મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચના પરિસરમાં ડૉ.આંબેડકરની પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો અને પ્રમુખ દ્વારા બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદામંત્રી ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાને લઈને બ્રાહ્મણ વકીલો અને આંબેડકરવાદી વકીલો દ્વારા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ બાર એસોસિએશનના બ્રાહ્મણ વકીલો બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત ન થાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, બીજી તરફ આંબેડકરવાદી વકીલો પ્રતિમા સ્થાપિત કરવા માટે મક્કમ છે.
વિવાદ ઉભો કરવા પ્રતિમાની જગ્યાએ ત્રિરંગો ફરકાવ્યો
ગઈકાલે શનિવારે બાર એસોસિએશનના સભ્યોએ પ્રતિમા સ્થાપિત કરવાની સૂચિત જગ્યા પર વિવાદ ઉભો કરવા માટે ત્રિરંગો ફરકાવ્યો હતો. એ દરમિયાન પોલીસકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવાદની સ્થિતિ સર્જાઈ અને ધક્કામુક્કી પણ થઈ હતી. આજે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. બાર એસોસિએશનના બ્રાહ્મણ વકીલોનું કહેવું છે કે અમે ‘ઓપરેશન સિંદૂર’ની યાદમાં અહીં તિરંગો ફરકાવ્યો છે. અને આગામી સમયમાં અહીં 100 ફૂટ ઉંચાઈ પર તિરંગો ફરકાવવા માટે હાઇકોર્ટમાં મુદ્દો ઉઠાવીશું.
પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી બાદ કેટલાક વકીલો સ્ટીલનો પાઈપ ઉપાડીને જે જગ્યાએ ડો.આંબેડકરની પ્રતિમા લગાવવામાં આવનાર છે ત્યાં તેને મૂકીને તેના પર ત્રિરંગો ફરકાવ્યો હતો.
આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો
તેમની નજીકમાં ઘણા પોલીસકર્મીઓ હોવા છતાં પણ કોઈ દરમિયાનગીરી કરવા આવ્યું નહોતું. સૂત્રોનું કહેવું છે કે, આ લોકો ડો.આંબેડકર સામે રાષ્ટ્રધ્વજનો મુદ્દો ઉભો કરીને વિવાદ પેદા કરવા માંગે છે.
મંજૂરી મળી ગઈ હોવા છતાં બ્રાહ્મણ વકીલો દ્વારા વિરોધ
અહીં એ યાદ રાખવું રહ્યું કે, સરકાર તરફથી અહીં ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમ છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો તેનો વિરોધ કરી રહ્યાં છે. અગાઉ પણ તેઓ ડો.આંબેડકરની પ્રતિમા અહીં ન સ્થપાય તે માટે છેક રાષ્ટ્રીય લોક અદાલત સુધી ગયા હતા.
અહીં કોઈ પ્રતિમા સ્થાપિત નહીં થવા દઈએ: બાર એસોસિએશન
હાઈકોર્ટ બાર એસોસિએશન ગ્વાલિયરના પ્રમુખ પવન પાઠકની દલીલ છે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કોઈપણ મહાપુરુષની પ્રતિમા પરિસર કે ચોક સહિત જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે નહીં. એ પછી પણ હાઇકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. બાર એસોસિએશને બેઠક બાદ એક ઠરાવ પસાર કર્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ પરિસરમાં કોઈપણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે નહીં.
પ્રતિમા સ્થાપિત કરવા મક્કમ વકીલોએ શું કહ્યું?
આ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા એડવોકેટ વિશ્વજીત રતનિયા અને એડવોકેટ ધર્મેન્દ્ર કુશવાહાના પ્રયાસોથી સ્થાપિત થઈ રહી છે. તેમને બીજા અનેક વકીલોનું સમર્થન મળેલું છે અને તેઓ આ હાઇકોર્ટ પરિસરમાં પ્રતિમા સ્થાપિત કરવા મક્કમ છે. આ વકીલોનું કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં સ્થાપિત છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની મુખ્ય બેન્ચ જબલપુરમાં પણ ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત છે. ત્યારે ગ્વાલિયર બેન્ચની પરવાનગી સાથે અહીં પણ ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. બાર એસોસિએશનનો વિરોધ ખોટો છે.
બાર એસોસિએશનના પ્રમુખે પવન પાઠકે શું કહ્યું?
ગ્વાલિયરના હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ પવન પાઠકે જણાવ્યું હતું કે એક પક્ષે મનસ્વી રીતે ઠરાવ પસાર કર્યો અને આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. આ મામલે બાર એસોસિએશનને જાણ કરવી પણ યોગ્ય માનવામાં આવી ન હતી. હાઈકોર્ટમાં એક બિલ્ડિંગ કમિટી છે, જેમાં સાત સભ્યો છે, તેમને પણ સાંભળવામાં આવ્યા ન હતા.
ગ્વાલિયરના સૂત્રો શું માને છે?
જો કે ગ્વાલિયરમાં પ્રેક્ટિસ કરતા વકીલોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ પવન પાઠકને મૂળ વાંધો એક દલિત નેતાની પ્રતિમા હાઈકોર્ટ પરિસરમાં લાગે તેની સામે વાંધો છે. તેમને રાજસ્થાન હાઈકોર્ટમાં લાગેલી મનુની પ્રતિમા સામે વાંધો નથી પણ ડો.આંબેડકર, જેમણે આ દેશનું બંધારણ ઘડ્યું છે તેની સામે સખત વાંધો છે.
Casteist Hindu people hate Babasaheb Ambedkar so much that they are not even allowing his statue to be installed. Ambedkar’s statue is to be installed in the new building of Gwalior High Court. Hindu lawyers are protesting against it. Women are fighting for their Babasaheb… pic.twitter.com/skqF77wDzG
— The Dalit Voice (@ambedkariteIND) May 11, 2025
આખો મામલો સ્પષ્ટ રીતે જાતિવાદનો છે અને તેના પર કોઈ ખૂલીને વાત કરવા તૈયાર નથી. સીધી રીતે ડો.આંબેડકરનો વિરોધ થઈ શકતો નથી એટલે તેઓ નિયમોની વાત કરે છે.
આ પણ વાંચો: દલિતવાસ પર હુમલામાં 27 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ
*સનાતની હિન્દુ બ્રાહ્મણો ‘પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ આમ્બેડકરની મૂર્તિ માટે સખ્ત વિરોધ કરે છે,
આ બ્રાહ્મણો સંવિધાનને પચાવી શકે તેટલાં સક્ષમ નથી,
તેટલાં જ્ઞાની પણ નથી, જ્વલંત વિચારધારાને રોકવા માટે બ્રાહ્મણો અસંભવ તથા નામુમકીન સ્થિતિમાં છે! એટલે
વિરોધને સતત 24 કલાક ચાલુ રાખે છે! ધન્યવાદ!
*મધ્યપ્રદેશ હાઈકોર્ટ’ ગ્વાલિયર પરિસર સરકારી જમીન છે ત્યારે મિ.પવન પાઠક “મનુ વાદી” એ મહિલાઓ સાથે અભદ્રતા અને અશોભનીય વાણી વર્તન કરીને સાથે હાથાપાઈ કરીછે, પવન પાઠકે હિજડોઓની ફોજ ઊભી કરી છે, પોલીસ પ્રશાસને પણ ધિક્કારે છે, ત્યારે મોદી સરકાર મૌન કેમ છે? ચૂપકીદી સેવી રહી છે તે કોના લાભાર્થે? શું વોટબેંકની રાજનીતિ છે?