જૂનાગઢના સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં દલિત યુવક પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
ગત 16 ઓગસ્ટ 2025ના રોજ મોડી રાત્રે કડિયાવાડનો 32 વર્ષીય યુવક તેના મિત્ર સાથે જીમથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન એક છોકરો તેમની પાસે ભાગીને આવ્યો અને તેના ભાઈને કેટલાક લોકો ઉપાડી ગયા હોવાનું જણાવી મદદ માગી હતી. માનવતાના ધોરણે યુવક અને તેનો મિત્ર મદદ કરવા સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડે પહોંચ્યા હતા. જ્યાં ત્રણ શખ્સોએ તેમને ક્યાંથી આવો છો તેમ પૂછ્યું હતું. જેથી યુવકે હું કડિયાવાડમાં રહું છું તેવો જવાબ આપ્યો હતો. જે બાદ ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓમાંથી એક હિતેશ મોરી અને તેના બે અજાણ્યા સાથીઓએ યુવકને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: પ્રજ્વલ્લ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ
આરોપીઓએ યુવકને એટલી બેરહેમીથી માર માર્યો કે તેના શરીર પર ગંભીર ઇજાના નિશાન રહી ગયા હતા. યુવકને પટ્ટા અને ઢીકા-પાટુનો માર માર્યો કે શરીર પર પટ્ટાની છાપ પણ સ્પષ્ટ દેખાતી હતી. માર માર્યા બાદ આરોપીઓએ યુવકને નીચે પાડી દીધો અને તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. એટલું જ નહીં જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જે બાદ યુવકે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે ગણતરીના સમયમાં જ હુમલો કરનાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હિતેશ મોરી અગાઉ 3 ગુનામાં સંડોવાયેલો હતો. રાજુ સિંધલની સામે અગાઉ પ્રોહિબિશનના 18થી વધુ, જ્યારે સામત કરમટા વિરુદ્ધ પ્રોહિબિશન સહિત 70થી વધુ ગુના નોંધાયેલા છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 52થી વધુ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ હિતેશ હીરાભાઈ મોરી, રાજુ સિંધલ અને સામત કરમટા જૂનાગઢના પંચેશ્વર વિસ્તારના રહેવાસી છે. પોલીસે ત્રણેયને ઝડપી પાડી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો
Aa loko Hindu jatankvadi che tena ,, uper,,, Gucitok,,, ni kalam lagavi ne kayda nu bhan karavo