દલિતને મર્યા પછી પણ જાતિ નડી, મનુવાદીઓ સ્મશાન આડે ઉભા રહ્યાં

દલિતોના સ્મશાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી તેઓ બાજુના ગામના સ્મશાનમાં અંતિમક્રિયા માટે પહોંચ્યા હતા. જાણો સવર્ણોએ શું કર્યું.
dalit news

દલિતો સમગ્ર જીવન દરમિયાન તો દલિત તરીકે જ સતત અપમાનજનક જીવન જીવવા મજબૂર છે. પરંતુ મર્યા પછી પણ જાતિવાદી તત્વો તેને શાંતિ લેવા દેતા નથી અને અસ્પૃશ્યતા પાળે છે. આવી વધુ એક ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે. અહીંના હમીરપુરમાં એક દલિત યુવકનું મોત થઈ ગયું હતું. ગામમાં દલિતોના સ્મશાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી યુવકના મૃતદેહને બાજુના ગામમાં આવેલા સ્મશાનમાં અંતિમક્રિયા માટે લઈ જવાયો હતો.

જો કે, મૃતક દલિત હોવાની જાણ થતા જ ગામના સવર્ણ હિંદુઓ સ્મશાન સામે આવીને ઉભા રહી ગયા હતા અને દલિતોને અંદર જવા દીધા નહોતા. એ દરમિયાન ભારે હોબાળો અને ગરમાગરમી સર્જાઈ હતી. કેટલાક મનુવાદી તત્વો દલિતોને પાઠ ભણાવવા માટે બબાલ પર ઉતરી આવ્યા હતા. મામલો ઉગ્ર બનતો જોઈને પોલીસને જાણ કરવી પડી હતી. એ દરમિયાન બે કલાક સુધી દલિત યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે પડી રહ્યો હતો.

દલિત વ્યક્તિને મર્યા પછી પણ જાતિ નડી

દલિતો સામે જાતિ ભેદભાવ આજથી નહીં, પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. આજે પણ તે સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. દલિતોને હજુ પણ તેમના અધિકારો માટે સંઘર્ષ કરવો પડે છે. મનુવાદી તત્વો ડગલેને પગલે તેમની સામે અવરોધ બનીને ઉભા રહે છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હિમાચલના હમીરપુરથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં બરસર ગામમાં એક દલિતના મૃત્યુ પછી તેના આખા પરિવારને અંતિમક્રિયા માટે હેરાનગતિનો સામનો કરવો પડ્યો. મનુવાદીઓએ સ્મશાનમાં તે દલિત વ્યક્તિના અંતિમ સંસ્કારક્રિયા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરતા બે કલાક સુધી મૃતદેહને સ્મશાનની બહાર રાખવો પડ્યો હતો.

આ પણ વાંચો: મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી

મનુવાદી તત્વો સ્મશાન આડે આવીને ઉભા રહી ગયા

ઘટના કડસાઈ પંચાયતના ભેવડ સહેલી સ્મશાન ઘાટની છે, જે બરસર ગામમાં આવે છે. પરંતુ ત્યાંના બધા ગ્રામજનો આ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરે છે. નજીકના નનાવા ગામમાં અનુસૂચિત જાતિ માટે એક અલગ સ્મશાનગૃહ નિયુક્ત કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદને કારણે તે હાલમાં ઉપયોગમાં લેવાતું નથી. આવી સ્થિતિમાં એક દલિત વ્યક્તિના મૃત્યુ પછી તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભેવડ સહેલી સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો પરંતુ મનુવાદીઓ આડા ઉભા રહી ગયા હતા અને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો

મનુવાદી તત્વોએ દલિતો સાથે ભારે ગાળાગાળી કરી હતી અને તેમને સ્મશાનમાં ઘૂસવા દીધા નહોતા. દલિતો મૃતદેહ લઈને સ્મશાનમાં ન આવી જાય તે માટે મનુવાદી તત્વો સ્મશાનની બહાર ઉભા રહી ગયા હતા. પરિણામે બે કલાક સુધી મૃતદેહ સ્મશાનની બહાર પડ્યો રહ્યો હતો. આખરે દલિતોએ પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને દરમિયાનગીરી કરીને દલિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર ગૌતમે જણાવ્યું હતું કે, દલિત વ્યક્તિના અંતિમ સંસ્કાર શાંતિપૂર્ણ રીતે કરાવવામાં આવ્યા હતા. જોકે, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નાનાવન ગામમાં શક્ય તેટલી વહેલી તકે કાયમી સ્મશાનભૂમિ બનાવવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર સરકારના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. ખાસ કરીને દલિતોએ ક્યાં સુધી આવા જાતિગત ભેદભાવ સહન કરવા પડશે અને તેમને સમાનતાનો અધિકાર ક્યારે મળશે, તે આઝાદીના સાત દાયકા પછી પણ કહી શકાય તેમ નથી.

આ પણ વાંચો: ગોંડલમાં ભરવાડોએ દલિત યુવક સહિત 3 લોકો પર હુમલો કર્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*વર્તમાન સરકારનાં ચમચાઓ દલિતની લાશ ઉપર બેસીને શાસન કરે એટલી હદે આગળ વધી રહ્યાં છે!
આવા નગ્ન અપમાન સહન કરવાને બદલે પોતાની બહુજન સમાજની સરકાર આવે એવી મહેનત કરશો તો કંઈક સારું પરિણામ જોવા મળશે! બાકી દરરોજ દલિતો પીડિતો બહુજનો વિરોધનું મજબૂત કાવતરું ચાલુ જ રહેશે…! જયભીમ નમો બુદ્ધાય ધન્યવાદ સાધુવાદ!

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x