ગાંધીનગરના શેરથામાં મંદિરની 500 કરોડની જમીન ગાયબ થઈ ગઈ!

ગાંધીનગરના શેરથા ગામે નરસિંહજી મંદિરની જમીન અધિકારીઓ-ભૂમાફિયાઓએ મિલીભગત કરી બારોબાર વેચી દઈને રૂ. 500 કરોડનું કૌભાંડ આચર્યું.
Gandhinagar Scam of temple land

ગાંધીનગરના શેરથામાં આવેલા શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટની આશરે રૂ. 500 કરોડની કિંમતની 37 એકર (149919 ચો.મી.)  જેટલી જમીનમાં સ્થાનિક ભૂમાફિયાઓ અને સરકારી અધિકારીઓએ મિલીભગત કરીને વેચી મારી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદમાં કાયદા વિરુદ્ધનો મહેસૂલ હુકમ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રીને ન્યાયિક તપાસ કરાવીને ભૂમાફિયાઓના પર્દાફાશ કરવા માટે અરજી કરી છે.

નરસિંહજી મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સર્વે નં. 716, બ્લોક નં. 1227 પૈકી, રી-સર્વે મુજબ 638 અને 707 નંબરની આ જમીન વર્ષ 1951-52થી ટ્રસ્ટની માલિકી અને કબજામાં છે. આ જમીન બાબતે ગુજરાત મહેસૂલ પંચમાં ગણોત કેસ પણ પેન્ડિંગ છે.ટ્રસ્ટની અરજી મુજબ, આ કેસ પેન્ડિંગ હોવા છતાં તત્કાલિન મામલતદાર દ્વારા ભૂમાફિયાઓ સાથે મિલીભગત કરીને વર્ષ 2019માં કાયદા વિરુદ્ધનો હુકમ કર્યો હતો. આ હુકમથી, દેવસ્થાન ઈનામ નાબૂદી ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને, જમીનના રેકોર્ડમાં જૂની શરતના કનિ ધારણકર્તાના વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આદિવાસી દંપતી કમાવા શહેર ગયું, જાતિવાદીઓએ ઘર-જમીન વેચી મારી

આ નામ દાખલ થતાની સાથે જ, વારસદારોએ તાત્કાલિક આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.જેને મામલતદારે મંજૂર પણ કરી દીધો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નરસિંહજી મંદિર ટ્રસ્ટને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી કે ટ્રસ્ટને પક્ષકાર પણ બનાવવામાં આવ્યો ન હતો. ટ્રસ્ટના આક્ષેપ મુજબ, તત્કાલિન મામલતદાર અને આ વેચાણ લેનારાઓએ ખોટા હુકમો કરીને મંદિરની ૩૭ એકર જમીનને ખાનગી માલિકીની ઠેરવી રૃપિયા ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યું છે.

આ જમીન પર પહેલેથી જ ટ્રસ્ટનો કબ્જો છે ત્યારે મામલતદાર, વચેટિયાઓ અને વેચાણ લેનારાઓએ જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રામજનોને આ વાતની જાણ થઈ હતી. ત્યારબાદ, ટ્રસ્ટે તાત્કાલિક સક્ષમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસના પરિણામે, કલેક્ટર દ્વારા વેચાણ દસ્તાવેજોની નોંધો નામંજુર કરવામાં આવી હતી. જોકે, મહેસૂલ વિભાગના સચિવ (વિવાદ)ની કોર્ટમાં વેચાણ લેનારાની તરફેણમાં મનાઈ હુકમ સ્ટે આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાજપ MLA એ ગેરકાયદે રીતે આદિવાસીઓની 1173 એકર જમીન ખરીદી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x