પેરિયારની ભૂમિ તમિલનાડુ(Tamil nadu)માં દલિતો પોતાના સામાજિક અધિકારીઓને લઈને જાગૃત થઈ રહ્યાં છે છતાં કેટલાક ગામોમાં આજે પણ દલિત સમાજના લોકો મંદિરોમાં જવાની લાલચ રોકી શકતા નથી. એકબાજુ સવર્ણ હિંદુઓ તેમને હિંદુ ગણતા નથી અને તેમને હડધૂત કરી મંદિરમાં પ્રવેશતા અટકાવે છે, છતાં આ લોકોને પરાણે હિંદુ બનવું છે. છેલ્લાં 15 દિવસમાં જ સવર્ણ હિંદુઓ દ્વારા દલિતોને મંદિરમાં પ્રવેશતા અટકાવવાની ત્રણ ઘટનાઓ બની છે. પણ આ ઘટના તેમાં કેટલીક રીતે અપવાદ છે, કેમ કે અહીં સવર્ણ હિંદુઓની દાદાગીરી છતાં પોલીસે તેમનું કશું સાંભળ્યું નહોતું અને દલિતોને મંદિરમાં પ્રવેશ અપાવી કાયદા અને બંધારણનું પાલન કર્યું હતું.
આ પણ વાંચોઃ પોલીસની હાજરી છતાં દલિત વરરાજાને મંદિરમાં ન ઘૂસવા દીધા
ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીં નમક્કલ જિલ્લાના વીસણમ ગામમાં ચાલી રહેલા વાર્ષિક ઉત્સવ દરમિયાન સવર્ણ હિંદુઓએ ગામના દલિતોને મંદિરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના મંગળવારે બની હોવાનું જાણવા મળે છે. અહીં મહાશ્રી મરિયમ્માન મંદિરમાં વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો હતો. જેમાં ભાગ લેવા માટે કેટલાક દલિતો પણ પહોંચ્યા હતા. જો કે મંદિરમાં હાજર સવર્ણ હિંદુઓએ (ખાસ કરીને સવર્ણ હિંદુ મહિલાઓએ) દલિત સમાજના લોકોનો વિરોધ કરી તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ 14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું
સ્થાનિક તમિલ મીડિયાનો દાવો છે કે સવર્ણ હિંદુઓએ દલિતોને આ મંદિરમાં પૂજા કરવાને બદલે પોતાનું અલગ મંદિર બનાવવા કહ્યું હતું. એ પછી તેમણે કંબમ (મંદિરના ઉત્સવ દરમિયાન ઓળખ માટે લગાવવામાં આવતો સ્તંભ) પણ કાઢીને કૂવામાં ફેંકી દીધો હતો. જેના કારણે ગામમાં તણાવ વધી ગયો હતો. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રે દલિતોને સુરક્ષા પૂરી પાડી મંદિરમાં પ્રવેશ અપાવ્યો હતો.
આ પણ વાંચોઃ દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું
ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિરનું સંચાલન રાજ્ય સરકારના હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HRCE) બોર્ડ દ્વારા કરવામાં આવે છે, તેથી તે જાહેર સંપત્તિ છે અને દરેકને તેમાં પ્રાર્થના કરવાનો અધિકાર છે. એ પછી પણ સવર્ણ હિંદુઓએ દલિતોનો વિરોધ ચાલુ રાખ્યો હતો. પણ પોલીસ અને વહીવટીતંત્રે કાયદાનો ડર અને બંધારણની જોગવાઈઓનો હવાલો આપીને બધાંની બોલતી બંધ કરી દીધી હતી અને દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો.
એ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ટાળવા માટે પોલીસે દલિતોને સુરક્ષા પૂરી પાડી હતી અને તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. દલિતો મંદિરમાં પ્રવેશ્યા એ પછી પણ અનેક સવર્ણ હિંદુ મહિલાઓએ દલિતોના મંદિર પ્રવેશનો વિરોધ ચાલુ રાખ્યો હતો પણ પોલીસે કોઈનું સાંભળ્યું નહોતું અને કાયદાનો ડર બતાવીને બધાંને કાયદામાં રહેવા સાનમાં સમજાવી દીધા હતા.
આ પણ વાંચોઃ ‘કોમરેડ’ કન્હૈયાએ મંદિરમાં પૂજા કરી, મનુવાદીઓએ મંદિર ધોયું
સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ ઉત્તર ભારતમાં ખાસ કરીને યુપીમાં વધુ બનતી હોય છે અને ત્યાં મોટાભાગે પોલીસ બંધારણીય જોગવાઈઓ અને કાયદાને બાજુ પર રાખી દઈને સવર્ણ હિંદુઓના પક્ષમાં રહીને નિર્ણયો લેતી હોય છે અને દલિતોને તેમના બંધારણીય હક મુજબ મંદિરમાં પ્રવેશ અપાવવાને બદલે તેમને મંદિરમાં જતા કેમ અટકાવવા તે દિશામાં પ્રયત્નો કરતી હોય છે. પણ તમિલનાડુની પોલીસે કાયદાના દાયરામાં રહીને કામ કર્યું હતું. અહીં મામલો મંદિરમાં પ્રવેશીને હિંદુ સાબિત થવા કરતા વધુ બંધારણીય હકોના રક્ષણનો છે.
આ પણ વાંચોઃ વાવના કલ્યાણપુરામાં મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતોનો બહિષ્કાર
*નીચતા ઉપર ઉતરતા લોકોને ધર્મ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી કેમકે હવે દેશને ગીરવે ન મૂકવો હોય તો
ભારતનાં બંધારણનો ખુબ અભ્યાસ કરવો પડશે એમાં કોઈ બેમત નથી. ધન્યવાદ!
*ઘર તૂટે બુલડોઝરથી મંદિર પ્રવેશ મળે સંવિધાનથી!
મનુવાદી બ્રાહ્મણવાદી વિચારધારાને ઉખેડી નાખવાની
દલિત મહાશક્તિ પેદા થાય તેવી હિંમત કરો!