BJP અને RSS ના નેતાઓ તેમના તદ્દન વિચિત્ર અને હાસ્યાસ્પદ નિવેદનો માટે અનેકવાર લોકોની હાંસીનું પાત્ર બની ચૂક્યા છે. અગાઉ ઈતિહાસ ઉપરાંત વિવિધ વૈગ્નાનિક શોધોને લઈને પણ ભાજપ અને સંઘના નેતાઓના લોકોની ટીકાનો ભોગ બની ચૂક્યા છે ત્યારે હવે તેમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે(Rajasthan Governor Haribhau Bagde)એ શનિવારે એક રસપ્રદ દાવાનો ઉમેરો કર્યો છે.
બાગડેએ દાવો કર્યો હતો કે ૧૮૯૫માં મુંબઈના ચોપાટી ખાતે શિવકર બાપુજી તલપડે (Shivkar Bapuji Talpade) નામના એક ભારતીયે પહેલું વિમાન ઉડાડ્યું હતું. તેમના દાવા પછી, દેશમાં એક નહીં પણ ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમનો દાવો છે કે આ ઉડાન ૧૯૦૩માં રાઈટ બંધુઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉડાન પહેલાની છે અને એટલે વિમાનની શોધ રાઈટ બ્રધર્સે (Wright brothers) નહીં પરંતુ શિવકર બાપુજી તલપડે નામના એક વ્યક્તિએ કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બાગડેએ કહ્યું કે તલપડેએ આ જ્ઞાન મહર્ષિ ભારદ્વાજના પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાંથી મેળવ્યું હતું, જે તેઓ ચિરંજીલાલ વર્મા પાસેથી શીખ્યા હતા. રાજ્યપાલે એમ પણ કહ્યું કે કોપરનિકસે ન્યૂટન પહેલા ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો હતો, અને તે પહેલાં પણ ભાસ્કરાચાર્યે 11મી સદીમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપ મહત્તમ રાજ્યોમાં સત્તા મેળવી બંધારણ બદલવા માંગે છે
#Rajasthan governor #HaribhauBagde claimed that an Indian named Shivkar Bapuji Talpade flew the first aeroplane in 1895 at Chaupati of #Mumbai before the #Wrightbrothers flew their airplane in 1903.
Read more🔗https://t.co/ti1CJVzCAs pic.twitter.com/Q43AlAbAzv
— The Times Of India (@timesofindia) March 30, 2025
રાજ્યપાલે અજમેરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીના 12મા દીક્ષાંત સમારોહમાં કુલપતિ તરીકેના પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેકનોલોજી શીખવા વિનંતી કરી કારણ કે ભારત ફક્ત ટેકનોલોજીકલ પ્રગતિથી જ વિશ્વ નેતા બની શકે છે.
આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યે દલિત પરિવારની જમીન હડપ કરી લીધી?
વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “ભારત પાસે સમૃદ્ધ વૈજ્ઞાનિક પરંપરા છે, અને આધુનિક જ્ઞાનના અભિગમોને જોડીને, ભારત વિશ્વ નેતાનું સ્થાન પ્રાપ્ત કરશે. યુનિવર્સિટીના કુલપતિને કુલગુરુ કહેવા એ પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીના પુનઃસ્થાપન તરફનું એક પગલું છે. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી ઉત્તમ હતી, અને તે સમયે શિક્ષકને આચાર્ય કહેવામાં આવતા હતા. આચાર્યનું આચરણ સારું હતું, અને તેમની પાસે બીજાઓના ચારિત્ર્યને સુધારવાની ક્ષમતા પણ હતી.”
આ પણ વાંચોઃ ‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય
રાજસ્થાનના રાજ્યપાલનું સંબોધન એક રીતે આરએસએસ અને ભાજપના મનુવાદી એજન્ડાને જ આગળ ધપાવતું હતું, કેમ કે તેમાં મોટાભાગે પ્રાચીન ગ્રંથો, જેનો કોઈ વૈગ્નાનિક આધાર પુરાવો નથી અને બ્રાહ્મણો દ્વારા જ લખવામાં આવ્યા આવ્યા છે તેવા જ ગ્રંથોના રેફરન્સ ટાંકવામાં આવ્યા હતા. ભાજપ-સંઘના નેતાઓ આવા તથ્યહીન દાવાઓ કરીને અનેકવાર જાહેરમાં હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ચૂક્યા છે. ત્યારે તેમાં વધુ એક ઉમેરો થયો હોવાનું સૂત્રોનું કહેવું છે.
આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રી-ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ