મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે(Prithviraj Chauhans) મોદી સરકારે પાકિસ્તાન પર ચલાવેલા ઓપરેશન સિંદૂર(Operation Sindoor) પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે “ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે ભારતને ભારે નુકસાન થયું હતું, જેનું સંપૂર્ણ સત્ય છુપાવવામાં આવી રહ્યું છે.” તેમણે એમ પણ કહ્યું કે “ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કરારની મધ્યસ્થી કરી હતી, જેને વડા પ્રધાન સ્વીકારતા નથી.”
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ઓપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે, એટલે કે 7 મે, 2025 ના રોજ, ઘણા ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને ભારતને ભારે નુકસાન થયું હતું.
પૃથ્વીરાજ ચવ્હાણે આજ તકને આપેલા એક નાના ઇન્ટરવ્યૂમાં ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ સત્ય જાહેર થયું નથી. જ્યારે 7 મેના રોજ ઓપરેશન શરૂ થયું ત્યારે પાકિસ્તાને ઘણા ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા. પહેલા દિવસે ભારતને ભારે નુકસાન થયું હતું. જોકે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સ્વીકારે છે કે ભારતે કેટલીક વ્યૂહાત્મક ભૂલો કરી છે, પરંતુ તેઓ સંપૂર્ણ સત્ય જાહેર કરી રહ્યા નથી. આનાથી ભારતની વિશ્વસનીયતા ઓછી થઈ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ સ્વીકાર્યું છે કે ભારતને પહેલા દિવસે ભારે નુકસાન થયું હતું.”
આ પણ વાંચો: SC-ST અનામતને ‘આવકના આધારે’ કરવાનો તખ્તો તૈયાર?
સીઝફાયર મુદ્દે શું કહ્યું?
પૃથ્વીરાજ ચૌહાણે પોતાના નિવેદનમાં ભારતના પરાજય પાછળના કારણો સમજાવ્યા. તેમણે કહ્યું કે ચીને પાકિસ્તાની સેનાને મજબૂત બનાવી છે. પૃથ્વીરાજ ચવ્હાણે વધુમાં કહ્યું, “૧૦ મેના રોજ, જ્યારે ભારત જમીની સ્તર પર લડ્યું, ત્યારે તેને સફળતા મળી. પરંતુ પછી અચાનક યુદ્ધવિરામ થયું. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે યુદ્ધવિરામ કેમ થયો?”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો? ત્યારે પૃથ્વીરાજ ચવ્હાણે સંમતિ દર્શાવતા કહ્યું, “હા, આ સાચું છે.” તેમણે સ્વીકાર્યું કે ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ કરારમાં મધ્યસ્થી કરી હતી, જેને વડા પ્રધાન સ્વીકારી રહ્યા નથી.
આ પણ વાંચો: ‘બોલ, હું તારો બાપ છું…’ કહી શાકભાજી વેચતા દલિત યુવકને ફટકાર્યો
ભાજપે શું કહ્યું?
ભાજપે પૃથ્વીરાજ ચવ્હાણના નિવેદનની સખત નિંદા કરીને પ્રતિક્રિયા આપી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ તેમના X હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું, “કોંગ્રેસે ભારતીય સુરક્ષા દળો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ સેનાને નફરત કરે છે. સેનાનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ છે.”
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. જવાબમાં, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, આ ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો: બે પ્રોફેસરોએ દલિત વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવી દીધી











Aa desh j gunda na gath ma che