ભારતમાં જાતિવાદનું ઝેર કઈ હદે લોકોના લોહીમાં ઘર કરી ગયું છે તેની વધુ એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. અહીં હાઈવે પરથી પસાર થઈ રહેલા કેટલાક ગ્રાહકો ચા પીવા માટે એક હોટલ પર ઉભા રહ્યા હતા. પરંતુ તેમણે ચાનો ઓર્ડર ફક્ત એટલા માટે રદ કર્યો કારણ કે ચા બનાવનાર વ્યક્તિ કહેવાતી નીચલી જાતિનો હતો. ચા વેચનાર અને ગ્રાહકો વચ્ચેની દલીલનો આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર કેસમાં, સાંડવા પોલીસ સ્ટેશનમાં એસસી-એસટી એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ચા ઓર્ડર કરી, પણ દલિતે બનાવેલી હોવાથી પીધી નહીં
સાંડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કરતાર સિંહે જણાવ્યું હતું કે ઇયારાના રહેવાસી 30 વર્ષીય ચેનારામ મેઘવાલે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયું છે કે, તેની બામ્બુ ઇયારા ફેન્ટામાં ચા અને નાસ્તાની દુકાન છે. ૫ સપ્ટેમ્બરના રોજ, બિકાનેરના નોખાથી એક બોલેરો કાર આવીને તેની દુકાને ઉભી રહી હતી અને તેમાંથી કેટલાક લોકો ઉતર્યા હતા, જેમણે ચાનો ઓર્ડર કર્યો હતો. પછી બોલેરોમાં બેઠેલી એક વ્યક્તિએ આવીને મારું નામ અને જાતિ પૂછી. જ્યારે મેં તેમને મારું નામ અને જાતિ જણાવી તો બધાં ઉભા થઈને ત્યાંથી જવા લાગ્યા.
આ પણ વાંચો: ‘પિતૃદોષ હોવાથી સંતાનસુખ મળતું નથી’ કહીને ભૂવાએ યુવતી પર રેપ કર્યો
“અમે નીચલી જાતિના લોકોએ બનાવેલી ચા પીવા માંગતા નથી”
ચેનારામ મેઘવાલે નોંધાવેલા કેસમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે તે લોકોને કહ્યું કે તમે ચાનો ઓર્ડર આપ્યો હતો તે ચા તૈયાર છે, ત્યારે તેમણે કહ્યું કે “અમે નીચલી જાતિના લોકો દ્વારા બનાવેલી ચા પીવા માંગતા નથી.” જ્યારે ચેનારામે ચાના ઓર્ડરના પૈસા માંગ્યા, ત્યારે બોલેરોમાં બેઠેલા લોકોએ પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈને સાંડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાંડવા પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
પીઆઈ કરતાર સિંહે જણાવ્યું હતું કે બીકાનેરના સોહન જાટ વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ સાંડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને કેસની તપાસ પોલીસ અધિકારી પ્રહલાદ રાયને સોંપવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ ભીમ સેનાએ મોટા વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ભારત જેવા લોકશાહી દેશમાં આઝાદીના 78 વર્ષ પછી પણ લોકો જાતિવાદી માનસિકતા ધરાવે છે તે નિંદનીય છે. જો તંત્ર આ જાતિવાદી તત્વો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
આ પણ વાંચો: રાજકોટમાં મોબાઈલના વળગણને લીધે દલિત કિશોરે જીવ ગુમાવ્યો!











Users Today : 1737
*મૂર્ખાઓનું જાતિવાદી ઝેર ભારતની સમગ્ર હોસ્પિટલોમાં કેમ છતુ થતું નથી? સ્વાર્થી અને ઘમંડી જાતિવાદીઓ પાસે કોઈ સક્ષમ વિકલ્પ નથી!
“અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવાં નીતિનિયમો છે!.