દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો

સગીરા ઘરેથી બહેનપણીના ઘરે નીકળી હતી એ દરમિયાન યુવકોએ રસ્તામાંથી તેનું અપહરણ કરી ગેંગરેપ કર્યો. પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.
Gangrape

Two youths ang-rape dalit girl : મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનમાં એક દલિત સગીરા પર ગેંગરેપની ઘટના બની છે. અહીંના પુષ્કર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબસગીરા પર બે યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. સગીરા જેમ તેમ કરીને તેમની ચુંગાલમાંથી છુટીને ભાગી નીકળી હતી અને ઘરે પહોંચી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ અપહરણ, પોક્સો અને એસટી-એસસી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઘરેથી નીકળેલી સગીરાનું અપહરણ કર્યું

આ ઘટના 17 માર્ચના રોજ બની હતી. અજયસર ખરેખડીના બે યુવાનો સગીરા ઘરથી બહાર નીકળી પોતાની બહેનપણીના ઘરે જઈ રહી ત્યારે તેનું અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયા. આરોપી સગીરાને એક હોટલમાં લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. પીડિતા કોઈક રીતે આરોપીની ચુંગાલમાંથી છટકી ગઈ અને પોતાના ઘરે પહોંચી. ઘરે પહોંચ્યા પછી, તેણે તેના પરિવારના સભ્યોને પોતાની આપવીતી જણાવી. એ પછી પરિવાર પુષ્કર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સગીરાને હેમખેમ સાચવી લીધી.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી

પીડિતાના નિવેદનના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ POCSO અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડીએસપી રામચંદ્ર ચૌધરી આ મામલાની તપાસ કરી રહ્યા છે. અજમેરના રહેવાસી રેહાન અને ઇમરાન નામના બે આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

gang-rape

આ પણ વાંચો: જિલ્લા કોર્ટોમાં 3 કરોડ, હાઈકોર્ટોમાં 57 લાખ, સુપ્રીમમાં 66000 કેસ પેન્ડિંગ

અપહરણ કરીને હોટલમાં લઈ જવામાં આવ્યો

ડીએસપી રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષની છોકરી 16 માર્ચે સાંજે 4 વાગ્યે ગુમ થઈ ગઈ હતી. બે આરોપીઓએ તેનું અપહરણ કર્યું અને તેને અજમેરના ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ ગયા, જ્યાં તેમણે તેની સાથે ગેંગરેપ કર્યો. છોકરી રાત્રે લગભગ 8 વાગ્યે તેના ઘરે પહોંચી. ત્યાં સુધી તેના પરિવારના સભ્યોએ તેને પડોશમાં અને સંબંધીઓમાં શોધી રહ્યા હતા, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આરોપીઓની ચુંગાલમાંથી છટકી ગયેલી સગીરા ઘરે પહોંચી અને તેના પરિવારને આખી ઘટના વિશે જણાવ્યું. એ પછી પરિવારના સભ્યો રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે, અજમેર ગંજ પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધ પહેલેથી જ બળાત્કારનો કેસ નોંધાયેલો છે.

આ પણ વાંચો: “તું દલિત છે એટલે તારા વાળ નહીં કાપું, થાય તે કરી લે…”

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x