ઉત્તર પ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડામાં યુવક-યુવતીઓમાં રીલ બનાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. શહેરમાં દરરોજ જીવલેણ સ્ટંટ અને ક્યારેક રસ્તા પર કરતબ કરવાના વીડિયો સામે આવતા રહે છે. હવે નોઈડાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો નોઈડાના સેક્ટર-95 માં આવેલા દલિત પ્રેરણા સ્થળનો હોવાનું કહેવાય છે. જેમાં, એક યુવક મહિલાના વસ્ત્રો પહેરીને રીલ બનાવતો જોવા મળે છે. લોકોએ આ વીડિયોને અશ્લીલતા ફેલાવતો ગણાવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની નોંધ લીધી છે અને વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ કરવાનું શરૂ કર્યું. ચોંકાવનારી બાબત એ છે કે, યુવકે પોલીસકર્મીની સામે જ પહેલો વીડિયો બનાવ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠાના લાખણીમાં SMC ના PI ના માતાપિતાની હત્યા
યુવકે મહિલાના આંતરવસ્ત્રો પહેરી રીલ્સ બનાવી
આ વીડિયોને લોકોએ અશ્લીલતા ફેલાવતો ગણાવ્યો છે. ખાસ કરીને બહુજન સમાજના લોકોનું કહેવું છે કે, નોઈડામાં આવેલું દલિત પ્રેરણા સ્થળ બહુજન મહાપુરૂષોના મહાન કાર્યોની યાદગીરીરૂપે બનાવવામાં આવ્યું છે. અહીં દેશ-દુનિયામાંથી બહુજન સમાજના લોકો ડો.આંબેડકર સહિતના બહુજન મહાનાયકોના કાર્યોની પ્રેરણા લેવા માટે આવે છે. આ જગ્યાનું પોતાનું મહત્વ છે. આવી મહત્વની જગ્યાએ આ પ્રકારના અશ્લીલ વીડિયો શૂટ કરવામાં આવે, પુરૂષો સ્ત્રીઓના આંતરવસ્ત્રો પહેરીને રીલ્સ બનાવે તે જરાય સાંખી લેવાય તેમ નથી. આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ સાઇટ X પર, એક યુઝરે આ વીડિયો શેર કરીને તેમાં નોઈડા અને યુપી પોલીસને ટેગ કર્યા છે અને આરોપી યુવક સામે કાર્યવાહીની માંગ કરી છે.
મહિલાના અંડરગાર્મેન્ટ્સ પહેરીને અશ્લીલ ડાન્સ કર્યો
ગઈકાલે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પછી એક બે વીડિયો વાયરલ થયા. પહેલો વીડિયો 54 સેકન્ડનો છે, જ્યારે બીજો વીડિયો 52 સેકન્ડનો છે. પહેલા વીડિયોમાં એક યુવક મહિલાનો ડ્રેસ પહેરીને ગીત પર રીલ બનાવતો જોવા મળે છે. તે મહિલાના અંડરગાર્મેન્ટ પહેરેલો જોવા મળે છે. આ સાથે વીડિયોમાં એક પોલીસ કર્મચારી પણ યુનિફોર્મમાં જોવા મળે છે. તે યુવક તેની સામે નાચતો જોવા મળે છે.
अंबेडकर पार्क में इस प्रकार की वीडियो बनाना क्या सही बात है @Uppolice @noidapolice ऐसे वीडियो बनाने वालो के खिलाफ सख्त कार्यवाही करें अन्यथा ऐसे लोग हमारे द्वारा रंगे हाथ पकड़े जाते हैं तो इनका इलाज भीम आर्मी द्वारा किया जाएगा । जिसकी जिम्मेदार पार्क की सिक्योरिटी होगी pic.twitter.com/rlB1EFT7yY
— Pramod Kumar Azad (@bhimarmymp_) July 24, 2025
મુલાકાતીઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા
બીજા વીડિયોમાં, બે યુવકો અચાનક બેન્ચ પર બેઠેલા યુવક-યુવતીઓ પાસે જતા જોવા મળે છે. બે યુવકોમાંથી એક પોતાનો શર્ટ ખોલે છે, જેમાં તેણે પહેરેલા મહિલાના અંડરગાર્મેન્ટ દેખાય છે. બંને યુવકો ગીત પર નાચતા રીલ બનાવતા જોવા મળે છે. જે જોઈને દલિત પ્રેરણા સ્થળની મુલાકાતે આવેલા લોકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જાય છે. જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલામાં શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું











Users Today : 18