‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’

એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
Dina Bhana Valmiki with kanshiram

“દીના, તને 14મી એપ્રિલની રજા પણ મળશે અને હું તને નોકરી પણ અપાવીશ. હું ત્યાં સુધી આરામ નહીં કરું જ્યાં સુધી હું આ દેશમાં બાબા સાહેબની જન્મજયંતિની રજા ન આપનારાને કાઢી ન મૂકું. કારણ કે આ તારી સાથે મારી પણ વાત છે, તું વાલ્મિકી છે તો હું પણ ચમાર છું.”

આ શબ્દો માન્યવર કાંશીરામે બામસેફ(BAMCEF)ના સ્થાપક સભ્ય અને બહુજન હીરો દીના ભાણા વાલ્મિકી(dina bhana Valmiki)ને કહ્યા હતા. આપણે બધાં માન્યવર કાંશીરામ સાહેબ (Manyavar Kanshiram Saheb) ને જાણીએ છીએ, પણ શું તમે જાણો છો કે કાંશીરામને બહુજન રાજકારણનો ચમકતો સિતારો બનાવવા પાછળ કોણ હતું? કાંશીરામ સાહેબના એક સાથી હતા જેમનું નામ દીના ભાણા વાલ્મીક. તેઓ જ એ વ્યક્તિ હતા જેમણે BAMCEF એટલે કે ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કોમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશનની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, માન્યવર કાંશીરામ સાહેબને સૌ પ્રથમ ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પરિચય કરાવનાર પણ દીના ભાણા જ હતા. જો કે, આટલી મહત્વની વ્યક્તિ વિશે પણ બહુજન સમાજમાં બહુ ઓછા લોકો જાણે છે. શક્ય છે નવી પેઢીના યુવાનોએ તેમનું નામ પણ સાંભળ્યું નહીં હોય. જો ખરેખર એવું હોય, તો દીના ભાણા કોણ છે તે આપણે જાણવું રહ્યું.

આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?

દીના ભાણા વાલ્મીકિનો જન્મ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. તેઓ ખૂબ જ જીદ્દી વ્યક્તિ હતા. બાળપણમાં તેમના પિતા ઉચ્ચ જાતિના લોકોના ઘરે ભેંસ દોહવા જતા હતા. જેના કારણે દીના ભાણાને પણ પોતાના ઘરે ભેંસ રાખવાની ઈચ્છા થઈ. તેમણે તેમના પિતાને એક ભેંસ ખરીદવાનો આગ્રહ કર્યો. પિતાએ બાળક દીનાની ઈચ્છા પુરી કરીને ભેંસ ખરીદી, જાતિવાદને કારણે તેમણે બીજા જ દિવસે ભેંસ વેચવી પડી. થયું હતું એવું કે, દીના ભાણા જે સવર્ણના ઘરે ભેંસ દોહવા જતા હતા, તેને એ બાબતે ભારે ઈર્ષા આવતી હતી કે એક વાલ્મિકી સમાજની વ્યક્તિ પોતાની બરોબરી કરીને પોતાના ઘરે ભેંસ રાખે અને સમૃદ્ધ થાય. એ પછી તેણે દીના ભાણાના પિતાને બોલાવ્યા અને તેમને ધમકી આપી કે, તમે નીચી જાતિના લોકો અમારી બરોબરી કરશો? તમે વાલ્મિકી લોકો ભૂંડ પાળનારા હવે ભેંસ પાળશો, આ ભેંસ હમણાં જ વેચી દો. દીના ભાણાના પિતા પર ઘણું દબાણ હતું જેના કારણે તેમણે ભેંસ વેચવી પડી. આ વાત નાનકડા દીનાના હૃદયમાં કાંટાની જેમ ચોંટી ગઈ.

એ પછી તેઓ ઘર છોડીને દિલ્હી જતા રહ્યા. ત્યાં તેમણે બાબાસાહેબનું ભાષણ સાંભળ્યું અને ભાષણ સાંભળ્યા પછી તેમને લાગ્યું કે આ જ એ વ્યક્તિ છે જે આ દેશમાંથી જાતિવાદનો અંત લાવી શકે છે, દીના ભાણા બાબાસાહેબના વિચારો સમજી ગયા અને બાબાસાહેબના મૃત્યુ પછી તેઓ ફરતા ફરતા પુણે આવી ગયા અને અહીં DRDOમાં દારૂગોળો બનાવવાની ફેક્ટરીમાં સફાઈ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કાંશીરામ સાહેબ અહીં ક્લાસ વન ઓફિસર હતા. આ એ સમયની વાત છે જ્યારે માન્યવર કાંશીરામને પોતે દલિતોની ચમાર જાતિના હોવા છતાં ખબર નહોતી કે બાબાસાહેબ કોણ હતા.

આ પણ વાંચોઃ શા માટે દલિતો રાજકીય પક્ષો માટે મહોરું બનીને રહી જાય છે?

પછી આંબેડકર જયંતિનો દિવસ આવ્યો અને આંબેડકર જયંતિ પર રજા હોવાથી દીનાભાએ ઓફિસમાં ઘણો હોબાળો મચાવ્યો, જેના કારણે દીનાભાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. માન્યવર કાંશીરામ આ આખા મામલા પર નજર રાખી રહ્યા હતા, તેમણે દીના ભાણાને પૂછ્યું કે, “આ બાબા સાહેબ કોણ છે જેના કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી?”

એ પછી દીના ભાણા અને તેમના મિત્ર ડી.કે. ખાપર્ડે, જેઓ મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી હતા અને મહાર જાતિના હતા, તેમણે માન્યવર કાંશીરામને બાબા સાહેબ દ્વારા લખાયેલ ‘જાતિ કા વિનાશ’ નામનું પુસ્તક વાંચવા માટે આપ્યું. જે કાંશીરામે રાત્રે ઘણી વાર વાંચ્યું હતું અને સવારે જ્યારે તેઓ દીના ભાણને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, “દીના, તને 14મી એપ્રિલની રજા પણ મળશે અને હું તને નોકરી પણ અપાવીશ. હું ત્યાં સુધી આરામ નહીં કરું જ્યાં સુધી હું આ દેશમાંથી બાબાસાહેબની જન્મજયંતિની રજા ન આપનારાને કાઢી ન કાઢું. કારણ કે આ તારી સાથે મારી પણ વાત છે, તું વાલ્મિકી છે તો હું પણ રામદાસિયા ચમાર છું.”

આ પણ વાંચોઃ કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

એ પછી જે થયું તે ઈતિહાસ છે. માન્યવર કાંશીરામ સાહેબે નોકરી છોડી દીધી અને ‘BAMCEF’ સંગઠન બનાવીને બાબા સાહેબના મિશનને આખા દેશમાં ફેલાવી દીધું. BAMCEF ની સ્થાપના માન્યવર કાંશીરામ, દીના ભાણા વાલ્મીકિ અને ડી.કે. ખાપર્ડે દ્વારા કરવામાં આવી હતી. જો દીના ભાણાએ આંદોલન ન કર્યું હોત તો માન્યવરને બાબાસાહેબ વિશે જાણવા ન મળત અને શક્ય છે તેમનો બહુજનોને સત્તામાં લાવવાનો વિચાર પણ મોડો આવત.
આવા મહાન બહુજન હીરો દીના ભાણાનું 29 ઓગસ્ટ, 2006 ના રોજ પુણેમાં અવસાન થયું. જો દીના ભાણા ન હોત, તો ન તો BAMCEF અસ્તિત્વમાં હોત અને ન તો વ્યવસ્થા પરિવર્તન માટે આંબેડકરવાદી જન આંદોલન ચાલી રહ્યું હોત. ન તો મનુવાદીઓને જેની સામે સૌથી વધુ ચીડ છે તે ‘જય ભીમ’નો નારો હોત અને ન કોઈ મૂળનિવાસીઓ વિશે વાત કરતું હોત.

આ પણ વાંચોઃ દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

4.8 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x