જૂનાગઢમાં સફાઈકર્મીઓની હડતાળ, તંત્ર કશું સાંભળતું નથી

જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈકર્મીઓ તેમની પડતર માગણીઓને લઈને છેલ્લાં પાંચ દિવસથી હડતાળ પર છે. હજુ સુધી તંત્રે તેમની વાત સાંભળી નથી.
junagadh sanitation worker strike

જૂનાગઢ (junagadh)મહાનગરપાલિકાના સફાઈ કામદારો(sanitation worker) દ્વારા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી હડતાલ(strike) હજુ પણ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોના પ્રમુખ વિજય વાળાએ કમિશનર, મેયર, અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, પરંતુ માંગણીઓ સંતોષાય નહીં હોવાથી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સફાઈ કામદારોએ તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી, જેમાં રોજમદાર કામદારોને કાયમી કરવા, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવા અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને કાયમી નોકરી આપવા માંગણી કરી છે.

મનપાના સવર્ણ પદાધિકારીઓએ હાથ ખંખેર્યા?

આ માંગણીઓ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રશ્નો નીતિ વિષયક હોવાથી રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ જ આ બાબતે આગળ વધી શકાય તેમ છે. જેથી આ મામલે યુનિયનના પ્રમુખે જણાવ્યું કે સમાજની કમિટી અને સફાઈ કામદાર કમિટી સાથે મળીને હાલ પૂરતી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં નગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ, તેમજ દિનેશભાઇ ચુડાસમા અને સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

બુધવારથી જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓનાં વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહી આવતા અગાઉથી જાહેરાત કરી હતી તે મુજબ અચોકકસ મુદતની હડતાલનો પ્રારંભ થયો હતો. સફાઈ કર્મચારીઓ દ્વારા પોતનાની વિવિધ માંગણીઓ સબબ આંદોલન ચાલી રહયું છે. ધરણા, સૂત્રોચ્ચાર, ડમ્પીંગ સાઈટને ઘેરાવ સહિતના કાર્યક્રમો આપવાનું નકકી કરાયું છે. અને મનપા તંત્રને પણ અલ્ટીમેટમ આપેલું છે.

આ પણ વાંચોઃ સેપ્ટિક ટેંકમાં ગૂંગળામણથી 4 સફાઈકર્મીના મોત, 2 ગંભીર

junagadh sanitation worker strike

300 જેટલા સફાઈકર્મીઓએ સૂત્રોચ્ચાર સાથે મનપા ગજવી

જૂનાગઢમાં મનપાના સફાઈ કામદાર કર્મચારી યુનિયન સ્વૈચ્છીક નિવૃતિ, કાયમી કર્મચારીનાં વારસદારોને નોકરી, ફિકસ પગારદારોને કાયમી કરવા, કોન્ટ્રાકટ કર્મચારીઓ તથા સખી મંડળોને ફિકસ કરવા કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવી, પેન્શન આપવા સહીતના વિવિધ પ્રશ્નો અંગે હડતાલ ચલાવી રહયું છે. 11 સપ્ટેમ્બરે ર૦૦થી વધુ સફાઈ કર્મચારીઓએ મનપા પ્રાંગણમાં ધરણા યોજી ‘કર્મચારી એકતા જિંદાબાદ, હમારી માંગે પુરી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતાં. યુનિયન દ્વારા કમિશ્નરને અચોકકસ મુદત સુધી હડતાળ અંગે આવેદન પાઠવ્યું હતું.

સફાઈકર્મીઓની માગણીઓ શું છે?

વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા તથા સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળાએ રોષ ઠાલવતા કહયું હતું કે, સફાઈ કામદારોને પુરતો પગાર અપાતો નથી, સ્વચ્છતા ક્રમાંક વખતે કર્મચારીઓનાં સન્માન કર્યા પરંતુ પુરસ્કારના રૂા. ૧૦ હજાર અપાયા નથી, સખી મંડળની બહેનોના બે માસ સુધી પગાર પણ થતા નથી. ડોર ટુ ડોર કોન્ટ્રાકટ આપ્યો તેમાં અગાઉ રપ લાખના બિલ બનતા હતા પરંતુ હવે તે એક કરોડથી પણ વધુ થાય છે, છતાં સફાઈકર્મીઓને તેનો કોઈ લાભ મળતો નથી.

વાલ્મિકી સમાજ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં સેનીટેશન શાખામાં ર૦૦ કર્મચારીઓને કાયમી કર્યા પરંતુ સફાઈ કામદારોને અન્યાય કરવામાં આવે છે. કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ લાવવા ખાસ સ્ટેન્ડીંગ કે જનરલ બોર્ડ બોલાવી નિર્ણય કરવા માંગ કરી હતી.

આ પણ વાંચોઃ પાડોશીના કૂતરાઓથી ત્રસ્ત દલિત સફાઈકર્મીએ આત્મહત્યા કરી?

junagadh sanitation worker strike

સતત પાંચમા દિવસે હડતાળ ચાલુ, તંત્રના આંખ આડા કાન

બાદમાં સફાઈ કર્મચારીઓએ ડમ્પીંગ સાઈટ પર પહોંચી કોન્ટ્રાકટર સામે વ્યથા ઠાલવી હતી. ગોધાવાવની પાટીમાં આવેલ સમાજની વાડીમાં ધરણા પર બેઠા હતાં. બહાઉદીન કોલેજ પાસે આવેલ ડમ્પીંગ સાઈટને ઘેરાવ કરવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા અચોકકસ મુદતની હડતાલનો પાંચમો દિવસ છે. અને જયાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલું રાખવામાં આવશે તેવા નિર્દેશો મળે છે.

આ પણ વાંચોઃ સફાઈકર્મીના સગીર પુત્રને જાતિવાદીઓએ થૂંક ચાટવા મજબૂર કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x