શિક્ષણ જગતમાં ચોક્કસ જાતિના લોકો સદીઓથી વગર અનામતે 100 ટકા અનામત ભોગવે છે. દેશની મોટાભાગની યુનિઓ, શાળા, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓના પ્રોફેસરો, ડીન ઉપરાંત શિક્ષણ વિભાગના મહત્વના હોદ્દાઓ પર નજર કરશો તો તમને એક ચોક્કસ જાતિના જ લોકોની બહુમતી જોવા મળશે. આ એ લોકો છે, જેઓ અન્ય કોઈ જાતિની વ્યક્તિ શિક્ષણ જગત પરની તેમની 100 ટકા અનામતાં ભાગ પડાવે તે ગમતું નથી. જો તેમની જાતિ સિવાયની કોઈ વ્યક્તિ જાતમહેનતે શિક્ષણ જગતમાં મહત્વના હોદ્દે પહોંચી પણ જાય, તો લોકો તેને હટાવવા માટે જાતભાતના પેંતરા કરવા માંડે છે અને આ ઘટના તેનો વધુ એક પુરાવો છે.
ઘટના શું છે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ હતી જેમાં એક વ્યક્તિ કોમ્પ્યુટર અને ફાઇલો સાથે જમીન પર બેસીને કામ કરી રહી છે. આ વ્યક્તિ આંધ્ર પ્રદેશની SVV યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રવિ વર્મા છે. ડૉ. વર્મા દલિત સમાજમાંથી આવે છે. આરોપ છે કે યુનિવર્સિટીના એક પ્રોફેસરે તેમની ખુરશી હટાવી દીધી હતી, જેના વિરોધમાં તેમણે જમીન પર બેસીને કામ કરવાનું શરૂ કર્યું હતું.
ડૉ. વર્મા 20 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કરામ કરે છે
આ મામલો આંધ્રપ્રદેશની શ્રી વેંકટેશ્વર વેટરનરી યુનિવર્સિટીની ડેરી ટેકનોલોજી કોલેજનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉ. વર્માને અહીં વર્ષ 2005માં કોન્ટ્રાક્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની પાસે નિયમિત આસિસ્ટન્ટ પ્રોફેસર જેવી જ જવાબદારી હતી, પરંતુ કોન્ટ્રાક્ટ પર હોવાને કારણે તેમને ખૂબ ઓછો પગાર મળતો હતો. તેઓ 5 વર્ષ સુધી આ રીતે કામ કરતા રહ્યા. દર 6 મહિને તેમનો કોન્ટ્રાક્ટ 2-3 દિવસના અંતરે રિન્યુ થતો હતો. પરંતુ તેઓ કોન્ટ્રાક્ટ પર જ કામ કરતા રહ્યા.
વર્ષ 2010માં, યુજીસીએ ‘સમાન કામ માટે સમાન વેતન’ આપવાનો નિયમ લાગુ કર્યો. પરંતુ આ સૂચના પછી પણ ડૉ. વર્માના પગારમાં કોઈ ફેરફાર ન થયો. તેથી તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં ફરિયાદ કરી.
યુનિવર્સિટીએ ડૉ.વર્માને કોર્ટમાં અયોગ્ય ગણાવ્યા
વર્ષ 2014માં હાઈકોર્ટે ડૉ. વર્માના પક્ષમાં ચુકાદો આપ્યો અને યુનિવર્સિટીને તેમને સમાન પગાર આપવાનો નિર્દેશ આપ્યો. પરંતુ, યુનિવર્સિટીએ કહ્યું કે ડૉ. વર્મા સમાન પગાર મેળવવા માટે લાયક નથી, કારણ કે તેમણે UGC NET પરીક્ષા પાસ કરી નથી અને પસંદગી સમિતિ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ગોડસેના વખાણ કરનાર પ્રોફેસરને પ્રમોશન આપી સીધા ડીન બનાવાયા
મીડિયા રિપોર્ટ અનુસાર, SVV યુનિવર્સિટીએ વર્ષ વર્ષ 2012-13માં 150 થી વધુ ફેકલ્ટીની ભરતી કરી છે જે NET ક્વોલિફાઈડ નથી, છતાં તે બધાને પુરો પગાર અને પ્રમોશન મળી રહ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ‘સમાન કામ માટે સમાન વેતન’ (2016) ના નિર્ણય અને આંધ્ર હાઈકોર્ટના નિર્દેશ છતાં ડૉ. વર્માને સમાન પગાર ન મેળવી શક્યા. ઓક્ટોબર 2024 માં ડૉ. વર્માએ આ સમગ્ર મામલાની ફરિયાદ યુનિવર્સિટીના કુલપતિને કરી હતી. તેમને કાર્યવાહીનું આશ્વાસન પણ મળ્યું હતું, પરંતુ ફાઇલ હજુ પણ અટવાયેલી છે.
ડો. વર્માની ખુરશી ગુમ કરી દેવાઈ
હાલમાં જે મામલો ચગ્યો છે તે ડૉ.વર્માની ખુરશી ગુમ થવાનો છે. મળતી માહિતી મુજબ, યુનિ.માં નવી ખુરશી આવી હતી, જેમાંથી એક ખુરશી ડૉ. વર્માને પણ આપવામાં આવી હતી. પરંતુ 19 જૂને જ્યારે તેઓ રજા પર હતા, ત્યારે એસોસિયેટ ડીન ડૉ. રેડ્ડીએ તેમની ખુરશી ગુમ કરાવી દીધી હતી અને કહ્યું હતું કે તે કોઈ બીજા વિભાગની છે.
બીજા દિવસે તેમની જગ્યાએ એક કામચલાઉ ખુરશી મૂકી દેવામાં આવી હતી. ડૉ.વર્માએ આ ઘટનાને અપમાનજનક અને ભેદભાવપૂર્ણ ગણાવીને પોતાનો સામાન જમીન પર મૂકી દીધો અને કામ કરવા લાગ્યા. તેમના આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુલપતિના હસ્તક્ષેપ બાદ મામલો ઉકેલાઈ ગયો છે. પરંતુ ફેકલ્ટી મેમ્બરોએ કહ્યું કે ડો.વર્માની ખુરશી ગુમ કરી દેવી તે જાણીજોઈને ભરવામાં આવેલું પગલું હતું. યુનિવર્સિટી સામે 20 વર્ષથી તેઓ પોતાના હક માટે લડી રહ્યાં હોવાથી તેમની સાથે આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
#Casteism At SV Veterinary University’s Dairy Tech College in Andhra Pradesh, Dalit Assistant Professor Dr. Ravi faces caste discrimination. The principal allegedly removed chairs from his office, forcing him to work while sitting on the floor. This is institutional humiliation. pic.twitter.com/dc0atVkZGU
— The Dalit Voice (@ambedkariteIND) June 23, 2025
ડૉ.વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો
ડૉ. વર્માએ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને તેમના 2 દાયકાના સંઘર્ષ વિશે ફરિયાદ કરી છે. તેમણે માંગ કરી છે કે કોર્ટના આદેશને કારણે તેમને આટલા સમયથી બાકી રહેલું એરિયર વેતન પણ મળવું જોઈએ. તેમણે પત્રમાં લખ્યું છે કે હવે તેમની પાસે આ લડાઈ ચાલુ રાખવા જેટલા પણ પૈસા બચ્યા નથી.
આ પણ વાંચો: દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં