એમિકસ ક્યુરી અને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે પરસ્પર સંમતિથી રોમાંસ અને સેક્સની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવે. તેમણે દલીલ કરી છે કે વર્તમાન કાયદો કિશોરો વચ્ચે સંમતિથી થતા રોમેન્ટિક સંબંધોને ગુનો માને છે. તેમનું માનવું છે કે આ તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. જો કે, કેન્દ્ર સરકારે તેનો સખત વિરોધ કર્યો છે.
એમિકસ ક્યુરી એવી વ્યક્તિ હોય છે, જે કોઈપણ કાનૂની કેસમાં પક્ષકાર નથી, પરંતુ તે કેસમાં કોર્ટને માહિતી કે સલાહ આપે છે. ઈન્દિરા જયસિંહ ‘નિપુણ સક્સેના વિરુદ્ધ ભારત સરકાર’ કેસમાં સુપ્રીમ કોર્ટને મદદ કરી રહ્યા છે.
ઈન્દિરા જયસિંહે પોક્સો અને આઈપીસીની કલમ 375ને પડકારી
ઈન્દિરા જયસિંહે POCSO અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 ને પડકારી છે. આ કાયદા હેઠળ 16 થી 18 વર્ષની વયના કિશોરો વચ્ચે જાતીય પ્રવૃત્તિઓને સંપૂર્ણ ગુનો જાહેર કરવામાં આવ્યો છે. ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે, સંમતિથી સેક્સની ઉંમર 16 થી વધારીને 18 વર્ષ કરવાનો કોઈ તર્કસંગત ડેટા નથી. 2013માં ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ પહેલાં પરસ્પર સંમતિની ઉંમર 70 વર્ષ માટે 16 વર્ષ હતી. તેમણે કહ્યું કે આજના સમયમાં કિશોરો સમય પહેલાં તરુણાવસ્થા પ્રાપ્ત કરે છે અને તેઓ રોમેન્ટિક અને જાતીય સંબંધો માટે સક્ષમ છે.
આ પણ વાંચો: 200 પોલીસની સુરક્ષા વચ્ચે બે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
કેન્દ્ર સરકારે સખત વિરોધ કર્યો
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે સંમતિની ઉંમર 18 વર્ષ સુધી ઘટાડી શકાતી નથી. કારણ કે તેનો હેતુ સગીરોને જાતીય શોષણથી બચાવવાનો છે, જે ઘણીવાર સંબંધીઓ દ્વારા કરવામાં આવે છે. જો કે, સરકારે એ પણ સ્વીકાર્યું કે કિશોરો વચ્ચે રોમેન્ટિક અને શારીરિક સંબંધોના કિસ્સાઓમાં કોર્ટ કેસની ગંભીરતાને આધારે તેની વિવેકબુદ્ધિ અનુસાર વિચારી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બંધારણીય માળખાને ટાંકીને કેન્દ્રએ કહ્યું કે વય મર્યાદામાં છૂટછાટ આપવાથી સંમતિથી જાતીય પ્રવૃત્તિની આડમાં બળાત્કાર જેવા ગુનાઓ વધશે.
એડિશનલ સોલિસિટર જનરલે શું કહ્યું?
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા, 1860 માં સહમતીથી સેક્સની ઉંમર 10 વર્ષ હતી. 1891 માં તેને વધારીને 12 વર્ષ કરવામાં આવી હતી. 1925 ના ભારતીય દંડ સંહિતા અને 1929 ના શારદા કાયદા (બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ) માં સુધારા હેઠળ તેને 14 વર્ષ કરવામાં આવી છે. 1940 માં ભારતીય દંડ સંહિતામાં સુધારા દ્વારા તેને 16 વર્ષ કરવામાં આવી હતી. 1978 માં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો. એ પછી, સંમતીથી જાતિય સંબંધ માટેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ, જે આજ સુધી લાગુ છે.
સરકારે ભાર મૂક્યો હતો કે બાળકો સાથે મોટાભાગના જાતીય ગુનાઓ તેમની આસપાસ રહેતા લોકો દ્વારા કરવામાં આવે છે. આમાં બાળકના પરિવારના સભ્યો, પડોશીઓ, સંભાળ રાખનારાઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. ત્યારે સંમતીથી સેક્સની ઉંમરમાં ઘટાડો કરવાથી વધુ સમસ્યા પેદાઓ થશે.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ
સ્ત્રી ની 21 વર્ષ ની ઉંમર કરવી જોઈએ
ભારત નેં ફરીથી ચૌદમી સદી તરફ ધકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો લાગે છે…
છોકરાં ની કોઈ પણ ઉંમર કરો તો ચાલશે પરંતુ મહિલાઓ ની સેક્સ સંબંધ ની ઉંમર છે એટલી જ રાખો અથવા છે એમાં બે વર્ષ વધારીને વીસ વર્ષ કરી નાખજો,
કેમ કે આપણો દેશ નરાધમ રાક્ષસી ઔલાદ નો દેશ બની ગયો છે જ્યાં હેવાનિયત અને હેવાનો ની એટલી સંખ્યા વધી રહી છે કે મહિલાઓ નું જીવન દુભર કરી નાખ્યું છે,
દેશમાં મહિલાઓ ની ઈજ્જત ની ધજ્જીયા ઉડાડવામાં આવી રહી છે,
સત્તાધિશો કાનુન ની ઈજ્જત ની ધજ્જીયા ઉડાડી રહ્યાં છે,
આંઠ આંઠ વર્ષ ની બાળકીઓ ઉપર નિવરુત પુલિસ વાળા સહિત ત્રણ ત્રણ પુલિસ વાળા અને અન્ય લોકો સાથે સાત આઠ લોકો મંદિર ની અંદર આંઠ આંઠ દિવસ સુધી નશાની દવા પીવડાવી ને પથ્થરો ની પિટી પિંકી ને મૌત ને ઘાટ ઉતારી દીધા પછી પ્રજા ગુનેગારો માટે રેલીઓ કાઢી ને છોડાવવા માટે રોડ ઉપર આવતી હોય તેવા દેશોમાં આવી સોળ વર્ષની ઉંમરે સેક્સ ની માંગણી બહું ઘાતકી લાગે છે,નારી શક્તિ ની પુજા અર્ચના કરનારો સમાજ જીવંત નારી ઉપર બર્બરતા પુર્વક હત્યાઓ કરી નાંખે છે,
ગુજરાત જેવા રાજ્યોમાં સગર્ભા સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર કરનાર અગિયાર નરાધમો નેં છોડી મૂકવામાં આવતા હોય તેવા દેશોમાં સ્ત્રી ની સેક્સ ની ઉંમર ઘટાડવાથી સ્ત્રી સાથે નાં અપમાન માં વધારો થશે..