Adivasi News: દેશમાં દલિત-આદિવાસી સમાજ પર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાયબરેલીમાં વાલ્મિકી યુવકની ટોળા દ્વારા હત્યા, દલિત સીજેઆઈ પર જૂતું ફેંકવું અને હરિયાણામાં સવર્ણ પોલીસ અધિકારીઓના ત્રાસથી દલિત એડીજીપીની હત્યાની ઘટના વચ્ચે ઝારખંડના ગઢવામાં બે સગીર આદિવાસી બહેનો પર ત્રણ યુવકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની શોધ ચાલુ છે. સગીર બહેનોને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં અને પીડિતોને ન્યાય મળશે.
બે સગીર પિતરાઈ બહેનો પર સામૂહિક બળાત્કાર
ઝારખંડના ગઢવાના રાંકા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની બે સગીર આદિવાસી પિતરાઈ બહેનો પર ગેંગરેપ થયો છે. નાગરી ગામના આમાટાંડના ત્રણ યુવાનોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. બંને પીડિતાની માતાના નિવેદનના આધારે, રાંકા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપી યુવાનો સામે નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરના પીપળીમાં ભરવાડોએ દલિત પિતા-પુત્ર પર હુમલો કર્યો
મેળામાંથી પરત ફરતી વખતે ત્રણ યુવકોએ અપહરણ કર્યું
આ ઘટના દશેરા દરમિયાન બની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, બે સગીર બહેનો, તેમની એક મિત્ર અને તેના એક સંબંધી સાથે ચિનિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાણપુરામાં દશેરા મેળામાં ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે મોટરસાઇકલ પર તેઓ ઘરે પરત ફરી રહી હતી. એ દરમિયાન મોટરસાઇકલમાં પંચર પડતા તેઓ પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન, આમાટંડના ત્રણ યુવાનો મંદિશ યાદવ, શંકર યાદવ અને ઓમ પ્રકાશ યાદવ સ્કોર્પિયો કારમાંથી ઉતર્યા અને બંને સગીર બહેનો અને તેમની સગાઈ થયેલા મિત્રની છેડતી કરવાનું શરૂ કર્યું કરી દીધું.
રાંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ત્યારબાદ આરોપીઓએ રાત્રિનો સમય અને નિર્જન વિસ્તાર હોવાને કારણે પીડિતાની ફ્રેન્ડ અને તેના સંબંધીને ધમકી આપીને ભગાડી મૂક્યા હતા. અને બંને સગીર બહેનો પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. જતા પહેલા તેમણે બંને પીડિતાને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈની જાણ કરી તો જાનથી મારી નાખીશું. જો કે, બંને બહેનોએ હિંમત દાખવીને ઘરે પરત ફરીને તેમના પરિવારને ઘટનાની જાણ કરી હતી. એ પછી રાંકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નામદાર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
એક આરોપીની ધરપકડ કરાઈ
એફઆઈઆર નોંધ્યા પછી રાંકા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક આરોપી શંકર યાદવની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ











Users Today : 1746