નવી Aadhaar App લોન્ચ, હવે ઓળખ માટે માત્ર ચહેરો કાફી છે

Aadhaar કાર્ડ ખરેખર ડિજિટલ થવા જઈ રહ્યું છે. UIDAI એ આધારની નવી એપ લોન્ચ કરી છે. જેનાથી અનેક મહત્વના પરિવર્તનો આવે તેમ છે.
new aadhaar app

Aadhaar કાર્ડ માટેની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં, આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ઇન્સ્ટાગ્રામ પર આ નવી આધાર એપ વિશે પોસ્ટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, નવી એપ આવ્યા પછી લોકોએ હોટલ, એરપોર્ટ પર, સિમ લેતી વખતે કે બીજે ક્યાંય પણ તેમના આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની જરૂર રહેશે નહીં અને બધું કામ ફેસ આઈડીથી થશે. નવી એપ્લિકેશનથી આ શક્ય બનશે.

Aadhaar FaceRD શું છે?

નવી આધાર એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. હાલમાં તે ડેવલપર વર્ઝનમાં છે પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ તેને ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરી શકે છે. આઇફોન યુઝર્સે આ માટે વધુ રાહ જોવી પડશે. નવી આધાર એપ દ્વારા, હવે કોઈપણ યુઝર ડિજિટલી રીતે પોતાની ઓળખ ચકાસી શકે છે.

નવી એપનો ઉપયોગ કરવા માટે તમારે તે જ મોબાઇલમાં તેને ડાઉનલોડ કરવી જરૂરી છે જેમાં આધાર સાથે લિંક કરેલ સિમ કાર્ડ હોય. ફોનમાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે. આધાર સાથે લિંક કરેલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કર્યા પછી, તમને ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ દેખાશે. ફેસ સ્કેન પછી, તમને 6-અંકનો પિન સેટ કરવાનું કહેવામાં આવશે.

આ પણ વાંચો: હવે સરકારી બાબુઓ અરજદારોને કલાકો સુધી બેસાડી નહીં શકે

એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ઝેરોક્ષની સમસ્યા ખતમ. બીજીવાર આધાર એપમાં લોગ ઇન કર્યા પછી, યુઝરને એક QR કોડ દેખાશે. આ QR કોડ સ્કેન કરીને તમે સરળતાથી તમારો આધાર નંબર ડિજિટલ રીતે શેર કરી શકો છો.

તમને એપમાં એક શેર ID વિકલ્પ પણ મળશે, જેના દ્વારા તમે તમારી ઓળખ ડિજિટલ રીતે શેર કરી શકો છો. આ સમગ્ર પ્રક્રિયામાં તમારી વ્યક્તિગત માહિતી જેમ કે જન્મ તારીખ, સંપૂર્ણ આધાર નંબર શેર કરવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, બીજી વ્યક્તિને માત્ર એટલી જ ખબર પડશે કે આધાર અસલી છે કે નકલી.

હવે વાત કરીએ હોટલ કે એરપોર્ટ પર આ કેવી રીતે કામ કરશે. આ એપમાં તમને અથવા અન્ય લોકોને સ્કેન કરવાનો વિકલ્પ મળશે. જ્યારે પણ કોઈ આધાર ચકાસવા માટે QR સ્કેન કરે છે, ત્યારે એપ તમને પૂછશે કે તમે આધાર સંબંધિત કઈ માહિતી શેર કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, ઘરનું સરનામું કે ફેસ વેરિફિકેશન સાથે અન્ય કોઈ માહિતી. એટલે કે, કેટલો ડેટા શેર કરવો તે પણ તમારા નિયંત્રણમાં છે. જેથી વ્યક્તિ જરૂર મુજબની વિગતો શેર કરી શકશે અને તેનું નિયંત્રણ વ્યક્તિના હાથમાં હશે.

આ પણ વાંચો: સરકારી ભરતીઓમાં SC-ST-OBCને અન્યાય મામલે CMને રજૂઆત

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x