ટોળાએ 3 દલિત કિશોરોને રાષ્ટ્રધ્વજના થાંભલા સાથે બાંધીને માર્યા

ત્રણ દલિત કિશોરોને ગામના 60 જેટલા લોકોના ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ અપમાનથી એક છોકરાએ ઝેર પી લીધું.
dalit news

કર્ણાટકના ગડગ જિલ્લાના હરોગેરી ગામમાં જાતિવાદની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 28 મેના રોજ, ગામમાં ત્રણ દલિત સગીર છોકરાઓને જાતિવાદી તત્વોએ થાંભલા સાથે બાંધીને 60 જેટલા લોકોના ટોળાએ નિર્દયતાથી માર માર્યો હતો. સવર્ણોના ટોળાએ દલિત છોકરાઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો હતો.

સવર્ણોએ આ કિશોરો પર સવર્ણ જાતિની છોકરીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપના આધારે, ગામલોકોના ટોળાએ દલિત છોકરાઓને ગ્રામ પંચાયતના રાષ્ટ્રધ્વજ ફરકાવવાના થાંભલા સાથે બાંધી દીધા હતા અને દોરડા, ચપ્પલ અને લાકડીઓથી નિર્દયતાથી માર માર્યો હતો.

આ પણ વાંચો: ભાવનગરમાં દલિત યુવકને 4 શખ્સોએ પાઈપના 35 ઘા ઝીંકી દીધાં

નરગુંડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી મંજીનાથે જણાવ્યું હતું કે, “આ ઘટના અશ્લીલ સંદેશા મોકલવાના આરોપથી શરૂ થઈ હતી. અમે 30 મેના રોજ SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને BNS ની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શુક્રવારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘણા આરોપીઓ હજુ પણ ફરાર છે.”

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે POCSO એક્ટ હેઠળ એક અલગ કેસ પણ નોંધ્યો છે, જેમાં 30 લોકોના નામ આરોપી તરીકે છે. પીડિત પરિવારોનું કહેવું છે કે જ્યારે તેઓ તેમના બાળકોને બચાવવા પહોંચ્યા, તો ગામલોકોએ તેમને ધમકી આપીને ભગાડી દીધા હતા.

દલિત કિશોરો પૈકીના એકના વાલીએ કહ્યું, “અમારા ગામમાં આજે પણ અસ્પૃશ્યતા રાખવામાં આવે છે. અમારી સાથે રોજ ભેદભાવ કરવામાં આવે છે. આ ઘટના તેનું ભયાનક ઉદાહરણ છે.”

અપમાનને કારણે એક કિશોરે ઝેરી દવા પી લીધી

સવર્ણ ટોળાના આ હુમલામાં ઘાયલ થયેલી એક દલિત કિશોરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેણે ઝેર પી લીધું અને તેને હુબલીની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં મામલો દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સવર્ણ જાતિના કેટલાક નેતાઓએ અને સ્થાનિકોએ દલિતો પર સમાધાન કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ વહીવટીતંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
3 months ago

*સાલાઓ જાવ સરહદો પર ત્યાં તમારી શક્તિ પ્રદર્શનનું સુરસુરિયું થઈ જશે, નિર્દોષ દલિતો પર અત્યાચારો કરવાનું બંધ કરો, દેશની 90% આબાદી જાણે છે, ઈંટનો
જવાબ પત્થર જેવો હોય છે, પરંતુ સંવિધાનને માનસન્માન સાથે માનનારો બહુજન સમાજ છે!

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x