Shani Shingnapur scam: મહારાષ્ટ્રના પ્રખ્યાત શનિ શિંગણાપુર મંદિર(Shani Shingnapur Temple)માં ફંડમાં મોટા પાયે ગેરરીતિ(Scam)ના આરોપો લાગ્યા છે. ચેરિટી કમિશનર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ બાદ મંદિરમાં કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંદિર ટ્રસ્ટે કથિત રીતે યાદીમાં 2,447 નકલી કર્મચારીઓ દર્શાવ્યા હતા. જેની મદદથી તેઓ પગારમાં છેતરપિંડી કરતા હતા. નકલી દાન એપ્લિકેશન્સ દ્વારા કરોડો રૂપિયાનો પણ ખુલાસો થયો છે.
મુખ્યમંત્રીએ વિધાનસભામાં સ્પષ્ટતા કરવી પડી
વિધાનસભામાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંદિરમાં થયેલા કૌભાંડ વિશે જણાવ્યું હતું કે, “લોકો પાસેથી દાન એકઠું કરવા માટે એક નકલી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દાન ઘણા ખાનગી ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.”
મુખ્યમંત્રીએ કહ્યું, “આ મામલો કોઈના અંગત લાભ માટે લોકોની આસ્થાના દુરૂપયોગનો પણ છે. ધર્મના નામે લોકોની શ્રદ્ધા સાથે ચેડાં કરવાને સહન કરવામાં નહીં આવે. લોકસેવક ગણાતા ટ્રસ્ટીઓની મિલકતની તપાસ કરવામાં આવશે.”
આ પણ વાંચોઃ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકી 3 પૂજારીઓએ ઘંટથી માર્યો
ટ્રસ્ટની હોસ્પિટલમાં 327 કર્મચારી બતાવ્યા, નીકળ્યા માત્ર 13
વિધાનસભામાં ચેરિટી કમિશનરના રિપોર્ટનું ઉદાહરણ આપતા ફડણવીસે કહ્યું કે ટ્રસ્ટની હોસ્પિટલમાં 327 કર્મચારીઓ દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 13 જ અકલી હોવાનું જાણવા મળ્યું. 109 રૂમવાળા ભક્ત નિવાસમાં 200 થી વધુ કર્મચારીઓ કામ કરતા દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ હકીકતે ત્યાં માત્ર થોડા જ કર્મચારીઓ હાજર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પાર્કિંગ, સફાઈ અને અન્ય ઘણી જગ્યાએ પણ ડઝનબંધ નકલી કર્મચારીઓ મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ લો બોલો! જાહેર શૌચાલય પર કબ્જો જમાવી તેને મંદિર બનાવી દીધું
Criminal Offence will be registered against the trustees involved in the Shani Shingnapur scam. Misuse of Faith for corruption will not be tolerated.
शनि शिंगणापुर येथील शनि मंदिराच्या विश्वस्थांनी केलेल्या घोटाळ्यासंदर्भात फौजदारी गुन्हा दाखल करून देवाच्या नावाने भ्रष्टाचार… pic.twitter.com/ra4tgmtxGR
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 11, 2025
મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી
ઉલ્લેખનીય છે કે, શનિ શિંગણાપુર મંદિરમાં થયેલા કૌભાંડને લગતો આ મામલો ધારાસભ્ય વિઠ્ઠલ લાંઘે અને સુરેશ ધાસે વિધાનસભામાં ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે ગૃહને ખાતરી આપી હતી કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.
શનિ શિંગણાપુર વિશેની લોકવાયકાઓ ટ્રસ્ટીઓએ જ ખોટી પાડી
શનિ શિંગણાપુર મંદિર વિશે જાતભાતની લોકવાયકાઓ પ્રચલિત થયેલી છે. એક લોકવાયકા એવી પણ છે કે, શિંગણાપુર ગામમાં શનિદેવ હાજરાહાજૂર છે અને તેમના પ્રતાપે આજની તારીખે પણ ગામમાં કોઈ વ્યક્તિ તેના ઘરના બારણે તાળું મારતું નથી અને છતાં કદી ચોરી નથી. શનિદેવની બીકે તસ્કરો અહીં કદી ચોરી કરવાની હિંમત કરતા નથી. જો કે, આ લોકવાયકાને ખુદ શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓએ જ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ખોટી સાબિત કરી દીધી છે. જો કે, આ કૌભાંડ બહાર આવ્યા પછી પણ લોકોની આ મંદિર પ્રત્યેની આસ્થામાં કોઈ ઓટ આવે તેવી શક્યતા નથી.
આ પણ વાંચોઃ દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી
सभी मंदिर की तलाशी होनी चाहिए।