ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી(Mayawati)એ તેમના ભત્રીજા આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દીધા છે. આ ઉપરાંત પાર્ટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બસપાને બે નવા રાષ્ટ્રીય સંયોજક મળ્યા છે. આકાશ આનંદના સ્થાને તેમના પિતા અને પાર્ટીના મહાસચિવ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન માયાવતીએ કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી કોઈ પાર્ટીનો ઉત્તરાધિકારી નહીં બને.
મીડિયા રિપોર્ટ મુજબ બીએસપી પ્રમુખ માયાવતીએ આજે 2 માર્ચ 2025ના રોજ લખનૌમાં પાર્ટીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં માયાવતી, તેમના ભાઈ આનંદ કુમાર, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા, રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ અને ઘણા રાજ્યોના પ્રદેશ પ્રમુખોએ હાજરી આપી હતી. જોકે, માયાવતીના ભત્રીજા આકાશ આનંદ આ બેઠકમાં હાજર નહોતા.
મીટિંગમાં શું થયું
બસપાના વડા માયાવતીએ પાર્ટીના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમોની રૂપરેખા વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજના કરોડો લોકોના સર્વાંગી વિકાસ વિના, માત્ર યુપી જ નહીં પરંતુ સમગ્ર દેશ યોગ્ય રીતે પ્રગતિ કરી શકે નહીં.
બસપાના વડાએ કહ્યું કે માન્યવર કાંશીરામજીએ ક્યારેય તેમના સંબંધીઓને પાર્ટીમાં કામ કરતા અટકાવ્યા નહોતા. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, જો કોઈ તેમના નામનો દુરુપયોગ કરશે અને પાર્ટી અને આંદોલનને નુકસાન પહોંચાડશે, તો તેઓ તેને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢશે.
02-03-2025-BSP RELEASE-ALL INDIA PARTY MEETING PHOTOS pic.twitter.com/CzR35nsWlW
— Mayawati (@Mayawati) March 2, 2025
માયાવતીએ કહ્યું કે શ્રી અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ શ્રી આકાશ આનંદને પણ પાર્ટીની બધી જવાબદારીઓમાંથી અલગ કરવામાં આવ્યા છે.
બસપાના વડાએ કહ્યું કે આનંદ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જાળવી રાખવા ઉપરાંત તેમને રાષ્ટ્રીય સંયોજક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રામજી ગૌતમને પણ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.
02-03-2025-BSP PRESS NOTE-ALL INDIA MEETING pic.twitter.com/bSR7HBqt7v
— Mayawati (@Mayawati) March 2, 2025
આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેની અસર તેમની પુત્રી અને આકાશ આનંદ પર પડી શકે છે. આ બધું બિલકુલ સકારાત્મક લાગતું નથી. આવી સ્થિતિમાં આકાશ આનંદને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. માયાવતીએ કહ્યું કે અશોક સિદ્ધાર્થે માત્ર પાર્ટીને નુકસાન પહોંચાડ્યું નથી પરંતુ આકાશ આનંદની રાજકીય કરિયરને પણ અસર કરી છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023 માં માયાવતીએ આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. ત્યારબાદ મે 2024 માં તેમને BSP ના રાષ્ટ્રીય સંયોજક અને ઉત્તરાધિકારી પદ પરથી દૂર કરવામાં આવ્યા. પરંતુ બાદમાં માયાવતીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે ફરી એકવાર આકાશ આનંદને આ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ચંદ્રશેખર આઝાદના કાફલા પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ
ये तो होना ही था…जब अशोक सिद्धार्थ को निकाला था तभी लग रहा था कि आकाश आनंद का भी जाना तय है…. ऐसे फैसले मेरे जैसे लाखों आंबेडकरवादी और बसपा समर्थकों के लिए बड़ा ही मुश्किल होता है…..ऐसी फैसले के कारण लोगों में बसपा के बारे में शंका कुशंका बढ़ जाती है….. जिससे बसपा की credibility खत्म हो रही है