જાતિવાદી તત્વો કઈ હદે દલિતોને નફરત કરે છે તેનો આ મામલો છે. એક ગામમાં 12 વર્ષનો એક છોકરો ભૂલથી સવર્ણ મહિલાઓના ઘરમાં ઘૂસી ગયો હતો. જેનાથી એ મહિલાઓને એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે, તેમણે દલિત છોકરાને સજા કરવાના હેતુથી તેને ગૌશાળામાં પૂરી દીધો હતો. આ ઘટનાથી દલિત છોકરાને મનમાં એટલું બધું ખોટું લાગી ગયું હતું કે, તેણે આપઘાત કરી લીધો હતો.
મામલો હિમાચલ પ્રદેશના પાટનગર શિમલાનો છે. અહીં એક 12 વર્ષના દલિત છોકરાએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. એવો આરોપ છે કે કેટલીક કથિત ઉચ્ચ જાતિની મહિલાઓએ તેને તેમના ઘરમાં ઘૂસવા બદલ ગૌશાળામાં બંધ કરી દીધો હતો. આનાથી વ્યથિત થઈને છોકરાએ ઝેર પીને આપઘાત કરી લીધો હતો.
છોકરો તેના પલંગમાં બેભાન હાલતમાં મળી આવ્યો
પોલીસ ફરિયાદ મુજબ, દલિત કિશોર 16 સપ્ટેમ્બરની સાંજે તેના પલંગમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના પિતા તેને રોહરુના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા, જ્યાંથી તેને શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન છોકરાનું મૃત્યુ થઈ ગયું. ફરિયાદીએ જણાવ્યું હતું કે ડોક્ટરોએ ખાતરી આપી હતી કે તેમના દીકરાએ કોઈ ઝેરી પદાર્થ ખાધો હતો.
ઝેરી પદાર્થ ખાઈને આપઘાત કર્યો
મૃતક કિશોરના પિતાએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમની પત્નીએ તેમને જણાવ્યું હતું કે તેનો દીકરો રમતી વખતે ભૂલથી ‘ઉચ્ચ જાતિ’ની મહિલાઓના ઘરમાં ગયો હતો. ત્યારબાદ, ત્રણ કથિત સવર્ણ મહિલાઓએ બાળકને જાતિસૂચક અપશબ્દો કહીને તેને ગૌશાળામાં બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીની જાતિ પૂછીને બ્રાહ્મણ શિક્ષકે એટલો માર્યો કે બેભાન થઈ ગયો
આ મહિલાઓએ કથિત રીતે કહ્યું હતું કે તેમના દીકરાએ તેમના ઘરને અપવિત્ર કરી નાખ્યું છે. તેમણે સજા તરીકે દલિત પરિવાર પાસેથી બકરી પણ માંગી હતી. મૃતક કિશોરના પિતાનો આરોપ છે કે સવર્ણ મહિલાઓની આ હેરાનગતિથી છોકરાને ખૂબ જ આઘાત લાગ્યો હતો, જેના કારણે કોઈ ઝેરી પદાર્થ ખાઈને તેણે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ કેસમાં આરોપી મહિલાઓ સામે FIR નોંધી છે. જોકે, હાઈકોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા છે.
ઘટનાને લઈને સ્થાનિક દલિતોમાં ભારે રોષ
આ ઘટના બાદથી, સ્થાનિક દલિતો અને દલિત શોષણ મુક્તિ મંચે આરોપીઓ સામે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે માંગ કરી છે કે પોલીસ તાત્કાલિક આરોપી મહિલાઓની SC/ST એક્ટ હેઠળ ધરપકડ કરે. દલિત શોષણ મુક્તિ મંચે ચેતવણી પણ આપી છે કે જો આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકોને એકઠા કરશે અને એક વિશાળ જન આંદોલન શરૂ કરશે.
અનુસૂચિત જાતિ આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો
આ ઘટનાના છેક રાષ્ટ્રીય સ્તરે પડઘા પડતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવીરસિંહ સુખ્ખુએ પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ મામલે રાજ્યના અનુસૂચિત જાતિ આયોગે પણ પોલીસ પાસે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ ગઈકાલે બુધવારે શિમલાના વિલ્લિજ પાર્કમાં અનેક દલિત સંગઠનોની બેઠક યોજાઈ હતી અને આટલા ગંભીર મામલો છતાં એટ્રોસિટીની ફરિયાદમાં સવર્ણ મહિલા આરોપીઓને જામીન આપી દેવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
SC આયોગના ચેરમેને શું કહ્યું?
આ મામલે એસસી આયોગના ચેરમેન કુલદીપ કુમાર ધીમાને જણાવ્યું હતું કે, પોલીસે શરૂઆતમાં SC/ST (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ કેસ નોંધવો જોઈતો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કાયદા હેઠળ કેસ નોંધવામાં નિષ્ફળતાને કારણે આરોપીઓને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.
Shame on us A 12yr old boy commits suicide after getting abused for being Dalit caste and playing with a Rajput boy at Limra village in Roharu block of Shimla Distt of Himachal Pradesh on 16.09.2025. pic.twitter.com/1Y335eqza1
— DrRavindra Kumar (@ravikadamb) September 30, 2025
તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પીડિત પરિવારને કાનૂની જોગવાઈઓ અનુસાર વળતર આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાજિક દુષણોને નાબૂદ કરવા માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે અને 21મી સદીમાં પણ આવી ઘટનાઓ બને તે અત્યંત શરમજનક છે.
આ પણ વાંચો: કડીમાં ઠાકોર યુવકે 13 વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું












Users Today : 1746
Hindu jatankvadi che ane aatankvadi ni paidash che tene kadak ma kadak saja thavi joe a,,,, parantu,,,,, SC samaj na MLA,, MP,,,, namala,,, che,,, etele ava atyaachaar thay che,,,