ગુજરાતમાં દારૂબંધી માત્ર પોલીસને હપ્તા ખાવા માટે રાખી હોય તેવી સ્થિતિ છે. ગુજરાતમાં કોઈ ગામ કે શહેર એવું નહીં હોય જ્યાં દારૂ નહીં મળતો હોય. વિપક્ષો સરકાર પર દારુબંધીનો કડક અમલ કરવા દબાણ કરી રહ્યો છે, પરંતુ સરકાર દારૂબંધીનો અમલ કરાવી શકતી નથી. પરિણામે બેફામ દારૂ વેચાય છે અને અનેક પરિવારો બરબાદ થાય છે. હાલ 31 ડિસેમ્બર નજીક છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના ખૂલ્લેઆમ ધજાગરા ઉડ્યાં છે.
લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી
મળતી માહિતી મુજબ, અમદાવાદના સાણંદના મુનિઆશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પથરાઈ હતી. જેના કારણે આસપાસ ભેગા થયેલા લોકો દારૂની બોટલોની રીતસરની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું. સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો
અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો
સાણંદ પાસેના મુનિઆશ્રમ પાસે આઈસર એકાએક પલટી મારી ગઈ હતી. જેમાં દારૂની બોટલો ખીચોખીચ ભરી હતી. દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોચી હતી. ટ્રક ડ્રાઈવર ફરાર છે ત્યારે આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે દારૂનો જથ્થાને એક ટેમ્પોમાં ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દારૂનો જથ્થો ક્યા જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે. ટ્રક પલટી ખાઈ જતાની સાથેજ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા.

આ પણ વાંચો: નર્મદા AAP જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની ખેપ મારતો ઝડપાયો
અકસ્માતોએ દારૂબંધીની પોલ ખોલી નાખી
અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાળવ હોવાથી તે પુરઝડપે વાહન ચાલવતો હતો તે હજુ સુધી સામે આવ્યુ નથી.પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે તે જોતા લાગી રહ્યુ છે કે ડ્રાઈવર સ્પીડમાં હતો. આ પહેલા પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો.
ફોર્ચ્યુનર કાર પુરઝડપે દારૂ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થારના ચાલક સાથે થયો હતો. થાર ચાલક સહિત બેના મોત થયા હતા જ્યારે ફોર્ચ્યુનરમાંથી દારૂનો વિશાલ જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદના હાઈવે દારૂની હેરફેર માટેના સિલ્ક રૂટ બની ગયા હોય તેવું લાગી રહ્યુ છે. હાલ તો આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો: દારૂબંધી ક્યાં છે? ચોટીલામાં છેક પંજાબથી કરોડોનો દારૂ પહોંચી ગયો










