પેટલાદમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન મુદ્દે નગરપાલિકાના એક કર્મચારીને એક મનુવાદી ગુંડાએ જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં હડધૂત કરતા કર્મચારીએ મનુવાદી ગુંડા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પેટલાદ શહેર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની મળતી માહિતી મુજબ, ફરિયાદી છેલ્લા 10 વર્ષથી પેટલાદ નગરપાલિકામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાનમાં કામ કરે છે. તેઓ તા. 25 ડિસેમ્બર 2025ના રોજ સવારે તેમના હેલ્પર સાથે વોર્ડ નંબર 8માં નિયમિત કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન એક શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે કચરો ન ઉઠાવવા અંગે પૂછપરછ કરી હતી અને આ મુદ્દે ઉશ્કેરાઈને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. તેણે વારંવાર નગરપાલિકાના કર્મચારીને જાતિસૂચક અપશબ્દો કહી અભદ્ર વર્તન કર્યું હતું. એટલું જ નહીં, તેણે કર્મચારીની બેન-દીકરીઓનો ઉલ્લેખ કરીને પણ ગાળો આપી હતી.
આ પણ વાંચો: એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?
તેમ છતાં ફરિયાદીએ શાંત રહીને બીજી ગાડી આવશે તેમ જણાવતા, આરોપીએ તેમના સુપરવાઈઝરનો સંપર્ક નંબર માંગ્યો હતો. ફરિયાદીએ નંબર આપતા આરોપીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે સુપરવાઈઝરને સવાલ કર્યો હતો કે, ‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે@ઓના પગ પકડવાના?’
આ ઘટનાથી નગરપાલિકાના કર્મચારીને ભારે દુઃખ થયું હતું. ત્યારબાદ તેઓ તેમના સુપરવાઈઝર સાથે પેટલાદ શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા અને અરજી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદીનું નિવેદન લીધા બાદ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 352, 351(2), 351(3) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: લંગૂરનો અવાજ કાઢો અને દિલ્હી સરકારમાં નોકરી મેળવો!











Hindu jatankvadi or aatankvadi ki paidash Hai