Vote Chori મામલે રાહુલ ગાંધી કોર્ટમાં કેમ નથી જતા?

Vote Chori મુ્દે સૌ કોઈના મનમાં સવાલ છે કે, રાહુલ ગાંધી પાસે ચૂંટણી પંચ અને સરકાર સામે નક્કર પુરાવા છે, તો તેઓ કોર્ટમાં કેમ નથી જતા. આ રહ્યો જવાબ.
vote chori

Vote Chori નો મામલો દેશભરમાં ચગેલો છે. પરંતુ લોકોના મનમાં એક પ્રશ્ન સતત ઉભો થઈ રહ્યો છે કે, જ્યારે ચૂંટણી પંચ અને સરકાર વર્ષોથી મત ચોરીમાં સામેલ છે અને રાહુલ ગાંધી પાસે તેના નક્કર પુરાવા છે, તો તેઓ આ મામલે કોર્ટમાં કેમ નથી જતા? આ એક વાજબી પ્રશ્ન છે. ચાલો જાણીએ તેની પાછળના કારણો.

વાસ્તવમાં આ એક નિર્દોષ પ્રશ્ન છે, પરંતુ દેશના લોકોને એ ખ્યાલ નથી કે ભાજપ સરકારે પોતાની બહુમતીનો દુરુપયોગ કરીને એક કાયદો ઘડ્યો છે જે આ મામલાને કોર્ટમાં પડકારવા જતો અટકાવે છે. જ્યારે આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે 141 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એ પછી આ કાયદો ગૃહમાં કોઈપણ પ્રકારની ચર્ચા વિના ગુપ્ત રીતે પસાર કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા પણ તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કલમ 16, CEC & EC બિલ 2023 રજૂ કરીને ભાજપે ચૂંટણી કમિશનરોને ભગવાન કરતાં પણ ઊંચા દરજ્જો આપી દીધો છે. ચૂંટણી કમિશનર નામના આ ‘નવા ભગવાન’ સામે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, સિવિલ કોર્ટ કે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરી શકાતો નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે, રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પણ આવી સ્વતંત્રતા નથી!

આ પણ વાંચો: દલિત સરપંચ પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો

અગાઉ, ભાજપે ચૂંટણી કમિશનરની પસંદગી કરતી સમિતિમાં બહુમતી મેળવવા માટે ચૂંટણી આ સમિતિમાંથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને દૂર કર્યા હતા અને ભાજપના બે સભ્યો અને વિપક્ષના નેતાને સમિતિમાં સ્થાન આપ્યું હતું. જેથી તેઓ એકતરફી રીતે પોતાની પસંદગીના અધિકારીને ચૂંટણી કમિશનર પદે બેસાડી શકે. આ સુધારા બિલ, જે સરકારને તેના મનપસંદ ચૂંટણી કમિશનર પસંદ કરવાની મંજૂરી આપે છે, તે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તેના પર ઉગ્ર ચર્ચા થઈ હતી. પરંતુ કોઈ સરકારનો વાળ પણ વાંકો કરી શક્યું નહોતું. બહુમતીનો દુરૂપયોગ કરીને લોકશાહીમાં એક સ્વતંત્ર સંસ્થાને કાયદો બનાવીને ગુલામ બનાવી દેવાઈ છે. જે બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

vote chori

તેથી, હવે જનતાની જવાબદારી છે કે તેઓ આ સર્વશક્તિમાન ચૂંટણી કમિશનરનો સામનો કરે. તે આ તાકાતનો ઉપયોગ સુપ્રીમ કોર્ટને ધમકી આપવા માટે પણ કરી રહ્યા છે અને પોતાના અધિકારોની દુહાઈ આપી રહ્યા છે.

જો દેશભરના મતદારો પોતાનો મતદાનનો અધિકાર ગુમાવવા માંગતા ન હોય, તો તેમણે એક થઈને આ બંને કાયદાઓ સામે કડક પગલાં લેવા જોઈએ. નહિંતર, સરમુખત્યારશાહી સરકાર અગાઉની ચૂંટણીઓની જેમ મતોમાં ઘાલમેલ કરીને સત્તામાં બની રહેશે. એવું લાગે છે કે આ ચૂંટણી કમિશનરના દમ પર જ મોદી-શાહ એવું જાહેર કરતા થાકતા નથી કે કે તેમને 1947 સુધી કોઈ હરાવી શકશે નહીં.

જોકે, હવે સામાન્ય મતદાર આ છેતરપિંડી સમજી ચૂક્યો હોય તેમ લાગે છે. ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશની ચૂંટણી લઈ લો. શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લી વિધાનસભા ચૂંટણી ભૂંડી રીતે હારી રહ્યા હતા, મીડિયા પણ તેની આગાહી કરી રહ્યું હતું. પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે માત્ર જનતા જ નહીં પણ મંત્રીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. ભૂતપૂર્વ નાણામંત્રી જયંત મલૈયાએ પોતાની જીત પછી પત્રકારોને કહ્યું, “મને આટલા મોટા માર્જિનથી જીતવાની અપેક્ષા નહોતી.” ધારાસભ્ય ઉમા દેવીએ પણ આ જ વાત કરી હતી. અનેક વિધાનસભાના પરિણામો ધાર્યા કરતા તદ્દન જુદી રીતે ભાજપની તરફેણમાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગર્ભવતી પત્નીની હત્યા કરી પતિએ માથું-હાથ નદીમાં ફેંક્યા, ધડ ઘરે રાખ્યું

પરંતુ જ્યારે મુખ્યમંત્રીની પસંદગી અને મંત્રીમંડળની રચનાની વાત આવી, ત્યારે શિવરાજ સિંહ ચૌહાણને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા અને ડૉ. મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જે ધારાસભ્યો ભારે બહુમતીથી જીત્યા હતા તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આખરે, આ બધું કેમ થયું? આ જીત મોદી-શાહ દ્વારા ચૂંટણી કમિશનર સાથેની ચાલાકીનું પરિણામ હતી, અને તેમણે પોતાની ઇચ્છા મુજબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બનાવ્યા. છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ આવું જ બન્યું હતું.

મધ્યપ્રદેશમાં, 75 બેઠકો ચોરીને કોંગ્રેસને ઉથલાવીને ભાજપ સરકાર બનાવવામાં આવી હતી, જેની માહિતી ચૂંટણી પંચને પણ મોકલવામાં આવી હતી, પરંતુ ભાજપ ચૂંટણી પંચ મૌન છે. અગાઉ, કોવિડ-19 રોગચાળા દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને ભાજપની સરકાર બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા

રાહુલ ગાંધીએ કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનના ડેટા પુરાવા સાથે રજૂ કર્યા. તેઓ તેને અણુ બોમ્બ કહે છે. કેમ કે તે સીધા ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ચૂંટણી પંચ માટે ચેતવણીની ઘંટડી છે. કાયદા મુજબ હવે આ કોર્ટનો મામલો નથી. હવે તે લોકોની અદાલતનો મામલો છે. હવે આ બંધારણ દ્વારા અપાયેલા મતદાનના મૂળભૂત અધિકારના રક્ષણ માટેની લડાઈ છે.

ભાજપે આ મામલે કોઈપણ કોર્ટમાં જવાનો આપણો અધિકાર છીનવી લીધો છે. તેની વાપસી ત્યારે જ શક્ય છે જ્યારે લોકશાહી માધ્યમથી સત્તા પર પહોંચેલી આવી ફાસિસ્ટ, બંધારણ વિરોધી તાકાતોને રોકવામાં આવે. આ બધું કેવી રીતે શક્ય બનશે તે બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના આંદોલનો પરથી સમજી શકાય છે. નિર્ણય તમારા હાથમાં છે. એ પણ યાદ રાખવું જોઈએ કે ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે અને આપણા બંધારણના ઘડવૈયાઓ અને મહાનાયકોએ આપણને શાંતિપૂર્ણ વિરોધનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. આ માર્ગ પર ચાલીને આપણને આઝાદી મળી હતી. આજે, ખુદ સરકાર લોકોના અધિકારો છીનવી રહી છે ત્યારે શું કરવું તે નક્કી કરવું પડશે.

(સુસંકૃતિ પરિહાર એક લેખક અને કાર્યકર્તા છે.)

આ પણ વાંચો:  વોટ ચોરીમાં દલિત-OBC મતોને ટાર્ગેટ કરાય છેઃ Rahul Gandhi

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x