ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું

special story: ગુજરાતમાં વર્ષ 2025-26માં 2.40 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. 341 ટકાનો વધારો થયો.
Gujarat school dropout numbers

special story: ગુજરાતમાં સરકારી શિક્ષણનું સ્તર કઈ હદે કથળી ચૂક્યું છે તે હવે કોઈનાથી છૂપું નથી. ખાનગીકરણને પ્રોત્સાહન આપી સામાન્ય માણસને ફરી મનુવાદી ગુલામીની સ્થિતિમાં લાવી દેવાની ભાજપની સરકારની પોલ હવે ખૂલી ચૂકી છે. ગુજરાતમાં સરકારી શિક્ષણ ખાડે ગયું છે અને ભાજપના જ નેતાઓ ખાનગી સ્કૂલો ખોલીને કરોડોની કમાણી કરતા થઈ ગયા છે.

એકબાજુ સરકાર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા થાય છે. બીજી તરફ જમીની વાસ્તવિકતા તદ્દન જુદી છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં દર વર્ષે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટની ટકાવારી વધતી જાય છે. હાલમાં જ સામે આવેલા આંકડાઓ તેનો વધુ એક પુરાવો છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ અધવચ્ચે જ શાળામાંથી ભણતર છોડ્યું છે.

આ પણ વાંચો: શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?

ડ્રોપ આઉટ રેટમાં 341 ટકાનો વધારો

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચાઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે અન્ય રાજ્યોની સરખામણીમાં સ્થિતિ સુધરી નથી રહી. ચિંતા ઉપજાવે તેવી વાત તો એ છે કે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2024-25માં 54 હજાર 451 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી જે આંકડો 2025-26માં વધીને 2.40 લાખને પાર કરી ગયો છે.

2199 કરોડ ખર્ચ્યા પછી પણ શિક્ષણની અધોગતિ

આ આંકડાઓ ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં આપ્યા છે. એટલે ભાજપના નેતાઓ તે ખોટા હોવાનો દાવો કરી શકે તેમ નથી. ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે ગુજરાતમાં 2.40 લાખ  વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્કૂલ એટલે કે શાળા બહાર છે. સમગ્ર શિક્ષા યોજના પાછળ ગુજરાતમાં કુલ 2199 કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકાર શાળા પ્રવેશોત્સવ યોજે છે, છતાં વિદ્યાર્થીઓ કેમ ભણતર છોડી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે.

આ પણ વાંચો: ભારતમાં સાક્ષરતા દરમાં થયેલી વૃદ્ધિના પ્રમાણમાં વાંચન કેમ ન વધ્યું?

આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના છે તે સરકાર પણ જાણે છે. આજે સ્થિતિ એ છે કે, સરકારી શાળાઓમાં સારા વર્ગખંડ નથી, પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી, પરિણામે નાછુટકે વાલીઓએ તેમના બાળકોને ભાજપના જ નેતાઓએ શરૂ કરેલી ખાનગી શાળાઓમાં મોંઘી ફી ફરીને મૂકવા મજબૂત થવું પડે છે. સવાલ એ થાય કે, વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા છે, તો આ કરોડો રૂપિયાનું બજેટ જાય છે ક્યાં?

શિક્ષણ મામલે ગુજરાત પછાત રાજ્યોની હરોળમાં પહોંચ્યું

એમાં કોઈ શંકા નથી કે ગુજારતનું શિક્ષણ ગુજરાત મોડેલના ભાર નીચે કચડાઈ ગયુ છે. ગુજરાતમાં આજે 1,05,020 વિદ્યાર્થીઓ શાળાની બહાર છે, જે શિક્ષણ વિભાગની નિષ્ફળતા સૂચવે છે. ભારતમાં સ્કૂલ ડ્રોપઆઉટ મામલે ગુજરાત મોખરે છે. શિક્ષણના ફિલ્ડમાં ગુજરાત પછાત રાજ્યોની હરોળમાં પહોંચી ગયું છે. દેશમાં શાળા બહાર બાળકોની કુલ સંખ્યામાંથી 28 ટકાથી વધુ બાળકો ગુજરાતના છે. બે લાખથી વધુ બાળકોએ અધવચ્ચેથી ભણતર છોડી દીધું છે. જે સાબિત કરી છે કે, ગુજરાત સરકાર રાજ્યમાં શિક્ષણ મામલે નિષ્ફળ ગઈ છે.

આ પણ વાંચો: 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x