ભાજપની જે પણ રાજ્યોમાં સત્તા છે ત્યાં જાતિવાદી તત્વો દલિતો પર અત્યાચાર કરવામાં જરા પણ કાયદાનો ડર અનુભવતા નથી. આવી જ એક ઘટના ભાજપશાસિત મધ્યપ્રદેશમાં સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ બાકી નીકળતા રૂપિયા વસૂલવા માટે તેમની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી તેનું મોં કાળું કરી, જૂતા-ચંપલનો હાર પહેરાવી માર મારતા-મારતા આખા ગામમાં ફેરવ્યો હતો. આ ઘટના બની ત્યારે આખું ગામ જોવા નીકળ્યું હતું પરંતુ કોઈ યુવકને બચાવવા આવ્યું નહોતું કે પોલીસને પણ જાણ કરી નહોતું.
મધ્યપ્રદેશના રાજગઢના કુરાવર વિસ્તારની ઘટના
ઘટના રાજગઢના કુરાવર પોલીસ સ્ટેશનના એક ગામની છે. જ્યાં બે દલિત યુવકોને જાતિવાદી તત્વોએ પહેલા ખેતરમાં માર માર્યો, પછી તેમના ચહેરા કાળા કરવામાં આવ્યા, તેમને જૂતા-ચંપલનો હાર પહેરાવ્યો અને ગામમાં ફેરવ્યા હતા. આ ઘટના ૧૩ મેના રોજ જિલ્લાના કુરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. જેનો વીડિયો ગુરુવારે બહાર આવ્યો હતો. યુવકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આરોપીઓએ દલિત યુવકની જમીન પણ પચાવી પાડી
પીડિત યુવકે જણાવ્યું કે તેના પિતાએ ગામના માથાભારે લોકો પાસેથી લગભગ 6 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. પૈસા પરત કરવાની તૈયારી ચાલી રહી હતી પરંતુ તે પહેલાં જ લુખ્ખા તત્વોએ તેમની 10 વીઘા પૈતૃક જમીન પર કબજો કરી લીધો. યુવકે કહ્યું- જ્યારે અમે તેમને એક વીઘા જમીન લેવા અને બાકીના પૈસા એડજસ્ટ કરવાનું કહ્યું, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને અમારી સાથે આવું વર્તન કર્યું.
ખેતરમાં પકડીને માર માર્યો
યુવકે વધુમાં કહ્યું કે 13 મેના રોજ, આરોપીઓએ મને અને મારા મિત્રને ખેતરમાં જ પકડી લીધા હતા. તેમણે અમારા કપડાં ઉતરાવ્યા અને મોં કાળા કરી દીધાં. એ પછી અમારા હાથ દોરડાથી બાંધી અમને જૂતા અને ચંપલનો હાર પહેરાવ્યો અને પછી ગામમાં ફેરવ્યા.
આ પણ વાંચો: ‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’
પીડિત યુવકે જણાવ્યું કે તેના પિતાએ ઘટના પછી સમાધાનની વાત કરી હતી. તે સમયે, ગામમાં યજ્ઞ-હવન ચાલી રહ્યો હોવાથી તે પોલીસ સ્ટેશન ગયો નહીં. પરંતુ હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.
SC-ST એક્ટ હેઠળ કેસ નોંધાયો
આ કેસમાં શરૂઆતમાં કુરાવર પોલીસ એવું કહેતી જોવા મળી હતી કે યુવક દારૂના નશામાં ગામમાં પહોંચ્યો હતો અને ત્યાં વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં પોલીસે સ્વીકાર્યું કે કોઈ વ્યક્તિ પર આ રીતે હુમલો કરી તેનું અપમાન કરવું એ કાયદો હાથમાં લેવા જેવું છે. ત્યારબાદ ગુરુવારે રાત્રે 7.30 વાગ્યે SC/ST એક્ટ અને હુમલાની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.
મનુમીડિયાએ આરોપીઓના નામ-જાતિ છુપાવ્યા
મીડિયાનું કામ સત્યની સાથે રહીને અન્યાય સામે લડવાનું હોય છે. પણ આપણું મનુવાદી મીડિયા દલિતોના મામલામાં પત્રકારત્વના મૂળ સિદ્ધાંતોથી તદ્દન વિપરીત દિશામાં કામ કરે છે. વાત જ્યારે જાતિવાદી ગુંડાઓ દ્વારા દલિતો પર થતા અત્યાચારની હોય ત્યારે મનુવાદી મીડિયા આરોપીઓના નામ, જાતિ, ગામ સહિત જે પણ છુપાવી શકાય તે બધું છુપાવીને આરોપીઓને છાવરે છે. આ કેસમાં પણ આવું જ થયું છે.
દૈનિક ભાસ્કરથી લઈને હિન્દી બેલ્ટના એકપણ મુખ્યધારાના મીડિયાએ આરોપીઓ કઈ જાતિના છે, તેમના નામ શું છે તેનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. મનુવાદી મીડિયાની આ ગંદી ચાલ વર્ષોથી દલિતોને નુકસાન કરતી આવી છે. આવું ન થાય તે માટે khabarantar.in જેવું દલિતોનું પોતાનું મીડિયા પ્લેટફોર્મ મજબૂત બને તે જરૂરી છે. જેથી આ પ્રકારના તત્વો ખૂલ્લા પાડી શકાય અને દલિત સમાજ સુધી સાચી માહિતી પહોંચે.
આ પણ વાંચો: સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી
Jati vadi sarkaar or manuvadi sarkaar hai