વર્ષ 2016ના ચકચારી ઉનાકાંડના વિરોધમાં ગુજરાતભરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન અમરેલીમાં યોજાયેલી રેલી દરમિયાન એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું. આ કેસના આરોપ પોલીસે રેલીમાં આવેલા દલિતો પર નાખી દઈને 700 લોકો પરને આરોપી બનાવ્યા હતા અને 10 લોકો સામે નામજોગ ફરિયાદ કરી હતી. હવે 9 વર્ષ બાદ આ તમામ 10 આરોપીઓને અમરેલી સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. આ સાથે જ પોલીસે કરેલા તમામ આરોપો પણ ખોટા સાબિત થયા છે.
મામલો શું હતો?
વર્ષ 2016માં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે ગૌરક્ષકગુંડાઓ દ્વારા દલિત પરિવારના યુવકોને બાંધીને જાહેરમાં માર માર્યો હતો. જેના પડઘા સમગ્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં પડ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ગુજરાતભરના દલિતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાના વિરોધમાં અનેક શહેરોમાં રેલીઓ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આવી જ એક રેલી અમરેલી ખાતે 19 જુલાઈ 20216ના રોજ યોજાઈ હતી. જેમાં અમરેલી પંથકના છેવાડાના ગામોમાંથી દલિત સમાજના યુવકો, વડીલો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: ‘તું દલિત થઈને મોંઘી બાઈક ચલાવે છે?’ કહી દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા
આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ચિતલ રોડ તરફ આગળ વધી રહી હતી. પરંતુ આ રૂટ પ૨ રેલીની પરમીશન આપવામાં આવેલી ન હોવાથી પોલીસે તેને અટકાવી હતી. છતાં રેલી સમાજવાડી અને ગોળ દવાખાના વિસ્તાર સુધી પહોંચતા પોલીસે દલિતો પર બળપ્રયોગ કર્યો હતો. એ દરમિયાન પોલીસવાનમાંથી પોલીસકર્મી પંકજ અમરેલીયા નીચે પટકાતા ઘાયલ થયા હતા અને હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસકર્મીના અક્સ્માતે મોતનો આરોપ દલિતો પર નાખી દીધો
આ ઘટનાનો આરોપ પોલીસે રેલી ઉપર નાખીને પથ્થરમારામાં પોલીસકર્મીનું મૃત્યુ થયું છે તેવો આરોપ ઘડી કાઢી 700 જેટલા દલિતો સામે હત્યાની ફરીયાદ કરી હતી. રેલીમાં પોલીસના લાઠીચાર્જથી ઘાયલ થયેલા અનુસુચિત સમાજના યુવાનો અને મહિલાઓને સિવિલ હોસ્પિટલ અમરેલીમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પોલીસે વોર્ડમાં રહેલા લોકોના નામ પણ આરોપી તરીકે લઈને ૧૦ લોકો ઉપર કલમ ૩૦ર હેઠળ ફરિયાદ કરી હતી.
રેલીની આગેવાની લેનારને મુખ્ય આરોપી બનાવ્યા
આ રેલીની આગેવાની કરનાર અમરેલીના સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળા અને એડવોકેટ નવચેતન પરમારને પોલીસે મુખ્ય આરોપી ગણાવ્યા હતા. આ કેસમાં કાંતિભાઈ વાળાને નિર્દોષ હોવા છતાં સાડા આઠ વર્ષ સુધી જેલની યાતનામય સજા ભોગવવી પડી હતી. આ 8.5 વર્ષ દરમિયાન તેમના પરિવાર, બાળકોએ ઘણું સહન કરવું પડ્યું છે. જો કે દલિત સમાજને તેમને મજબૂત પીઠબળ પુરું પાડ્યું હતું. જેના કારણે તેમની હિંમત ટકી રહી હતી અને આખરે તેઓ નિર્દોષ સાબિત થયા હતા.
12 મે 2025 ના રોજ છેલ્લી સુનાવણી યોજાઈ
આ પણ વાંચો: એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં
આ કેસની આખરી સુનાવણી તા. 12 મે 2025ના રોજ થઈ હતી. જેમાં અમરેલી સેશન્સ કોર્ટે (1)રમેશભાઈ ભગાભાઈ બાબરીયા (2) રમેશભાઈ રાઘવભાઈ વિંઝુડા (3) નારણભાઈ કરશનભાઈ વણઝારા (4) શૈલેષભાઈ ખોડાભાઈ વાળા (5) ભાનુબેન હરીભાઈ વણઝારા (6) મંજુલાબેન ભીમજીભાઈ વણઝારા (7) કાંતિભાઈ મુળજીભાઈ વાળા (8) નવચેતનભાઈ ડી.પરમાર (9) રિપલભાઈ પ્રમોદભાઈ પરમાર અને (10) જીતુભાઈ ડાયાભાઈ ચાવડા (જેમનું ચાલુ કેસ દરમિયાન અવસાન થયું છે) એમ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
એડવોકેટ ફારૂકભાઈ મુસાણીની ધારદાર દલીલો કામ લાગી
આ કેસમાં એડવોકેટ ફારૂકભાઈ મુસાણીએ આરોપીઓ તરફથી ધારદાર દલીલો કરી જીત મેળવી હતી. ફારૂકભાઈની સાથે દલિત સમાજના વકીલોનો પણ મજબૂત કાયદાકીય સાથ સહકાર મળ્યો હતો.
ચૂકાદા બાદ સમર્થકોએ ‘જય ભીમ, જય સંવિધાન’ના નારા લગાવ્યા
ચૂકાદા બાદ કાંતિભાઈ વાળા સહિતના તમામના પરિવારજનો, સગાસંબંધીઓ અને સમર્થકોએ કોર્ટે બહાર સૌનું જોરદાર અભિવાદન કરી ફૂલહાર કરી ‘જય ભીમ, જય સંવિધાન’ના નારા લગાવ્યા હતા. અમરેલી સેશન્સ કોર્ટના આ ચૂકાદા સાથે જ છેલ્લાં 8 વર્ષથી દલિત સમાજના લોકો પર પોલીસે લગાવેલા આરોપો પર ખોટા સાબિત થયા હતા અને પોલીસકર્મીની હત્યાનું કલંક પણ માથેથી ઉતરી ગયું હતું.
કાંતિભાઈની જિંદગીના અમૂલ્ય 9 વર્ષની ભરપાઈ કોણ કરશે?
આ કેસમાં પોલીસના આ ખોટા આરોપોને કારણે કાંતિભાઈ વાળાએ તેમની જિંદગીના અમૂલ્ય 9 વર્ષ આકરી યાતનાઓ સાથે જેલમાં વિતાવવા પડ્યા હતા. હવે જ્યારે તેઓ આ કેસમાં નિર્દોષ જાહેર થયા છે ત્યારે સવાલ એ થાય કે પોલીસ કે કોર્ટમાંથી કોઈ તેમને આ 9 વર્ષ પાછા આપી શકશે ખરાં? ન્યાયની દેવીની આંખ પરથી પટ્ટી તો હટાવી દીધી પરંતુ ન્યાયના ત્રાજવાનો તોલ નક્કી કરનાર તો છેવટે જ માણસ જ છે ને? પોલીસે ખોટા આરોપો કરીને નિર્દોષ કાંતિભાઈની જિંદગીનો એક દાયકા જેટલો સમય છીનવી લીધો હતો તેના માટે જવાબદારી કોણ લેશે?
આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું
Bhai,, kudart,, ghaer dher che pan andher nathi,,,,, SC, ST samaj ni ladai varso,, thi aapana maha puruso ladata aaviya,, che,,, ane haji apana anamat seat uper kabjo jamavi ne betha che,,, ane saj paratye ,,, lagani,, vihin che,, tya sudhi ladai,, to kadavi, j padase,,,, kher,,, javado ,, Nyaay palika, a aakhare,, dudh, nu,, dudh,, ane pani nu,, pani,, kari didhu,,,, parantu je police karmi. a khoti FIR,, kari ne je yaatana vethavi padi teni kon bharpay,, karase,,???