ઉત્તરપ્રદેશના વારાણસીમાં થોડા દિવસ પહેલા એક મનુવાદીનો બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરના પોસ્ટર પર થૂંકતો વીડિયો વાયરલ થયો હતો. હવે એ મનુવાદી શખ્સને પોલીસે ઝડપી પાડી, બરાબરનો મેથીપાક ચખાડ્યા બાદ ડો.આંબેડકરનો ફોટો હાથમાં રખાવી ‘ડો.આંબેડકર જિંદાબાદ’ અને ‘જય ભીમ’ ના નારા લગાવડાવી પરેડ કરાવી છે. ચોંકાવનારી વાત એ છે કે, ડો.આંબેડકરનું અપમાન કરનાર આ શખ્સ ભીમ આર્મી સહિતના સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ ઘર છોડીને તેની સાળીના ઘરમાં છુપાઈને બેસી ગયો હતો. ફૂલપુર પોલીસની ટીમે તેને ઘરમાંથી દબોચી લીધો હતો.
ડો.આંબેડકરના ફોટા પર થૂંકનાર શખ્સનો વીડિયો સામે આવતાની સાથે જ આ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી શરૂ કરી હતી. બુધવારે, ભીમ આર્મીના જિલ્લા પ્રભારી લક્ષ્મીકાંત દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે, ફૂલપુર પોલીસે આરોપી વીરેન્દ્ર મિશ્રા ઉર્ફે બીરુ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 196(2) હેઠળ કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો
બુધવારે રાત્રે, પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે, ગુરુવાર સવાર સુધીમાં ધરપકડ ન થતાં લોકોનો ગુસ્સો વધુ ભડક્યો હતો. ત્યારબાદ સેંકડો લોકો બાબતપુર-જમાલપુર રોડ પર નથાઈપુર ચોકડી પર એકઠા થયા, રસ્તો રોકી દીધો અને વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
વિરોધીઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. રસ્તો રોકાયાની માહિતી મળતાં, વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. નથાઈપુર ચોકડી પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફુલપુર પોલીસ સ્ટેશન તેમજ સિંધોરા અને આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે હાજર હતી.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
આ વિરોધ પ્રદર્શનમાં ભીમ આર્મીના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ લવકુશ સાહની, કોંગ્રેસના જિલ્લા ઉપાધ્યક્ષ રાજીવ કુમાર રાજુ, ભૂતપૂર્વ બસપા જિલ્લા પ્રમુખ ઇ. નવીન ભરત, રૂપચંદ ભારતી, સતીશ કુમાર, લક્ષ્મીકાંત અને રાય સાહેબ વિદ્રોહી સહિત અનેક નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ ચોકડી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
नाम ==वीरेंद्र मिश्रा
स्थान=नाथापर बनारस उत्तर प्रदेशकाम
कुछ दिन पहले बाबा साहब अम्बेडकर जी के पोस्टर पर थूक रहे थे।शिकायत दर्ज करवाई गई तो फ़रार हो गए और अपनी साली के घर में जा छिपे पुलिस की टीम ने बड़ी आसानी से ढूंढ कर परेड करा दी।
ऐसा इलाज हो तो कोई ऐसे कृत्य करने की… pic.twitter.com/cBCTja25zG
— Er Aashish Singh (@AdvAashishSingh) January 3, 2026
સમગ્ર મામલે એસીપી પ્રતીક કુમારે જણાવ્યું હતું કે મામલાની ગંભીરતાને જોતાં સંબંધિત કલમો હેઠળ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે ચાર પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. ગઈકાલ રાતથી તેના સંભવિત છુપાવાના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપી તેની સાળીના ઘરમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો: ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે 7 સામે FIR













