Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!

મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિને કારણે અપમાનિત કરતા હતા. પણ સુધીરે Chamar Studio ખોલી જાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી.
chamar studio

Chamar Studio Success Story: કલ્પના કરો, એક ચમાર જાતિમાંથી આવતા છોકરાને જાતિવાદી તત્વો તેની જાતિનું નામ લઈને સતત ખીજવે છે, હેરાન કરે છે. યુવક મોં નીચું કરીને તેમની આ હરકતો સતત સહન કર્યે જાય છે. પણ પછી એક દિવસ તે તેની જાતિના નામ પરથી જ એક પ્રોડક્ટ બનાવીને તેને વેચવાનું શરૂ કરે છે. એ બ્રાન્ડને એટલી સફળતા મળે છે કે, દુનિયાની સૌથી મોટી પોપ સુપરસ્ટાર રિહાના તે બ્રાન્ડના સોફાનો ઉપયોગ કરે છે અને તેને પ્રમોટ કરે છે. જે જોઈને જાતિવાદી તત્વો બળીને રાખ થઈ જાય છે.

વાત થઈ રહી છે ધ ચમાર સ્ટુડિયો (chamar studio) અને તેના સ્થાપક સુધીર રાજભર(Sudhir rajbhar)ની, જેમણે જે જ્ઞાતિનું નામ લઈને જાતિવાદીઓ તેમને ખીજવતા હતા, તેને જ વૈશ્વિક બ્રાન્ડ બનાવીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. જાતિવાદી તત્વો સુધીર રાજભરની આ સફળતા જોઈને અંદરથી બળીને રાખ એટલા માટે થઈ જાય છે, કારણ કે તેમણે ચમાર(Chamar)ને એક જાતિસૂચક શબ્દ તરીકે ઉપયોગ કર્યો હતો અને સુધીર રાજભરે તેને જ વૈશ્વિક બ્રાન્ડ બનાવી દીધી. હાલમાં જ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મુંબઈના ધારાવી સ્થિત ચમાર સ્ટુડિયોની મુલાકાત લીધી હતી અને સુધીર રાજભર અને તેમની પ્રતિભાના ભરપૂર વખાણ કર્યા એ પછી ધ ચમાર સ્ટુડિયો અને સુધીર રાજભર નવેસરથી ચર્ચામાં આવ્યા છે ત્યારે તેમના વિશે ચર્ચા કરવી જરૂરી બની જાય છે.

ભારતનું બંધારણ કહે છે કે કોઈ વ્યક્તિને તેની જાતિ દ્વારા બોલાવવો જોઈએ નહીં, પરંતુ તેમ છતાં લોકો આવું કરે છે. જાહેરમાં દલિત વ્યક્તિનું અપમાન કરવામાં આવે છે. પણ સુધીર રાજભર એવી વ્યક્તિ છે જેણે તેના અને તેની જ્ઞાતિના અપમાન માટે વપરાતા શબ્દને બિઝનેસ આઈડિયામાં પરિવર્તિત કરીને વર્લ્ડ ક્લાસ બ્રાન્ડ બનાવી દીધી છે.

આ પણ વાંચોઃ Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

chamar studio
ચમાર સ્ટુડિયોની વિવિધ પ્રોડક્ટ, જેની કિંમત જેવા તેવાને પોસાય તેમ નથી. બ્રાન્ડ હૈ ભાઈ!

સુધીરે દેશમાં દલિતો માટે વપરાતા ‘ચમાર’ શબ્દનો ઉપયોગ કરીને મુંબઈના ધારાવીમાં ‘ચમાર સ્ટુડિયો’ શરૂ કર્યો અને આજે તે કરોડોનું ટર્નઓવર ધરાવે છે. તે ફેશનેબલ બેગ સહિત બીજી અનેક ચીજવસ્તુઓનું પ્રોડક્શન કરે છે.

કોણ છે સુધીર રાજભર?

સુધીર રાજભર ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે. સુધીર નાનપણમાં જ્યારે પણ ગામમાં જતા ત્યારે કથિત સવર્ણ જાતિના તત્વો તેમને અપમાનિત કરવા તેમની ચમાર જાતિને લગતા અપશબ્દો કહેતા. એ ઘટનાએ સુધીરના મગજમાં ઘેરી અસર કરી હતી. એ પછી તેઓ મુંબઈમાં આવ્યા અને ઉછર્યા. અહીં તેમણે ડ્રોઈંગ અને પેઈન્ટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું.

ગામમાં અપમાનજનક શબ્દ સાંભળ્યા પછી, સુધીરે જ્ઞાતિ શબ્દ ‘ચમાર’ માટેનું સન્માન પાછું લાવવા માટે તેને બ્રાન્ડ કરવાનું નક્કી કર્યું. ચમાર જ્ઞાતિના લોકો ગુજરાત સહિત ભારતભરમાં ચામડાને લગતું કામ કરે છે. તેથી સુધીરે ચામડાનું કામ શરૂ કર્યું અને ચમાર (Chamar Brand) નામની બ્રાન્ડ બનાવી.

આ પણ વાંચો: એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

chamar studio
ચમાર હવે જાતિસૂચક ગાળ નહીં, વૈશ્વિક બ્રાન્ડ છે.

સુધીર રાજભરે વર્ષ 2018માં ચમાર સ્ટુડિયો શરૂ કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, “મેં મુંબઈમાં મોટાભાગે દલિત મોચી સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ ફૂટપાથ પર પોતાનો લગાવીને કામ કરે છે. જ્યારે ધીમે ધીમે ચમાર સ્ટુડિયોનું કામ વધવા લાગ્યું, ત્યારે હું ધારાવીની કેટલીક ટેનરીમાં ચામડાના કારીગરોને મળ્યો. એ પછી ફેશનેબલ હેન્ડ બેગ અને ટોટે બેગ બનાવવાનું શરૂ કર્યું. આજે ચમાર સ્ટુડિયો 1500 રૂપિયાથી લઈને 10,000 સુધીની ચામડાની પ્રોડક્ટ વેચે છે.”

શરૂઆતમાં સુધીર રાજભર કાપડની થેલીઓ બનાવતા હતા. પછી તેમણે લોકોમાં ‘ચમાર’ શબ્દ માટે આદર સ્થાપિત કરવાનું નક્કી કર્યું. ચમાર સ્ટુડિયો લોકોને એ સમજવાનું સરળ બનાવી રહ્યો છે કે ચમાર એ જાતિ નથી પણ એક વ્યવસાય છે. સુધીરના ચમાર સ્ટુડિયોના ઉત્પાદનો નાના સ્ટોરથી લઈને ઘણા મોટા શોરૂમોમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં તે લાખો સોફાનું ઉત્પાદન કરી ચૂક્યું છે.

જાતિવાદીતત્વોનો જીવ બળીને રાખ થઈ જાય તેવી વાત એ છે કે, દુનિયાની સૌથી મોટી પોપ સુપરસ્ટાર રિહાન્ના ધ ચમાર સ્ટુડિયોની ગ્રાહક છે અને તેનો સોફો વાપરે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ

chamar studio
દુનિયાની સૌથી મોટી પોપ સ્ટાર રિહાન્ના ‘ધ ચમાર સ્ટુડિયો’નો સોફો વાપરે છે.

આજે ચમાર સ્ટુડિયોના ઉત્પાદનો અમેરિકા, જર્મની અને જાપાન સહિત અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. તેમની પોતાની એક સોશિયલ મીડિયા ટીમ પણ છે જે ઓનલાઈન બ્રાન્ડિંગ અને માર્કેટિંગનું કામ કરે છે. સુધીરે Chamar Haveli નામથી પણ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેના માટે તેમણે રાજસ્થાનમાં એક 300 વર્ષ જૂની હવેલી ખરીદી છે. હાલ તેનું સમારકામ ચાલી રહ્યું છે. સુધીર આ હવેલીને એક એવી જગ્યા બનાવવા માંગે છે જ્યાં દુનિયાભરના કલાકારો આવીને રોકાઈ શકે. તેઓ પોતે એક પેઈન્ટર હોવાથી આ વિચાર આવવો સ્વાભાવિક છે.

રાહુલ ગાંધીએ ચમાર સ્ટુડિયો વિશે શું લખ્યું?

હાલમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચમાર સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. એ પછી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોતાની પોસ્ટમાં લખ્યું, “ચમાર સ્ટુડિયોના સુધીર રાજભર ભારતના લાખો દલિત યુવાનોના જીવન અને સફરને મૂર્તિમંત કરે છે. તેઓ અત્યંત પ્રતિભાશાળી, વિચારોથી ભરપૂર અને સફળતાના ભૂખ્યા છે. તેમના સમાજના અન્ય ઘણા લોકોથી વિપરીત તેમને પોતાનું નેટવર્ક ઉભું કરવાની તક મળી. તેમણે ધારાવીના કારીગરોના છુપા કૌશલ્યોને સમજ્યા અને એક એવી બ્રાન્ડ બનાવી જેને વૈશ્વિક સ્તરે ફેશનના સૌથી પ્રતિષ્ઠિત ગલિયારોંમાં આદર સાથે સ્થાન આપવામાં આવે છે.”

chamar studio
રાહુલ ગાંધીને બેગ બતાવતા સુધીર રાજભર

રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, “ચમાર સ્ટુડિયોની સફળતા દર્શાવે છે કે પરંપરાગત કારીગરી અને આધુનિક ઉદ્યોગસાહસિકતા સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે, જેથી કુશળ કારીગરોને પણ એ સફળતામાં હિસ્સો મળી શકે. આજે ધારાવીમાં સુધીર અને તેમની ટીમ સાથે કામ કરીને મેં સમાવેશી ઉત્પાદન નેટવર્કના મહત્વની સમજ મેળવી, જે તમામ ક્ષેત્રોના કુશળ કામદારોને આગળ ધપાવે છે.”

સુધીર રાજભરનું મોડેલ કારગર નીવડી રહ્યું છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સુધીર રાજભરના વખાણ કરતા આગળ લખ્યું, “મને લાગ્યું કે સુધીર માટે તેમનું જ્ઞાન અને અનુભવ અન્ય લોકો સાથે શેર કરવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તેથી હું સુલતાનપુરથી અમારા મિત્ર રામચેત મોચીને તેમને મળવા લઈ ગયો હતો. અહીં અમે સમજ્યા કે કેવી રીતે ડિઝાઈન અને નવા વિચારો વ્યવસાયને બદલી શકે છે. મેં લોકસભામાં વાત કરી હતી કે કેવી રીતે સમૃદ્ધ ભારતનું નિર્માણ ફક્ત “ઉત્પાદન અને ભાગીદારી” દ્વારા જ કરી શકાય છે. ચમાર સ્ટુડિયોની સફળતા દર્શાવે છે કે આ મોડેલ કારગર છે અને મને આશા છે કે, આપણે સમગ્ર ભારતમાં આ પ્રકારના મોડેલને અપનાવી શકીએ છીએ.”

chamar studio
સુધીર રાજભરની આ તસવીર અને પડછાયાના અનેક અર્થ છે

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ સુધીર રાજભર અને ધ ચમાર સ્ટુડિયો દેશભરમાં છવાઈ ગયા છે. એ ત્યાં સુધી કે કટ્ટર મનુવાદી ગણાતા ડિજિટલ પ્લેટફોર્મ ધ લલ્લનટોપે પણ સુધીર રાજભરનો ઈન્ટરવ્યૂ કરવો પડ્યો હતો. આ ચેનલ અને તેના કર્તાહર્તા સૌરભ દ્વિવેદી મોટાભાગે બ્રાહ્મણ સમાજના લોકોને જ નોકરી આપે છે અને અનામતની ટીકા કરવાનો એક મોકો ચૂકતી નથી. આવી ઘોર મનુવાદી ચેનલે પણ માર્કેટની માંગ જોઈને સુધી રાજભરનો ઈન્ટરવ્યૂ કર્યો છે. મનુવાદીઓએ જ્યારથી રેહાન્ના ચમાર સ્ટુડિયોનો સોફો વાપરતી હોવાનું જાણ્યું ત્યારથી તેમની આંખો પહોળી થઈ ગઈ છે. આ ચમાર સ્ટુડિયોનો પાવર છે.

આ પણ વાંચો: ‘નાલંદા તેના સમયની હાર્વર્ડ, ઓક્સફર્ડ અને નાસા હતી…’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*ચમાર બ્રાન્ડ સ્પેશિયાલિસ્ટ બુદ્ધિશાળી સુધીર રાજભર ને હાર્દિક અભિનંદન સાથે સરાહનીય કામગીરીને એક આસમાની સલામ! જાતિ-જ્ઞાતિ કોઈનાં બાપની માલિકીની નથી, પરંતુ નપુંસકોનુ દુષ્કર્મ હોય છે, કે જાતિને કમજોર કરવાનું કામ કરે છે. જે ભારતીય સભ્યતા માટે શર્મનાક છે! શર્મસાર છે! જયભીમ!
જય સંવિધાન! જય ભારત!

શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x