વડોદરા દુષ્કર્મ કેસમાં ફરાર કોંગ્રેસ નેતાનો પુત્ર 18 દિવસે ઝડપાયો

વડોદરાની 21 વર્ષની દલિત યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારી, ગર્ભવતી થતા બળજબરીથી ગર્ભપાત કરાવનાર અનિરુદ્ધસિંહ ગોહિલ ઝડપાઈ ગયો.
vadodara dalit girl rape case

વડોદરાની દલિત યુવતીને વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી, યુવતી ગર્ભવતી થતા માર મારી ગર્ભપાત કરાવનાર કોંગ્રેસ નેતા રાજેન્દ્ગસિંહ ગોહિલનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ આખરે ઝડપાઈ ગયો છે. અનિરૂદ્ધ ગોહિલ સામે 21 વર્ષીય દલિત યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના 18માં દિવસે આજે આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસેથી પકડાઈ ગયો છે. આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને આણંદ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાજ નર્સિંગ હોમ સહિતના સ્થળોએ લઈ લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

ફાજલપુર બ્રિજ પાસેથી ઝડપાયો

છેલ્લા 18 દિવસથી વડોદરા પોલીસ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલને શોધી રહી હતી. જોકે, આરોપી પોલીસની પકડમાં આવી રહ્યો ન હતો. આ દરમિયાન આજે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને નંદેસરી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસે ફરતો જોવા મળ્યો છે. જેથી, પોલીસની ટીમો ફાજલપુર બ્રિજ પાસે પહોંચી ગઈ હતી અને આરોપી અનિરુદ્ધને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસથી બચવા માટે વાળ કપાવી નાખ્યા હતા

પોલીસે અનિરુદ્ધ પાસેથી ગુનામાં વપરાયેલી એક બુલેટ, ક્રેટા કાર અને તેનો મોબાઈલ જપ્ત કર્યો છે. આરોપીએ પોલીસથી બચવા માટે માથાના વાળ કપાવી નાખ્યા હતા. જોકે, પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: દલિત યુવકના હત્યારા 8 લોકોની આજીવન કેદ સુપ્રીમે યથાવત રાખી

vadodara dalit girl rape case

26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી અબોર્શન કરાવી દીધું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી. જેથી, યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આ કેસની તપાસ SC/ST સેલના ACP સી.બી. સોલંકીને સોંપવામાં આવી હતી. આ દરમિયાન આરોપી આજે પકડાઈ ગયો છે. આરોપીને પકડીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ આરોપીને આણંદ લઈ જવાયો હતો જ્યાં રાજ નર્સિંગ હોમ સહિતના સ્થળોએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આરોપીનો પરિવાર ભાજપ-કોંગ્રેસ સાથે જોડાયેલો છે

યુવતીએ ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા અને આરોપીના નાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

મારી મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવી દીધો

આ પહેલા દુષ્કર્મ પીડિતાએ પોતાની વેદના સાથે જણાવ્યું હતું કે, અનિરૂદ્ધે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેથી હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, મેં એબોર્શન કરાવવાની ના પાડી તો મને મારતો મારતો લઈ ગયો અને તેના મામાને ગન લઈને બોલાવ્યા હતા અને મારી મરજી વિરુદ્ધ એબોર્સન કરાવી દીધું હતું.

આ પણ વાંચો: પાટડીના પાનવામાં 5 ભરવાડોએ દલિત યુવકના બંને પગ ભાંગી નાખ્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x