જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરમાં સેવા પૂજા કરવા ગયેલા સંજય પ્રવીણભાઈ ભટ્ટ નામના 47 વર્ષના કર્મકાંડી બ્રાહ્મણને સાઇલેન્ટ એટેક આવી જતા અચાનક મોત થઈ ગયું હતું. પ્રવીણભાઈને હાર્ટએટેક આવતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.
આ ઘટનાની મળતી વિગત મુજબ, જામનગરના ગાંધીનગર-મોમાઈ નગર વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના સંજયભાઈ અને તેમના નાના ભાઈ બ્રિજેશભાઈ ધ્રાફા ગામે આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરે ગત 14 મી તારીખે પોતાના માતા-પિતા સાથે સેવા પૂજા કરવા માટે ગયા હતા.
આ પણ વાંચો: ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી
એ દરમિયાન મંદિરમાં ઇલેક્ટ્રીક વાયરીંગ ન હોવાથી બંને ભાઈઓ ઈલેક્ટ્રીક વાયરીંગ ખેચી રહ્યા હતા.
એ વખતે સંજયભાઈને એકાએક ધ્રુજારી ઉપડી હતી અને તેઓ ઢળી પડતાં તેને બેશુદ્ધ અવસ્થામાં જામનગરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક સંજયભાઈના નાનાભાઈ બ્રિજેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળાના પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: એક ‘થીસિસ ચોર’ના નામે Teacher’s Day કેવી રીતે મનાવી શકાય?











Users Today : 54