Panna Diamond News: પન્નાની ખાણે ફરી એકવાર એક આદિવાસી મજૂરને એક ક્ષણમાં કરોડપતિ બનાવ્યો છે. આદિવાસી મજૂર પહેલી જ વાર ખાણમાં કામ કરવા માટે આવ્યો હતો અને તેને લોટરી લાગી ગઈ. કારણ કે તેને ખોકદામ દરમિયાન દુર્લભ નાગમણિ હીરો મળી આવ્યો હતો. 11 કેરેટ 95 સેન્ટના નાગમણિ હીરાની કિંમત અંદાજે 40 લાખ રૂપિયા છે.
હીરાની ખાણ માટે જાણીતા પન્નાની ધરતીએ એક આદિવાસી મજૂરની જિંદગી એક સેકન્ડમાં બદલી નાખી છે. પન્નાની આ ધરતી ક્યારે ગરીબને રાજા બનાવી દે અને ક્યારે રસ્તે રખડતી વ્યક્તિને કરોડપતિ બનાવી તે કહી શકાય નહીં. પરંતુ તેણે આ વાર્તાને ફરી એકવાર સાચી સાબિત કરી દીધી છે. જ્યાં એક આદિવાસી મજૂર માધવની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ છે.
પન્નાની કૃષ્ણ કલ્યાણપુર પટ્ટીની છીછરી ખાણમાં કામ કરતા એક આદિવાસી યુવકને મંગળવારે તે પહેલીવાર ખાણમાં કામ કરતા ઉતર્યો તે સાથે જ એક મોટી ભેટ મળી. આદિવાસી યુવક માધવે પહેલી જ વાર ખાણ ખોદવાનું કામ રાખ્યું હતું અને એ જ દિવસે તેને 11 કેરેટ 95 સેન્ટનો તેજસ્વી ગુણવત્તાનો અમૂલ્ય નાગમણિ હીરો મળ્યો હતો.
पन्ना में आदिवासी मजदूर माधव की जिंदगी पल भर में बदल गई है। मजदूर को खदान में एक बेशकीमती हीरा मिला है, जिसकी कीमत 40 लाख रुपये है। pic.twitter.com/ZieMbh6o34
— muneshwar kumar (@munnu08) July 9, 2025
મજૂર માધવે તેને નિયમ મુજબ પન્નામાં હીરા ઓફિસમાં જમા કરાવ્યો છે. હીરા અધિકારી રવિ પટેલે જણાવ્યું હતું કે આ હીરો એટલો સ્વચ્છ અને કિંમતી છે કે તેની અંદાજિત કિંમત ૪૦ લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. હવે આ હીરો આગામી હરાજીમાં જશે અને હરાજીની રકમમાંથી ૧૨.૫% રોયલ્ટી કાપીને બાકીની રકમ મજૂર માધવને આપવામાં આવશે.
પન્નાની હીરાની ખાણોએ આ પહેલા પણ ઘણા મજૂરોનું નસીબ પળવારમાં બદલી નાખ્યું છે. ફરી એકવાર, એક મજૂરે પોતાના બાવડાના બળ અને મહેનતથી કરોડો લોકોની આશાઓ જગાવી છે. પન્નાની ભૂમિમાંથી દરરોજ આવા ઘણા સપનાં ઉભરે છે અને તે સાબિત કરે છે કે, મહેનત કરનારાની કદી હાર નથી થતી.
આ પણ વાંચોઃ ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની