‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’

Dalit News: ભાજપના સાંસદે જે ગામ દત્તક લીધું ત્યાંની શાળામાં શિક્ષકો દલિત વિદ્યાર્થીઓ સાથે આભડછેટ રાખે છે?
Dalit News

Dalit News: બિહારના પટનાના અલાવલપુર ગામમાંથી એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સરકારી શાળામાં માસૂમ બાળકો પર જાતિ આધારિત ભેદભાવનો આરોપ છે. બાળકોનો દાવો છે કે શિક્ષકો તેમની જાતિના આધારે તેમને અલગ બેસાડે છે અને મધ્યાહન ભોજન દરમિયાન પણ તેમની સાથે સમાન વર્તન કરવામાં આવતું નથી.

આ ઘટના ચોંકાવનારી એટલા માટે છે, કેમ કે, અલાવલપુર ગામને સંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) હેઠળ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે દત્તક લીધું છે. હવે જ્યાં, સાંસદે દત્તક લીધેલા આદર્શ ગામમાં જ આ પરિસ્થિતિ હોય, તો અન્ય ગામોમાં કેવી પરિસ્થિતિ હશે તેની તો કલ્પના જ કરવી રહી.

આ પણ વાંચો: ગુજરાતમાં 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર જીવવા મજબૂર

બાળકોએ કહ્યું, “અમને જાતિના આધારે બેસાડવામાં આવે છે”

કેમેરા સામે બાળકોએ કહ્યું હતું કે, શિક્ષકો કહે છે કે, તમે નીચી જાતિના છો, તમે અહીં ન બેસી શકો. બાળકોના મતે, વર્ગખંડમાં બેસવાથી લઈને મધ્યાહન ભોજન સુધી દરેક બાબતમાં જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવે છે. કેટલાક બાળકોને આગળ બેસાડવામાં આવે છે, જ્યારે કેટલાકને અલગ ખૂણામાં બેસાડવામાં આવે છે. આ માત્ર શિક્ષણનો વિષય જ નથી, પરંતુ માનસિક ત્રાસનો પણ મુદ્દો છે.

સરકારી શાળામાં આવું વર્તન કાયદેસર ગુનો છે

ભારતીય બંધારણ બધા નાગરિકોને સમાનતાના અધિકારની ખાતરી આપે છે. શાળા જેવા સાર્વજનિક સ્થળે જાતિના આધારે બાળકોને અલગ પાડવા એ ન માત્ર, નૈતિક રીતે ખોટું જ નથી પણ કાનૂની ગુનો પણ છે.

આ પણ વાંચો: બે પ્રોફેસરોએ દલિત વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવી દીધી

શિક્ષણ નિષ્ણાતો કહે છે કે આવો ભેદભાવ બાળકોના માનસિક વિકાસ પર નકારાત્મક અસર કરે છે અને તેમને સમાજથી અલગ હોવાનો અનુભવ કરાવે છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY)નો હેતુ ગામડાઓને શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને સામાજિક સમાનતા માટે આદર્શ બનાવવાનો છે. પરંતુ અલાવલપુર ગામનું આ ચિત્ર સિસ્ટમની ખામીઓને ઉજાગર કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે કાગળ પર વિકાસ દેખાય છે, પણ જમીની વાસ્તવિકતા કંઈક બીજું જ દર્શાવે છે.

વાલીઓ, સામાજિક સંગઠનોએ શું માંગ કરી?

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ પર દબાણ વધ્યું છે. સામાજિક સંગઠનો અને વાલીઓએ માંગ કરી છે કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય. દોષિત શિક્ષકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, બાળકોને સલામત અને સમાન વાતાવરણ પૂરું પાડવું જોઈએ. પરંતુ સવાલ એ છે કે, શું આ બાળકોને સમાનતાનો અધિકાર મળશે? આ મામલો ફક્ત અલવલપુર ગામનો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ માટે ચેતવણી છે. જો બાળકોને માનવતા અને સમાનતા શીખવવી જોઈએ તેવી શાળામાં જ ભેદભાવ થતા રહેશે, તો સમાજ ક્યાં જશે?

આ પણ વાંચો: “તું ગંદી જાતિનો છે, તમે લોકો ખાસ છો એમ સમજો છો!”

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
22 days ago

આને શિક્ષક નહીં પરંતુ ભારતનો દુશ્મન ગણવો જોઈએ, જાતિવાદ રૂપી આતંકવાદી ગણવો જોઈએ..

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x