ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દીક્ષાધામ કેન્દ્ર દ્વારા સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ડો.બાબાસાહેબની ધમ્મક્રાંતિને પ્રેરણાબળ મળે એ હેતુથી સંઘની વિવિધ પ્રવૃતિઓના એક પ્રદર્શન અને સાહિત્ય પ્રચારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા 22 અને 23 સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા ખાતે રોકાણ કરવામાં આવ્યું હતું. જેમાં ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન અને ધમ્મચારીની અનોમસુરી ઉપસ્થિત રહ્યા હતા.
દીક્ષાધામ કેન્દ્રની ટીમ જેમાં ધમ્મચારી મિત્રસેનજી, ધ.મિત્ર ત્રિકમ સાહેબ, ધ.મિત્ર દેવસુત, ધ.મિત્ર રામજીભાઈ, ધ.મિત્ર વિનયચિત્ત ધ.મિત્ર ગણબંધુ, ધ.મિત્ર ત્રિરત્ન, ધ.મિત્ર જે.એમ. પરમાર વગેરે 23મીએ સવારે સંકલ્પભૂમિ પર પહોંચી આવ્યાં હતાં. ત્યાં આપણાં પ્રદર્શન મંડપ પર તૈયારીઓ કરી હતી અને સમગ્ર દિવસ માટે રોકાયા હતાં. તેમનાં કાર્યમાં નિરંતર ધમ્મ પ્રેરણાની ઊર્જા જોવા મળતી હતી. પવિત્ર સંકલ્પભૂમિમાં ગઈ કાલથી લોકોનો આવવાનો ધસારો ચાલુ થઈ ગયો હતો. આજે સવારથી દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. લોકોમાં સ્વયંશિસ્ત જોવા મળતી હતી. ખુબ સાંકડી જગ્યામાં પણ હજારો લોકો પોતાની ભાવના વ્યકત કરી રહ્યાં હતાં.
બૈદ્ધ માન્યતા મુજબ બોધિસત્વ અવલોકિતેશ્વરની જેમ જગતના દુઃખી અને પીડિત લોકોને જોઇ આંસુ વહ્યા અને આ કરુણા દ્વારા દુઃખી લોકોને મદદગાર થવા બોધિસત્વ તારાની શક્તિ ઉત્પન્ન થઈ હતી. એ જ પ્રકારે આધુનિક ભારતમાં શોષિત, દુઃખી અને પીડિત લોકોને જોઈ પૂજ્ય બાબા સાહેબના પણ આંસુ વહ્યા હતાં. અને ત્યાં તેમને કરૂણા સંભર હૃદયે બોધિસત્વની પ્રતિજ્ઞા કરી હતી કે “હું આ શોષણ અને દુઃખનો કાયમી અંત લાવીશ”.સંકલ્પ ભૂમિ પર બાબા સાહેબના લાખો અનુયાયીઓએ બાબા સાહેબની સંકલ્પનાને પોતાના જીવન સાથે જોડાયેલી અત્યાચાર અને જાતિવાદ સમસ્યાને છોડાવવા બૌદ્ધ ધમ્મ સ્વીકાર કરવાના સંકલ્પ પર વિચારવા મજબૂર કર્યા હતાં.
આ પણ વાંચો: થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા
“દીક્ષાધામ ગુજરાત”ના મંડપ પર અનેક લોકોએ મુલાકાત લીધી હતી. ત્યાં ગોઠવાયેલ પ્રદર્શન નિહાળ્યું હતું. આ કઠિન પરિસ્થિતિમાં ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘના સમર્પિત અને સંકલ્પબધ્ધ ધમ્મચારી અને ધમ્મમિત્રનું પુણ્યાનુમોદન કર્યું હતું. અને દીક્ષાધામ ગુજરાતના કાર્યને બિરદાવ્યું હતું. મુલાકાત બાદ લોકો તરફથી શ્રધ્ધાપૂર્વક ₹ 5300/- નું રોકડ ધમ્મદાન મળ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમને સ્ફળ બનાવવા દીક્ષાધામના ધમ્મચારી અને ધમ્મમિત્રોએ ખુબ જ પરિશ્રમ કર્યો હતો.
ખાસ કરીને ધમ્મમિત્ર રમણભાઈ ડોડીયા (વડોદરા)નો ખુબ જ સાથે સહકાર મળ્યો હતો. તેઓ શારીરિક રીતે બીમાર હોવા છતાં હિમ્મતપૂર્વક દરેક બાબતોમાં મદદ કરી હતી. પત્રિકા કમ્પોઝ અને સાહિત્ય પૂરું પાડવા માટે ધ.મિત્ર કિરીટ શ્રીપાલ, ધ.મિત્ર કુમારજય અને પ્રિન્ટિંગ માટે એ.એસ. પરમાર તથા ભાવિન પરમાર (વડોદરા) એ મદદ કરી હતી. ગાઝિયાબાદ દિલ્હીથી પધારેલ ધમ્મચારીની પ્રજ્ઞાકીર્તિ અને ધમ્મચારી સુકૃતીસિદ્ધિ તેમજ ધમ્મચારીની અમોઘદર્શીની, ધમ્મચારી અમૃતભદ્ર, ધમ્મચારી જીનાસિદ્ધી, ધમ્મમિત્ર જસરાજ આનંદ, આયુ. જસરાજ ઝેન,આયુ. KD મૌર્ય (કચ્છ) વગેરેએ પ્રદર્શન માણ્યું હતું અને મંડપ પરિસરમાં પોતાનો સમય આપ્યો હતો.
મંડપ તથા અન્ય આયોજન માટે ધમ્મમિત્ર ત્રિશરણ જી, ધમ્મમિત્ર મહેન્દ્ર બૌદ્ધ, ધમ્મમિત્ર સુગત શાક્ય, ધમ્મમિત્ર જનાર્દન ગાયકવાડ, ધમ્મમિત્ર જશોદા બહેન, ધમ્મમિત્ર લતા ગાયકવાડ, ધમ્મમિત્ર સ્મિતાબહેન, ધમ્મમિત્ર હીરાબેન તથા ધમ્મમિત્ર જ્યોત્સના (અમદાવાદ) વિગેરેનો સહકાર મળ્યો હતો. ધમ્મચારી રત્નાકર અને ધમ્મચારી નાગઘોષ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પડતા રહ્યાં હતાં.
રિપોર્ટઃ ધમ્મચારી આનંદશાક્ય
આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો















Users Today : 1746