નવી દિલ્હી: ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ લીલીઝંડી આપી દીધી છે, જેના પછી હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ બધી ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જણાવી દઈએ કે, વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે ૨૨ કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી ૧૧ કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
આજે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ હવે આ બિલ કાયદો બની ગયું છે અને તેની જોગવાઈઓ લાગુ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમોશન એન્ડ રેગુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ ૨૦ ઓગસ્ટના રોજ લોકસભા અને ૨૧ ઓગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. બંને ગૃહોમાં આ બિલ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું.
આ પણ વાંચો: દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ૨૦ ઓગસ્ટના રોજ લોકસભામાં ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગુલેશન બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘ગત ૧૧ વર્ષમાં ડિજિટલ ટૅક્નોલૉજી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. નવી ટૅક્નોલૉજી વિકસિત થઈ છે અને તેના કારણે દેશની એક નવી ઓળખ પણ બની છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ આગળ વધી રહ્યા છે. ટૅક્નોલૉજીના અનેક લાભ છે, પરંતુ તેનું એક સેક્ટર એવું છે ઓનલાઇન ગેમિંગ, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સેક્ટર બન્યું છે.
ગેમિંગ સેક્ટરમાં ત્રણ સેગમેન્ટ છે. પહેલું સેગમેન્ટ છે ઈ-સ્પોર્ટ્સનું સેગમેન્ટ, જેમાં સ્ટ્રેટેજિક થિંકિંગ વધે છે અને વ્યક્તિ ટીમમાં કોઓર્ડિનેશન કરવાનું શીખે છે. બીજું સેગમેન્ટ છે ઓનલાઇન સોશિયલ ગેમ્સ. આપણે સૌએ ચેસ, સોલિટેયર, સુડોકુ જોઈ છે. આ એજ્યુકેશન, મેમરી વધારવા માટે પણ ઉપયોગી છે. ત્રીજું સેગમેન્ટ ઓનલાઇન મની ગેમ્સ છે, જે આજે સમાજમાં મોટી ચિંતાનો વિષય બન્યું છે. અનેક એવા પરિવારો છે, અનેક એવા વ્યક્તિઓ છે, જેમને ઓનલાઇન મની ગેમ્સના કારણે એક એડિક્શન થઈ જાય છે. જીવનભરની કમાણી આવી બચત ગેમમાં ઉડાવી દેવામાં આવે છે. ફ્રોડ અને ચીટિંગ, અલ્ગોરિધમ્સ એવા હોય છે કે ખબર જ ન પડે કે કોણ કોની સાથે રમત રમી રહ્યું છે. અનેક પરિવાર તેના કારણે નષ્ટ થયા છે, અનેક લોકોએ દેવું થઈ જતા આપઘાત પણ કર્યા છે. જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકાયો છે.
આ પણ વાંચો: દલિત એન્જિનિયર યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં દાતરડાથી કાપી નાખ્યો












Users Today : 1747
Online game sathe sathe sherbajar trading pn bandh thau joia ama pn market loot chalave chhe