CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી વકીલ રાકેશ કિશોરે પોતાની આ હરકત પર લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું છે. 6 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં એક શરમજનક ઘટના બની હતી. બ્રાહ્મણ વકીલ રાકેશ કિશોરે CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેને પકડી પાડ્યો હતો અને બહાર કાઢ્યો હતો. જતા જતા તેણે બૂમો પાડી હતી કે, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’
આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રાકેશ કિશોરને સસ્પેન્ડ કરી દીધો હતો. સસ્પેન્ડ કરાયા બાદ આ મનુવાદી શખ્સે સમાચાર એજન્સી ANI ને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, “મને ખૂબ દુઃખ થયું. ૧૬ સપ્ટેમ્બરના રોજ કોઈએ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. ગવઈ સાહેબે તેની મજાક ઉડાવી દીધી. તેમણે એવી મજાક કરી હતી કે, મૂર્તિને કહો કે તે પોતાનું માથું જાતે જોડી લે. પરંતુ અમે જોઈએ છીએ કે, આ જ ચીફ જસ્ટિસ બીજા બધાં ધર્મોની વિરુદ્ધ જે બીજા સમાજના લોકો છે, તેમની વિરુદ્ધ કોઈ કેસ આવે છે ત્યારે મોટા મોટા પગલાં લે છે.”
આ પણ વાંચો: સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
મનુવાદી વકીલ રાકેશે કિશોરે હલ્દવાની હિંસાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે કોઈ ચોક્કસ સમાજ દ્વારા કબજે કરાયેલી જમીન ખાલી કરવામાં આવી રહી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે જારી કર્યો હતો, જે આજ સુધી યથાવત છે.
તેણે વધુમાં કહ્યું, તેઓ આ બધું કરે ત્યારે બધું બરાબર, પરંતુ જ્યારે અમારા સનાતન ધર્મ સાથે સંબંધિત બાબતો, જેમ કે જલ્લીકટ્ટુ કે દહીં-હાંડીની ઊંચાઈ વગેરેની વાત આવે ત્યારે સુપ્રીમ કોર્ટ એક યા બીજા આદેશો પસાર કરી દે છે, જેનાથી મને ખૂબ દુઃખ થયું છે. જો તમે તે માણસને રાહત આપવા માંગતા નથી, તો ના આપો, પણ તેની મજાક પણ ન કરો.
મનુવાદી વકીલ રાકેશ કિશોરે કહ્યું કે, તે અહિંસામાં માને છે. તેની સામે અગાઉ કોઈ કેસ નથી, કે ન તો તે કોઈ જૂથ કે સંગઠન સાથે જોડાયેલો છે. આમ છતાં, તેણે આવું કેમ કરવું પડ્યું? તે આખા દેશે વિચારવું જોઈએ. તેણે એમ પણ કહ્યું કે તે એક શિક્ષિત માણસ છે અને સુવર્ણ ચંદ્રક વિજેતા છે. 6 ઓક્ટોબરની ઘટના દરમિયાન તે સંપૂર્ણપણે સભાન હતો, કોઈના પ્રભાવ હેઠળ નહોતો. તેણે કહ્યું કે, CJI બી.આર. ગવઈ સાથે તેણે જે કરવાનો પ્રયાસ કર્યો તેના માટે તેને કોઈ ડર કે અફસોસ નથી.
આ પણ વાંચો: CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!











Users Today : 1736