જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની રિયાએ આત્મહત્યા કરી લીધી છે. તેના પરિવારનો આરોપ છે કે શાળામાં ફી બાકી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી અને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. જેના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હતું.
મામલો શું હતો?
13 વર્ષની રિયા પ્રતાપગઢ નજીકની ખાનગી શાળા કમલા શરણ યાદવ ઇન્ટર કોલેજમાં ધોરણ 9 ની વિદ્યાર્થીની હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે, તે ૮૦૦ રૂપિયા ફી જમા કરાવી શકી ન હતી. આ ઘટનાથી દુઃખી થઈને તેણે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.
ફી ભરી ન હોવાથી શાળા મેનેજમેન્ટે તેને વાર્ષિક પરીક્ષામાં બેસવા દીધી નહોતી. એ પછી અપમાનિત થઈને રિયા ઘરે આવે છે અને પંખા સાથે લટકીને આત્મહત્યા કરે છે. ઘટના સમયે રિયાની માતા ખેતરમાં કામ કરી રહી હતી. આ ઘટના બાદ રિયાના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે મેનેજર સંતોષ કુમાર યાદવ, આચાર્ય રાજ કુમાર યાદવ, પટાવાળા ધનીરામ અને ક્લાર્ક દીપક સરોજ અને એક અજાણ્યા શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આ કેસમાં તપાસ ચાલી રહી છે.
સરકાર પર ઉઠાવાયા પ્રશ્નો
આ ઘટના બાદ સ્થાનિક અને રાજકીય લોકો સરકાર અને વહીવટીતંત્રની નિષ્ફળતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. સરકાર અને વહીવટીતંત્ર માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે કે ગરીબીને કારણે એક દલિત દીકરી શિક્ષણથી વંચિત રહી ગઈ અને તેનું અપમાન કરાતા તેણે આત્મહત્યા કરી લીધી. માત્ર નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીના માનસપટ પર આ ઘટનાની કેટલી મોટી અસર થઈ હશે કે તેણે આવું અંતિમ પગલું ભરી લીધું. આ ઘટના આપણા સમાજમાં ગરીબી અને શિક્ષણના અભાવને કારણે થતી સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે.
ગામલોકોનું શું કહેવું છે?
ગ્રામ પંચાયતના સભ્ય મોહમ્મદ આરિફનું કહેવું છે કે, દીકરીને આત્મહત્યા સુધી દોરી જવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો શિક્ષણના નામે વિદ્યાર્થીનીઓનું અપમાન કરવામાં આવે છે, તો વહીવટીતંત્રે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગુનેગારોને સજા થવી જોઈએ જેથી શિક્ષણનો વેપાર કરનારાઓને સજા મળે અને બાળકોને સારું શિક્ષણ મળે.
આ પણ વાંચો: દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં
અનઘડ વહિવટી તંત્ર પાસે શું અપેક્ષા રાખશો? તેવાં
બુદ્ધિહીન લોકોને ગરીબ પરિવારની આત્મહત્યામાં જ રસ હોય છે! જેમકે 750 કિશાન આંદોલનકારીઓના મોત! જયભીમ જય સંવિધાન જય ભારત!