ધોળકાની દલિત સગીરા પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ

ધોળકાની દલિત સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ પીડિતાને ₹૩ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જાણો શું હતો મામલો.
raped Dalit girl from Dholka

ધોળકાની દલિત સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. ધોળકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે POCSO કેસ નંબર 16/2023માં પોતાનો સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા આરોપી મહમ્મદશાકિલ ઉર્ફે કાલૂ શબ્બીરભાઈ ખલીફાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

મામલો શું હતો?

આ સમગ્ર કેસની શરૂઆત 10 જુલાઈ 2023ના રોજ થઈ હતી. તે દિવસે આરોપી મહમ્મદશાકિલે તમામ મર્યાદાઓ ઓળંગીને એક સગીરાના ઘરમાં રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આરોપીએ સગીરા એકલી હોવાનો લાભ ઉઠાવી તેનું મોઢું દબાવી દીધું હતું અને જો તે બૂમાબૂમ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતા અનુસૂચિત જાતિની હોવાના કારણે આ કેસમાં પોક્સો એક્ટની સાથે એટ્રોસિટી એક્ટની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. આ કેસમાં નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિએ અત્યંત નિષ્ઠા અને ચોકસાઈથી કામગીરી કરી હતી. તપાસનીશ અધિકારીએ માત્ર મૌખિક જુબાનીઓ પર આધાર રાખવાને બદલે વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓનું મજબૂત માળખું તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો: બે આદિવાસી મહિલાઓનું મોં કાળું કરી જૂતા પહેરાવી શેરીમાં ફેરવી

પોલીસે 181 અભયમ હેલ્પલાઈનનો રિપોર્ટ, ઘટના બાદ તાત્કાલિક કરવામાં આવેલી જાણકારી અને તે સમયની પીડિતાની સ્થિતિનું વર્ણન, વૈજ્ઞાનિક પુરાવા (FSL) ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓ જે આરોપીની ઘટનાસ્થળે હાજરી અને ગુનાની પુષ્ટિ કરતા હતા, સગીરા પર થયેલા શારીરિક અત્યાચારને સાબિત કરતા મેડિકલ રિપોર્ટ્સ, પીડિતા સગીર હોવાનું સાબિત કરવા માટે શાળાના એલ.સી. અને જન્મના પ્રમાણપત્રનું કાયદેસરના દસ્તાવેજો સહિતના મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા. આ પુરાવાઓ એટલા પ્રબળ હતા કે આરોપીને સમગ્ર ટ્રાયલ દરમિયાન એક પણ વખત જામીન મળી શક્યા નહોતા.

સરકારી વકીલની ધારદાર દલીલો

કોર્ટમાં સરકાર પક્ષે સરકારી વકીલ જે.સી. પટેલે પક્ષ રાખ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આવા નરાધમોને કારણે સમાજમાં દીકરીઓ અસુરક્ષિત અનુભવે છે. જો આરોપી તરફ નમ્રતા બતાવવામાં આવે તો તેની સમાજ પર નકારાત્મક અસર પડે છે. તેમણે પીડિતાના માનસિક આઘાત અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્તમ સજાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: દેશમાં દરરોજ 12 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે!

કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી મજબૂત ચાર્જશીટને ધ્યાને રાખીને નામદાર કોર્ટે આરોપીને IPC કલમ 376-3 અને પોક્સો એક્ટની કલમ 4 હેઠળ દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં ખાસ નોંધ્યું કે પોલીસ તપાસમાં કોઈ ક્ષતિ રહી નથી, જે બદલ તપાસનીશ ટીમ અભિનંદનને પાત્ર છે.

કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજાની સાથે આર્થિક દંડ પણ ફટકાર્યો છે. વળી, પીડિતાને થયેલા શારીરિક અને માનસિક આઘાતના વળતર રૂપે સરકાર તરફથી રૂપિયા ૩,૦૦,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: ટોળાએ પતિની હત્યા કરતા પત્નીએ આપઘાત કર્યો, બે બાળકો પણ ગંભીર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x