ઉત્તરપ્રદેશમાં જ્યારથી આરએસએસ-ભાજપ પ્રેરિત યોગી આદિત્યનાથની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એકેય તહેવાર શાંતિથી પૂર્ણ થયો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. આ વખતે હોળીના તહેવાર પહેલા અહીંના શાહજહાંપુરમાં 67 જેટલી મસ્જિદોને લાટ સાહેબ શોભાયાત્રા પહેલા તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી હતી. જેથી હિંદુત્વવાદીઓ મસ્જિદો પર રંગ ન ઉડાડે અને કોમી તોફાનો ન થાય. પરંતુ તેમ છતાં અહીં તોફાન અને પથ્થરમારો થયો છે.
મળતી માહિતી મુજબ અહીંના દરેક જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી હોળી-ધૂળેટી અને શુક્રવારની નમાજની ઉજવણી શાહજહાંપુરમાં કેટલાક હુમલાખોરોના કારણે રમખાણોમાં ફેરવાઈ ગઈ અને પથ્થરમારો થયો. એ પછી પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર્યા હતા.
શાહજહાંપુરમાં ત્રણ જગ્યાએ શોભાયાત્રા દરમિયાન તોફાનીઓએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. એ પછી પોલીસે તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો અને માર માર્યો. આ બબાલ સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેરનીબાગ વિસ્તારમાં થઈ હતી. આ સિવાય બડે લાટ સાહબની શોભાયાત્રા દરમિયાન RAF ની ટુકડીએ ઘંટાઘર ખાતે તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
શાહજહાંપુરમાં દર વર્ષે કાઢવામાં આવતી લાટ સાહેબની શોભાયાત્રા અંગે આ વખતે રમઝાન મહિનાની શુક્રવારની નમાજને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી હતી. હિંદુત્વવાદી તોફાની તત્વોની બીકના કારણે રસ્તા પરની મસ્જિદોને પહેલેથી જ તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી હતી. મુસ્લિમ સમાજે નમાઝનો સમય પણ લંબાવ્યો હતો.
એ પછી હોળીને લઈને નીકળતી બડે લાટ સાહેબની શોભાયાત્રા કડક સુરક્ષા વચ્ચે કાઢવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન પથ્થરમારો થયો હતો અને અંધાધૂંધી મચી ગઈ. એ પછી પોલીસે હોળી રમી રહેલા લોકોને લાકડીઓથી ફટકાર્યા હતા. એ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. પોલીસના લાઠીચાર્જને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો
લાટ સાહેબની શોભાયાત્રા દરમિયાન સદર બજાર પોલીસ સ્ટેશન હેઠળના ખીરની બાગ ક્રોસિંગ પાસે લાઠીચાર્જની ઘટના બની હતી. અહીં શોભાયાત્રામાં ચાલી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો. પોલીસે હોળી રમતા લોકો અને શોભાયાત્રામાં ભાગ લેનારાઓને દોડાવી દોડાવીને માર્યા. એ પછી લોકોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
यूपी के हर जिले में शांतिपूर्ण चल रहा होली और जुमे की नमाज का आयोजन शाहजहांपुर में कुछ हुड़दंगियों के कारण बवाल में बदल गया। पुलिस पर पथराव किया गया तो आएएफ ने भी लाठीचार्ज कर हुड़दंगियों को खदेड़ा और दौड़ा-दौड़ाकर पीटा भी।#holi #Holi#Holi2025 pic.twitter.com/SIX1HKDdmE
— yogesh hindustani (@yogeshhindustan) March 14, 2025
આ ઉપરાંત ચોક પોલી સ્ટેશન વિસ્તારમાં કાચા કટરા વળાંક પર બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બે પક્ષો વચ્ચે મોટી મારામારી થઈ હતી અને એકબીજાને જોરદાર માર માર્યો હતો. ખાસ વાત એ હતી કે સ્થળ પર હાજર પોલીસકર્મીઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા હતા.
એવું કહેવાય છે કે જ્યારે લાટ સાહેબની શોભાયાત્રા સદર બજાર પોલીસ સ્ટેશન નજીક પંખી ચોકથી ઘંટાઘર તરફ આગળ વધી ત્યારે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ અને RAF ની ટુકડીઓએ ભીડને આગળ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. RAF આવતાની સાથે જ લોકોએ જૂતા, ચંપલ ઈંટો અને પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું. જેના જવાબમાં RAF ની ટીમે પણ લાકડીઓથી લોકોને મારવાનું શરૂ કરી દીધું. ઘણા તોફાનીઓને પોલીસે દોડાવી દોડાવીને માર્યા હતા. એ રીતે ઘંટા ઘર પર ઉભેલા તોફાનીઓને પોલીસે લાકડીઓથી આગળ ખદેડ્યા હતા.
તેવી જ રીતે, RAF એ ખિરનીબાગ ક્રોસિંગ પર ભારે લાઠીચાર્જ કર્યો. અહીંથી પસાર થતા મોટરસાઈકલ ચાલક નિર્દોષ લોકો પણ RAFનું નિશાન બન્યા. એક બાઈક સવારને પોલીસે સાવ કારણ વિના જ લાકડીઓ ફટકારી. એ વ્યક્તિ પોલીસના ડરને કારણે બાઈક મૂકીને સાઈટમાં જતી રહે છે, તો પણ એક પોલીસવાળો આવીને તેની બાઈકને નુકસાન કરે છે. આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ પણ વાંચો: શાહજહાંપુરમાં હોળી પહેલા 67 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવી પડી
*ભારત સેક્યુલર અને લોકશાહી દેશ છે તો, સાંપ્રદાયિકતાને શા માટે વેગ આપવામાં આવે છે?