સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનુસૂચિત જનજાતિની મહિલાને પણ તેના ભાઈઓની જેમ પૈતૃક મિલકતમાં સમાન હિસ્સો મેળવવાનો અધિકાર છે. જસ્ટિસ સંજય કરોલ અને જોયમલ્યા બાગચીની બેંચે અનુસૂચિત જનજાતિની મહિલા ધૈયા અને અન્યોના કાનૂની વારસદાર રામ ચરણ દ્વારા દાખલ કરાયેલી સિવિલ અપીલને સ્વીકારતા આ ચુકાદો આપ્યો હતો.
બેન્ચે કહ્યું, “જ્યાં સુધી કાયદામાં બીજો કોઈ ઉલ્લેખ ન હોય ત્યાં સુધી, મહિલા વારસદારને મિલકતના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. તેનાથી ફક્ત લિંગ વિભાજન અને ભેદભાવ વધે છે, જેનો કાયદાએ ઉકેલ લાવવો જોઈએ.
બેન્ચે તેના 17 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, એવું લાગે છે કે માત્ર પુરૂષોને પોતાના પૂર્વજોની સંપત્તિ પર ઉત્તરાધિકાર આપવા અને મહિલાઓને ન આપવા માટે કોઈ તર્કસંગત સંબંધ કે વાજબી વર્ગીકરણ નથી..
આ પણ વાંચો: દલિત રીક્ષાચાલકની પુત્રી પહેલીવાર ફ્લાઈટમાં બેઠી અને મોત મળ્યું
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. બંધારણની કલમ 15(1) જણાવે છે કે રાજ્ય ધર્મ, જાતિ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કરાશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કલમ 38 અને 46 સાથે બંધારણના સામૂહિક ચરિત્રને પ્રતિબિંબિત કરે છે જે ખાતરી આપે છે કે સ્ત્રીઓ સામે કોઈ ભેદભાવ ન થાય. બેન્ચે હિન્દુ ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ, 2005 દ્વારા હિન્દુ કાયદા હેઠળ લેવામાં આવેલા પગલા પર પણ ભાર મૂક્યો, જેણે પુત્રીઓને સંયુક્ત પરિવારની મિલકતમાં સહ-વારસદાર બનાવી.
બેન્ચે કહ્યું કે, એ સાચું છે કે સ્ત્રી ઉત્તરાધિકારની આવી કોઈ પ્રથા સ્થાપિત નથી કરી શકાઈ. પરંતુ તો પણ એ પણ એટલું જ સાચું છે કે, તેનાથી વિપરીત કોઈ પર્થા જરા પણ સાબિત નથી કરી શકાઈ. એવામાં જ્યારે પ્રથા મૌન છે, ત્યારે અપીલકર્તા (ધૈયાના વારસદારો) ને તેના પિતાની મિલકતમાં હિસ્સો આપવાથી ઈનકાર કરવો તેના ભાઈઓ અથવા તેના કાયદેસરના વારસદારોના તેમના પિતરાઈ ભાઈ સાથે સમાનતાના તેના અધિકારોનો ભંગ થશે.
કોર્ટે એમ પણ કહ્યું કે રીતિરિવાજોની ચર્ચામાં, નીચલી અદાલતો એ ખોટી ધારણા પર આગળ વધી કે પુત્રીઓને કોઈપણ પ્રકારના વારસા માટે હકદાર ન માનવામાં આવે અને અપીલકર્તા-વાદી પાસે તેને વિપરીત સાબિત કરવાની અપેક્ષા રાખવામાં આવી.
આ પણ વાંચો: 9 વર્ષના દલિત બાળકની હત્યા કરી લાશ બાવળે લટકાવી દીધી