બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક દલિત સગીરા પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મુઝફ્ફરપુરના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 15 વર્ષની છોકરી સાથે એક જ ગામના બે યુવાનોએ આ દુષ્કર્મ કર્યું અને પછી તેને મારી નાખવાના ઇરાદાથી તેના પર ગંભીર હુમલો કર્યો. છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ જતા બદમાશોએ તેને નિર્જન જગ્યાએ ફેંકી દીધી હતી.
10 ટાંકા લીધા પછી પણ સગીરાની હાલત નાજુક
પરિવાર દ્વારા ઘણી શોધખોળ કર્યા પછી પીડિતા સીતામઢીના પુપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જખ્મી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને તાકીદે સીતામઢી સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુઝફ્ફરપુરના SKMCH રિફર કરવામાં આવી હતી. ડોક્ટરોએ ન્યુરોસર્જનનો સંપર્ક કર્યો છે. પીડિતા હજુ પણ બેભાન છે. આ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે સવારે સગીરા ઝાડીઓમાંથી મળી આવી હતી. 24 કલાક પછી તે ભાનમાં આવી હતી. તેના માથા પર 10 ટાંકા આવ્યા છે. તેની હાલત હજુ પણ ગંભીર છે.
આ પણ વાંચો: દલિત યુવતીનું ગળું કાપી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા કરી
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી 26 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે તેનો મોબાઈલ રિપેર કરાવવા માટે ઘરેથી નીકળી હતી. તે રાત સુધી ઘરે પાછી ન આવી. ત્યારબાદ તેની શોધખોળ શરૂ થઈ. આખી રાત તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ કંઈ મળ્યું નહીં. 27 જુલાઈના રોજ સવારે અમને જાણ કરવામાં આવી કે અમારી દીકરીને સીતામઢીની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં પહોંચતા તે બેભાન હાલતમાં મળી આવી હતી.
આરોપીએ બ્રાહ્મણ યુવકે બળાત્કારનો ગુનો કબૂલ્યો
મોબાઈલ દુકાનદાર પિન્ટુ શર્મા અને તેના સાથી ગણેશ કુમાર સાહ બાજુમાં આવેલા મેરે ગામના વતની છે. સગીરા મિન્ટુ શર્માની દુકાને તેનો મોબાઈલ રિપેર કરાવવા ગઈ હતી. એવો આરોપ છે કે પિન્ટુ શર્માએ તેના પર બળાત્કાર કર્યો હતો. સગીરા શનિવારે સવારે 11 વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રે 12 વાગ્યે દુકાનમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. 12.30 વાગ્યે, આરોપી તેના સાથી ગણેશ સાથે અલ્ટો કારમાં તેને ઉપાડી ગયો હતો. રવિવારે, તેણીને સીતામઢીમાં નેશનલ હાઇવે 527-સી પર ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. રવિવારે બપોરે 2 વાગ્યે પરિવારને આ વાતની જાણ થઈ. સગીરાની સારવાર હજુ પણ SKMCH માં ચાલી રહી છે.
बिहार के मुजफ्फरपुर ज़िले के औराई थाना क्षेत्र में 15 वर्षीय दलित बच्ची के साथ दो दरिंदों ने मिलकर बलात्कार किया। फिर सिर पर वार कर उसे मरा समझ 25 किलोमीटर दूर, सीतामढ़ी बॉर्डर की झाड़ियों में फेंक दिया।
बच्ची के सिर पर गहरी चोटें थीं, प्राइवेट पार्ट्स से लगातार खून बह रहा था।…
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) July 29, 2025
પોલીસ પૂછપરછમાં, આરોપી મિન્ટુ શર્માએ જણાવ્યું કે સગીરા તેનો મોબાઇલ રિપેર કરાવવા માટે તેની દુકાન પર આવી હતી. ત્યારબાદ તે તેના સાથી ગણેશ સાથે તેને હાઇવે પર લઈ ગયો હતો. જ્યાં તેના પર બળાત્કાર કર્યો હતો. જ્યારે તેણીને ભારે બ્લિડીંગ થવા લાગ્યું, ત્યારે તેને ઉપાડીને જિલ્લાની સરહદ પર ઝાડીઓમાં ફેંકી દીધી.
પોલીસે શું જણાવ્યું?
આ કેસમાં, ASP પૂર્વી સહરિયાર અખ્તરે જણાવ્યું હતું કે, ‘૨૭ જુલાઈના રોજ ઔરાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે લોકોના આ કેસમાં નામ આવ્યા છે તેમની તાત્કાલિક અટકાયતમાં કરવામાં આવી છે. પીડિતા સીતામઢી જિલ્લાના પુપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવી હતી. બેભાન હોવાને કારણે તેની સાથે વાત કરી શકાઈ નહોતી. ત્યાંથી તેણીને SKMCH રિફર કરવામાં આવી છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની સારવાર અને આગળની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત
Ye Hindu jatankvadi hai or aatankvadi ki paidash hai or ye log uresia ki auolad hai