કચ્છ જિલ્લામાં ભાજપના નેતાઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ભાજપના એક નેતાને એક મહિલા સાથે તેના પતિએ કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. મહિલાના પતિએ ભાજપ નેતાનો વીડિયો બનાવીને તેમને ખૂલ્લા પાડવાની ધમકી આપી હતી. જેમાં પોતાની રાજકીય કરિયર ખતમ થઈ જવાના ડરને કારણે ભાજપ નેતાએ 80 લાખમાં સમાધાન કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં કચ્છ ભાજપના વધુ એક મોટા નેતાના લગ્નેત્તર સંબંધો સામે આવ્યા છે.
ભાજપ નેતાના ત્રાસથી પત્નીએ ફિનાઈલ પીધી હતી
મળતી માહિતી મુજબ માંડવી શહેર ભાજપના મહામંત્રી વિરુદ્ધ તેમની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિને બબ્બે વખત અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપ્યા હતા. છેલ્લે તેમના પુત્રની ડાન્સ ટીચર સાથે તેમની મિત્રતા હતી અને તેમના બંનેના ફોટા તેઓ મોબાઈલમાં જોઈ ગયા હતા.
આ પણ વાંચો: કચ્છ ભાજપના એક નેતાને ‘મીઠી ખારેક’ 90 લાખમાં પડી!
આ ઉપરાંત ભાજપ નેતાની દારૂ પીવાની લતને કારણે બંને વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હતી. એક વખત તો તેમણે કંટાળીને ફિનાઈલ પી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. છેવટે તેમણે પતિ સહીત ચાર વ્યક્તિ સામે તેમણે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મીડિયા રિપોર્ટમાં આરોપી ભાજપ નેતા હોવાની વાત છુપાવાઈ
‘સંદેશ’ દૈનિકની કચ્છ આવૃત્તિમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ માંડવીના રૂપલબેન ગઢવીએ માંડવી પોલીસ સ્ટેશનમાં તેમના પતિ કમલેશ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે પતિ કમલેશ ઉપર બબ્બે લગ્નેત્તર સંબંધ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમના પતિ કમલેશ ગઢવીની દારૂ પીવાની આદતને લઈને પણ બંને વચ્ચે ઝગડો થતો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી કરવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, ‘સંદેશ’ અને ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટમાં આરોપી ભાજપના નેતા હોવાની વાતનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે કચ્છના સૌથી મોટા લોકલ દૈનિક ‘કચ્છ મિત્રે’ તો આટલી મોટી ઘટના છાપી જ નહોતી. તેના પરથી જ ખ્યાલ આવે છે કે, ભાજપના નેતાઓની કરતૂતોને મીડિયા કઈ હદે છાવરે છે.
આ પણ વાંચો: ‘અમારો અવાજ કોઈ સાંભળતું નથી’, જૂનાગઢના આદિવાસીઓની રાષ્ટ્રપતિને ફરિયાદ
ભાજપ કાર્યાલય પાસે લાકડીથી મારવાનો પ્રયાસ કર્યો હતો
કચ્છ માંડવી શહેર ભાજપના મહામંત્રી કમલેશ ગઢવીએ તેમની પત્નીને ભાજપના કાર્યાલય પાસે જ લાકડીથી મારવાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ આ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ભાજપનો આ નેતા પત્નીને જાહેરમાં લાકડીથી મારવા જતા આસપાસના લોકોએ વચ્ચે પડીને અટકાવ્યો હતો.
‘કચ્છ મિત્ર’ ન્યૂઝ પેપરે ભાજપ મહામંત્રીને છાવર્યા
કચ્છના લોકોની નાડ પારખતા હોવાનો દાવો કરતા ‘કચ્છમિત્ર’ દૈનિકે ભાજપ નેતાની આ કરતૂતને લઈને રિપોર્ટ પ્રકાશિત કર્યો નહોતો. ‘કચ્છ મિત્ર’ જન્મભૂમિ મીડિયા ગ્રુપનું અખબાર છે. છાશવારે કચ્છ અને અહીંના લોકોની નાડ પારખી જિલ્લાના સંત્રી તરીકેની ભૂમિકા ભજવતા હોવાની ડંફાસ મારતા આ ન્યૂઝપેપરે આટલા મોટા સમાચાર છાપ્યા નહોતા. ધ્યાન ખેંચે તેવી વાત એ પણ છે કે, જે અન્ય અખબારોએ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, તેમણે આરોપી માંડવી શહેર ભાજપ સંગઠનના મહામંત્રી છે, તેવો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તેના પરથી જ ખ્યાલ આવે છે કે, મીડિયા ભાજપના નેતાઓની કરતૂતોને કઈ હદે છાવરે છે.
આ પણ વાંચો: પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી THAR થી, ભાજપ નેતાએ ખેડૂતને મારી નાખ્યો











Users Today : 1737