ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને 'Dr. Bhimrao Ramji Ambedkar Day' તરીકે જાહેર કર્યો હતો.
Dr Ambedkar Jayanti New York

New York Mayor declares April 14th as Dr. Ambedkar Day : પાંચ દિવસ પહેલા ભારતભરમાં 14મી એપ્રિલે (April 14th 2025) ડો.બાબાસાહેબ આંબેડકર(Dr. Babasaheb Ambedkar)ની 134મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. દેશના નાનામોટા શહેરો જ નહીં પરંતુ છેવાડાના ગામડાઓમાં પણ દલિત-બહુજન સમાજની વસ્તીમાં મહાનાયક ડો.આંબેડકરનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ભારતમાં એકબાજુ સત્તાધારી ભાજપ અને ખુદ ગૃહમંત્રી અમિત શાહ ડો.આંબેડકર(Dr. Ambedkar)ને ફેશન ગણાવી તેમનું ભરી સંસદમાં અપમાન કરે છે. તેમના પક્ષના નેતાઓ દેશના પ્રથમ કાયદામંત્રી અને ભારતરત્ન ડો.આંબેડકર વિશે બેફામ વાણીવિલાસ કરે છે. બીજી તરફ 14મી એપ્રિલ આવતા, આ જ લોકો ભાજપના ખેસ પહેરીને બાબાસાહેબની પ્રતિમાને વંદન કરીને રાજકીય લાભ ખાટવા માટે પહોંચી જાય છે. જે ડો.આંબેડકર અને તેમના સિદ્ધાંતોની તદ્દન વિરુદ્ધની વાત છે.

આ પણ વાંચોઃ શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?

આવું જ કોંગ્રેસના નેતાઓનું છે. જાહેર કાર્યક્રમો-રેલીઓમાં હાથમાં બંધારણ રાખીને ફરતા અને બંધારણ બચાવવાની વાત કરતા રાહુલ ગાંધીએ 14મી એપ્રિલે કોંગ્રેસ સાશિત તેલંગાણામાં એસસી અનામતમાં પેટા વર્ગીકરણ લાગુ કરીને દલિતોની પીઠમાં ખંજર ભોંકી બાબાસાહેબની દેન એવી અનામતના અસલ ઉદેશ્યનું પણ મનુવાદી તર્ક પર અપમાન કર્યું હતું.

રાજકારણ સિવાય પણ ભારતમાં છાશવારે મનુવાદી સવર્ણો દ્વારા જાહેરમાં ડો.આંબેડકરનું અપમાન કરવામાં આવે છે, તેમની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવે છે, તોડી પાડવામાં આવે છે, ક્યારેક તેમના ચશ્મા તોડી નખાય છે તો ક્યારેક ચશ્મા ચોરી જાય છે. સોશિયલ મીડિયા પર સવર્ણ રાજકીય પક્ષો અને કથિત સેનાઓના ભાડૂતી માણસો 24 કલાક ડો.આંબેડકર વિશે ઝેર ઓકતા રહે છે.

આ બધા અપમાનો, રાજકારણ વચ્ચે મહાસત્તા અમેરિકાના એક શહેરમાંથી બરાબર 14મી એપ્રિલના દિવસે હરખના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ ન્યૂયોર્ક સિટી(New York City)ના ઈતિહાસમાં પહેલીવાર (for the first time in History) ત્યાંના મેયરે (Mayor) 14મી એપ્રિલને સોમવારના દિવસને ‘ડો.ભીમરાવ રામજી આંબેડકર દિવસ’ (Dr. Bhimrao Ramji Ambedkar Day) તરીકે જાહેર કરીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કાપવામાં આવી

આ પણ વાંચોઃ મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું

જે સન્માન મહાનાયક ડો.આંબેડકરને તેમની જન્મભૂમિ ભારતમાં નથી મળી શક્યું તે સન્માન વિદેશના એક શહેરે બાબાસાહેબને આપ્યું છે. આ જોઈને અત્યંત ગર્વ થાય છે કે ડો.આંબેડકરના વારસાને આખી દુનિયામાં, ખાસ કરીને ન્યૂયોર્ક જેવા પ્રગતિશીલ શહેરમાં આ સન્માન મળી રહ્યું છે. ડો.બાબાસાહેબ આંબેડકર 22 વર્ષની ઉંમરમાં ન્યૂયોર્ક આવ્યા હતા અને વર્ષ 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. આ સમ્માન ન માત્ર ભારત માટે પરંતુ ન્યાય, સમાનતા અને માનવ ગરિમાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતા સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે.
ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે (Eric adams) 14મી એપ્રિલ 2025ને ‘ડો.ભીમરાવ રામજી આંબેડકર ડે’ જાહેર કરતો એક ઓફિશ્યિલ પત્ર પણ લોકો સુધી પહોંચાડ્યો હતો. જેને ભીમ આર્મી (Bhim Army) ચીફ ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ પણ વાંચોઃ મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x