મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?

મુસ્લિમ યુવકની લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. 24 વર્ષ જેલમાં વિત્યા, હવે નિર્દોષ છૂટ્યો. જવાબદાર કોણ?
Muslim youth acquitted

ભારતના ન્યાયતંત્રમાં કઈ હદે અંધેર રાજ ચાલે છે તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષ ૨૦૦૦માં લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા આઝાદ ખાને ૨૪ વર્ષ જેલમાં વિતાવ્યા. પુરાવાના અભાવે હાઇકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો. જોકે, છૂટ્યા પછી પણ સિસ્ટમે તેને બહાર નીકળવાનો સરળ રસ્તો આપ્યો નહીં. આ ઘટના ન્યાયમાં વિલંબ અને સિસ્ટમની ઉદાસીનતા વિશે ગંભીર સવાલો ઉઠાવે છે.

ઘટના યુપીના મૈનપુરીની છે. જ્યાં આઝાદ ખાનના નામના એક યુવકે તેની જિંદગીના અણમોલ 24 વર્ષ કોઈપણ પ્રકારના ગુના વિના જેલમાં વિતાવવા પડ્યા. આઝાદ ખાનની કહાની કોઈ એક વ્યક્તિ વિશે નથી, પરંતુ આપણી સિસ્ટમની વાસ્તવિકતા વિશે છે. વર્ષ 2000 માં લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા આઝાદ ખાનને નિર્દોષ સાબિત થવામાં 24 વર્ષ લાગ્યા.

પોલીસ, કોર્ટ અને વહીવટીતંત્રની ભૂલોને કારણે આઝાદની જિંદગીના 24 વર્ષ જેલના સળિયા પાછળ વિત્યા. ડિસેમ્બર 2015 માં હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા પછી પણ, તે ઘણા દિવસો સુધી જેલમાં રહ્યો. આ ઘટના દર્શાવે છે કે આપણા દેશમાં ન્યાય ફક્ત ચૂકાદો આવવો એટલું નથી, પરંતુ તેને જમીન પર લાગુ કરવામાં પણ વર્ષો લાગે છે.

Muslim youth acquitted

આ પણ વાંચો: દલિત કિશોરને બંદૂક-છરી બતાવી નગ્ન કરી માર માર્યો

વર્ષ 2000માં મૈનપુરીના અલાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું જ્યોતિ કટારા ગામ. આઝાદ ખાન ઘરે હતો. અચાનક, પોલીસ આવી અને લૂંટનો કેસ નોંધાવીને તેને લઈ ગઈ. આઝાદ ચીસો પાડતો રહ્યો અને પોતાને નિર્દોષ ગણાવતો રહ્યો. પરંતુ પોલીસે સાંભળવાનો ઇનકાર કર્યો. લૂંટની કલમ 395 અને 397 લાદવામાં આવી. આઝાદને કદાચ આ કલમોનો અર્થ પણ ખબર ન હતી. તેને ફક્ત એટલી જ ખબર પડી કે કેસ કોર્ટમાં પહોંચી ગયો છે.

પોલીસે નીચલી કોર્ટમાં જે કંઈ કહ્યું તેને સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું. કોઈ પુરાવા નહોતા, કોઈ જપ્તી નહોતી અને કોઈ નક્કર સાક્ષી નહોતા. છતાં ચુકાદો આવ્યો. આઝાદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. એક જ ક્ષણમાં તેનું જીવન થંભી ગયું. તેના માતાપિતા ભાંગી પડ્યા. સંબંધીઓ દૂર થઈ ગયા. સમાજે તેને દૂર રાખ્યો. પરંતુ એક માણસ હતો જેણે હાર માનવાનો ઇનકાર કર્યો. તેનું નામ મસ્તાન હતું. આઝાદનો ભાઈ.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

મસ્તાન મજૂર તરીકે કામ કરતો હતો, ઈંટો અને ગારો ઉપાડતો હતો. તે દિવસ દરમિયાન પરસેવો પાડતો, સાંજે વકીલોની મુલાકાત લેતો. તે એક-એક રૂપિયો એકઠો કરતો અને હાઈકોર્ટમાં અપીલ દાખલ કરતો. 24 વર્ષ સુધી, તે ક્યારેય થાક્યો કે અટક્યો નહીં.

આ કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો. ન્યાયાધીશ જેજે મુનીર સમક્ષ સુનાવણી થઈ. અહીંથી આખો મામલો બદલાઈ ગયો. જજે પોલીસને સીધા સવાલો કર્યા.

પુરાવા ક્યાં છે?

સાક્ષી ક્યાં છે?

મુદ્દામાલ ક્યાં છે?

પોલીસ પાસે આ પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો. હતું ફક્ત એક નિવેદન. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે ફક્ત એક નિવેદનના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. 19 ડિસેમ્બર, 2025 ના રોજ ન્યાય મળ્યો… પરંતુ અધૂરો.

Muslim youth acquitted

હાઈકોર્ટે આઝાદને નિર્દોષ જાહેર કર્યો. લૂંટનો કેસ પૂરો થયો. સજા રદ કરવામાં આવી. પરંતુ આઝાદ જેલમાં રહ્યો. કેમ? કારણ કે કલમ 437A હેઠળ 20-20 હજારના બે જામીનની જરૂર હતી. આ ઉપરાંત, એક જૂનો કેસ હતો: કલમ 307નો. સજા પૂરી થઈ ગઈ હતી, પણ રૂ. 7000 નો દંડ બાકી હતો. 24 વર્ષના સંઘર્ષમાં પરિવારે બધું ગુમાવી દીધું હતું. તેમની પાસે 7000 રૂપિયા પણ નહોતા.

મામલો મીડિયા સુધી પહોંચ્યો. પ્રશ્નો ઉભા થયા. શું કોઈ નિર્દોષ માણસ ફક્ત પૈસાના અભાવે જેલમાં રહેશે? જેલ સુપરિન્ટેન્ડેન્ટ અવિનાશ ગૌતમે પહેલ કરી. તેમણે કોર્ટને પત્ર મોકલ્યો. તેમણે ઈમેલ દ્વારા પ્રક્રિયા ઝડપી બનાવી. પછી ‘છોટી સી આશા’ નામની સંસ્થા આગળ આવી. પારુલ મલિક અને રૂપાલી ગુપ્તાએ 7000 રૂપિયા જમા કરાવ્યા. ઔપચારિકતાઓ પૂર્ણ થઈ. મૈનપુરી કોર્ટમાંથી મુક્તિનો આદેશ બરેલી જેલમાં પહોંચ્યો. 21 જાન્યુઆરીની મોડી રાત્રે. આઝાદ ખાન 24 વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો.

આ પણ વાંચો: મહેસાણામાં ઠાકોર ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોનું લાખોનું મામેરું ભર્યું

ભાઈ મસ્તાન સામે ઊભો હતો. બંને ભાઈઓ મન મૂકી, બાથ ભરી-ભરીને રડ્યા. કોઈ શબ્દો નહોતા. ફક્ત 24 વર્ષનું દુઃખ અને થોડી રાહત હતી.

આઝાદને મુક્ત કરવામાં આવ્યો પણ સવાલો હજુ જેમના તેમ ઉભા છે.  આઝાદે જેલના સળિયા પાછળ વિતાવેલા 24 વર્ષ કોણ પાછા આપશે? તેની રાહ જોતા તેના માતાપિતાનું પણ એ દરમિયાન મૃત્યુ થઈ ગયું, તેમનો ટેકો કોણ પાછો આપશે? જીવનના તે સપનાઓનો હિસાબ કોણ આપશે જે ક્યારેય સાકાર ન થયા? સમાજની નજરમાં તે લૂંટારો બનીને રહી ગયો, તે દાગ કોણ ભૂંસશે? અને જો તેનો ભાઈ મસ્તાન આ લાંબી લડાઈમાં હાર માની લેત, જો મીડિયાએ સવાલો ન ઉઠાવ્યા હોત, જો “છોટી સી આશા” સંગઠન આગળ ન આવ્યું હોત, તો આઝાદ આજે પણ એ જ જેલની કોટડીમાં બંધ હોત. આઝાદની આ કહાની આપણા ન્યાયતંત્રની ઘોર બેદરકારીનો સજ્જડ પુરાવો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બજરંગદળે બે મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
12 days ago

આ નિર્દોષ હુકમ કરનાર જજ ને લાખ લાખ સલામ છે પણ એની જીંદગી ના 24 વર્ષ અને તે દરમિયાન ગુમાવેલો માતા પિતા નો સહારો ઈ મોટો જટિલ પ્રશ્ન છે. એને કોઈ પણ પુરાવા ના અભાવે પણ જે આજીવન કારાવાસ ની સજા ફરમાવી તે જજ પાસેથી સુપ્રીમ કોર્ટ ના મુખ્ય જજે 24 વર્ષ ના તેના દિવસ રાત નો હિસાબ અને હવે જીવન જીવવા માટે 5 કરોડ રૂપિયા ની સહાય નો હુકમ કરવોજ જોઈએ. જેથી કરી 25,30 વર્ષ સુધી જે જે મામૂલી કેસ હોય છે તેને લાંબી લાંબી તારીખ આપી ખોટો સમય બરબાદ કરે છે એનો અંત આવશે. અને બીજા જજો ને શીખ મળે

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x