેસ નથી. આ માનવીય ગૌરવ પર ક્રૂર હુમલો છે. અમે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: દિલ્હી દરવાજા પાસે કારે ટક્કર મારતા સફાઈકર્મી મહિલાનું મોત
Hindu jatankvadi log hai or uska DNA ,, atanvadiyo ka hai