નર્મદા AAP જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની ખેપ મારતો ઝડપાયો

નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વિરભદ્ર વસાવાને LCB એ વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડ્યો.
Narmada news

ગુજરાતમાં હાલ દારૂ-ડ્રગ્સને લઈને કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સહિતના ધારાસભ્યોએ પણ વિરોધ કર્યા બાદ ટેકો આપ્યો છે. જો કે, આપ માટે હવે હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થઈ છે. કેમ કે, ખુદ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની ખેપ મારતો પકડાયો છે.

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ (ભદ્રેશ) વસાવાને નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને તેની પાસેથી દારૂની 11 બોટલ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તે દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: ‘દલિતની જાન મારા ઘર સામેથી નહીં નીકળે, પાછા વળી જાવ..’

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો

આ મામલો બહાર આવતાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યો હતા. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને ગંભીર આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો કે, ‘માત્ર 11 બોટલ મળી છે, પણ 5 પેટી દારૂ હતો, જે સગેવગે કરી દેવામાં આવ્યો છે. એક બાજુ AAPના લોકો દારૂનો ધંધો કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસના માથે માછલાં ધોવે છે. આ એક પ્રકારનો સ્ટંટ છે. AAPના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે.

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને 94.14 લાખની આવક થઈ

નિરંજન વસાવાએ ગેરકાયદે હોટલ-મકાન બનાવ્યાનો આક્ષેપ

સાંસદ મનસુખ વસાવાએ AAPના અન્ય નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે, ‘નિરંજન વસાવાએ હોદ્દાના લઈને સરકારી જમીનમાં ગેરકાયદે હોટેલ અને મકાન બનાવી દીધું છે, જે બે નંબરના ધંધા દ્વારા બનાવવામાં આવ્યું છે.’ તેમણે આરોપ લગાવ્યો કે નિરંજન વસાવા લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે.

દેડીયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા પર પણ અધિકારીઓને ધમકાવીને પૈસાની માંગણી કરતો ઓડિયો વાઈરલ થયો હોવાનો ઉલ્લેખ કર્યો. મનસુખ વસાવાના આ નિવેદનથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સ્થાનિક પોલીસે હાલમાં વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે Jignesh Mevani એ મોટું એલાન કર્યું

3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x