દેશભરમાં આજે બહુજન મહાનાયક માન્યવર કાંશીરામની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં અનોખી રીતે માન્યવર કાંશીરામને યાદ કરવામાં આવ્યા હતા. અહીં તા. 5 ઓક્ટોબર 2025ના રોજ પ્રકાશભાઈ ચાવડા નામના દલિત યુવકનું અવસાન થયું હતું. દિવંગત પ્રકાશભાઈ ચાવડાનું આજે તા. 9 ઓક્ટોબર 2025ના રોજ પાણીઢોળ શકિતનગર સોસાયટી ફાટસર વઢવાણ ખાતે રાખેલ હતું.
આજે માન્યવર કાંશીરામનો 19મો મહાપરિનિર્વાણ દિવસ હોઈ દિવંગત દલિત યુવકની સાથે માન્યવર કાંશીરામને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વોટ ચોરીમાં દલિત-OBC મતોને ટાર્ગેટ કરાય છેઃ Rahul Gandhi
મૃતકના પત્ની કાજલબેન ચાવડા તેમજ માતા નંદુબેન ચાવડા અને કેશાભાઈ ચાવડા સહિતના પરિવારજનોએ મળીને પ્રકાશભાઈ ચાવડાની સાથે માન્યવર કાંશીરામ સાહેબનો ફોટો મૂકીને તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલો પ્રસંગ હતો, જેમાં કોઈ દલિત યુવકના પાણીઢોળ નિમિત્તે માન્યવર કાંશીરામને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હોય.
દિવંગત યુવાન પ્રકાશભાઈ ચાવડાના પરિવારે માન્યવર કાંશીરામ સાહેબને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યક્રમમાં વેદ ગોવર્ધનરાય અને નટુભાઈ પરમારે માન્યવર કાંશીરામ સાહેબના જીવનચરિત્ર વિશે વાત કરીને સમાજના આગેવાનો દ્ધારા કાશીરામ સાહેબને અને દિવંગત પ્રકાશભાઈ ચાવડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ રીતે આ પરિવારે સમાજને બહુજન મહાનાયકોનું ઋણ અદા કરવાનો નવો રાહ ચિંધ્યો હતો.
આ પણ વાંચો: ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!












Users Today : 1746