અમદાવાદ પ્લેન ક્રેશમાં દેવીપૂજક કિશોર મૃત્યુ પામ્યો છતાં વળતર ન મળ્યું

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ચાની કિટલી ચલાવતા 14 વર્ષના દેવીપૂજક કિશોરનું પણ મોત થયું છે. છતાં તેને પ્લેન ક્રેશના અન્ય મૃતકો જેમ વળતર નહીં મળે.
ahmedabad plane crash

ભારત દેશમાં ગરીબ અને પૈસાદાર લોકોના જીવની કિંમત પણ જુદીજુદી છે. સરકાર પણ આ મામલે જાણે ભેદભાવ કરતી હોય તેમ પૈસાદારોના મામલામાં તરત કાર્યવાહી કરે છે પરંતુ ગરીબોના મામલામાં બેદરકારી દાખવી છટકી જાય છે. આવું જ કંઈક અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા એક દેવીપૂજક કિશોરના કેસમાં પણ બન્યું છે.

ahmedabad plane crash

અમદાવાદ પ્લેન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં 14 વર્ષના દેવીપૂજક સમાજના કિશોર આકાશ પટણીનું પણ મોત થયું છે. છતાં સરકાર દ્વારા તેને વળતર મળ્યું નથી. 14 વર્ષના આકાશની માતા સીતાબહેન અકસ્માતવાળી જગ્યાએ ચાની દુકાન ચલાવતા હતા. 12 જૂને જ્યારે વિમાન મેડિકલ કોલેજ પરિસરમાં ક્રેશ થયું ત્યારે આકાશ તેની માતાને જમવાનું આપવા ગયો હતો. તે સૂતો હતો ત્યારે વિમાન ક્રેશ થતા આગ લાગી હતી અને તેમાં આકાશ પણ ઝપટમાં આવી ગયો હતો અને તેનું મોત થયું હતું. તેની સીતાબહેને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેઓ પણ અડધા દાઝી ગયા હતા. તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: મોટાભાગના વિમાન અકસ્માતો Landing અને Take off વખતે જ કેમ થાય છે?

ahmedabad plane crash

પ્લેન ક્રેશ થતા મોત મળ્યું છતાં વળતર ન મળ્યું

હાલ એર ઈન્ડિયાની માલિક ટાટા કંપની દ્વારા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનારા તમામને રૂ. 1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ડોક્ટરોને પણ વળતર આપવાનું કહ્યું છે. પરંતુ ચાની કિટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર કિશોરને વળતર આપ્યું નથી. જેને લઈને જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો છે. હકીકતે પ્લેન ક્રેશ થયું તેના કારણે જ આકાશ પટણીનો જીવ ગયો છે, એટલે એક રીતે એર ઈન્ડિયા જ તેના માટે જવાબદાર ગણાય. કેમ કે, તેના કારણે નિર્દોષ વ્યક્તિ કારણ વિના મોતને ભેટી છે. હવે જ્યારે વળતર આપવાની વાત આવી ત્યારે કંપનીએ હાથ ઉંચા કરી દીધાં છે.

પુત્રને બચાવવા જતા માતા પણ ગંભીર રીતે દાઝી ગયા

આકાશના પિતા સુરેશ પટણીએ જણાવ્યું છે કે, તેમને સોમવારે મોડી રાત્રે આકાશનો મૃતદેહ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે તેના મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકે તેમ ન હોવાથી અમે મંગળવારે સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. મારી પત્ની સીતાબહેન પટણી, જે દુર્ઘટનામાં અડધી દાઝી ગઈ હતી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે ધીમેધીમે સ્વસ્થ થઈ રહી છે, તેની સર્જરી કરાવી પડી હતી. ડૉક્ટરોએ આશ્વાસન આપ્યું છે કે તેની તબિયત સુધરી રહી છે. પરંતુ તેને ક્યાં સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે તે ખ્યાલ નથી.’

હજુ સુધી વળતર માટે કોઈએ અમારો સંપર્ક કર્યો નથીઃ સુરેશ પટણી

સુરેશ પટણીએ જણાવ્યું કે, ઘોડા કેમ્પમાં ચાલતી ચાની દુકાન જ અમારા પરિવારની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતી. હું રિક્ષા ચલાવી પરિવારને મદદ કરું છું. પ્લેન ક્રેશ થયું તેમાં મારો 14 વર્ષનો દીકરો મોતને ભેટ્યો. પ્લેન કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને વળતરની જાહેરાત કરી છે પરંતુ આટલા દિવસો બાદ પણ અમને અધિકારીઓ તરફથી કોઈ વળતર આપવામાં આવ્યું નથી. વળતર ક્યારે મળશે-મળશે કે નહીં તેની પણ ખબર નથી. હજુ સુધી સરકાર તરફથી કે પ્લેન કંપની તરફથી કોઈએ પણ વળતર માટે અમારો સંપર્ક કર્યો નથી. જો વિમાનમાં સવાર મુસાફરોને વળતર મળતું હોય, મૃતક ડોક્ટરો અને અન્ય લોકોને પણ વળતર મળતું હોય તો, મારા દીકરાનું મોત પણ પ્લેન ક્રેશના કારણે થયું હોવાથી અમને પણ વળતર મળવું જોઈએ. અમે અમારો એકનો એક દીકરો ગુમાવી દીધો છે. મારો પરિવાર ભાંગી પડ્યો છે.’

આકાશની બહેનોની આંખમાં આંસુ સુકાતા નથી

ઉલ્લેખનીય છે કે, ઘોડા કેમ્પમાં ચાની કિટલી ચલાવતા સીતાબેન પટણીના 14 વર્ષના પુત્ર આકાશ પટણીએ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો છે. પરિવારનાં આધાર એવા દીકરાના નિધનથી પરિવાર નોંધારો થયો છે. આકાશ તેની માતાને જમવાનું આપવા આવ્યો હતો અને કિટલી પર સૂતો હતો. એ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું અને તેનું મોત થયું હતું. આકાશની બહેનોની આંખમાંથી આંસુ સુકાતા નથી. તેની માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે પોતે પણ દાઝી ગઈ હતી. ઘણી મહેનત કરવા છતાં પણ સીતાબહેન પુત્ર આકાશને બચાવી શકી નહોતી.

ahmedabad plane crash

આકાશના પરિવારને મકાનમાલિકે ઘર ખાલી કરાવી દીધું હતું

આકાશ પટણીનો પરિવાર સિવિલ હોસ્પિટલની બહાર મૃતદેહને લેવા બેસી રહ્યો હતો. ત્રણ ભાઈ-બહેનમાંથી સૌથી નાના ભાઈનું અવસાન થતાં પરિવારનાં માથે આભ તૂટી પડ્યું છે. એવું પણ સામે આવ્યું છે કે આકાશ પટણીનાં પરિવારને મકાનમાલિકે ઘર બહાર કાઢી મૂક્યો હતો અને તે ફૂટપાથ પર રહેતો હતો. આ પરિવારને ખબર પણ નહીં હોય કે તેમનો એકનો એક દીકરો આ રીતે અચાનક મોતને ભેટશે. આકાશની માતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, તેના શરીરનો જમણો ભાગ દાઝી ગયેલ હોવાથી હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: પ્લેન ક્રેશ દુર્ઘટનાને મનુમીડિયાએ અંધશ્રદ્ધા ફેલાવવાનું સાધન બનાવી 

3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Jasvant chauhan.
Jasvant chauhan.
2 months ago

Aa સરકાર manuwadi માનસિકતા ધરાવે છે આનો ફક્ત એકજ ઉપાય છે evm hatao બેલેટ થી ચૂંટણી થાય તોજ આ નાલાયક સરકાર ની આંખ ઉઘાડે બાકી તો અંધેર નગરી

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x