યુપીના સોનભદ્રના વિંધમગંજ બજારમાં રામ નવમી શોભાયાત્રામાં એક યુવક સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે હોબાળો મચી ગયો હતો કારણ કે તેના કપડામાં આગ લાગી ગઈ હતી. યુવક મશાલ લઈને આગના ગોળા કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યો હોવાનું કહેવાય છે. તેના કપડામાં અચાનક આગ લાગતા યુવક ગભરાઈ ગયો હતો. એ પછી તેણે આગ ઓલવવા માટે હવાતિયા મારવા લાગ્યો હતો.
એ દરમિયાન આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યાં હતા અને તેમણે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલાક લોકોએ ભેગા મળી તેનો શર્ટ ઉતરાવી દીધો હતો અને તેને કપડું ઢાંકી દેતા તેનો જીવ બચી ગયો હતો. એ દરમિયાન યુવક થોડો દાઝી ગયો હતો પરંતુ હવે તેની હાલત સારી છે.
અકસ્માત કેવી રીતે થયો?
રામ નવમી દરમિયાન વિંધમગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિંધમગંજ બજારમાં શોભાયાત્રા દરમિયાન કેટલાક લોકો હાથમાં મશાલો લઈને સ્ટંટ કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે આ યુવક સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે તેના કપડાંમાં આગ લાગી ગઈ. આગને કારણે, તે પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યો અને તેની સાથે હાજર લોકોએ તરત જ તેનો શર્ટ ઉતારીને તેનો જીવ બચાવ્યો.
માંડ માંડ જીવ બચ્યો
યુપીના સોનભદ્રમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સ્ટંટ કરતી વખતે એક યુવકના કપડામાં આગ લાગી ગઈ. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મામલો વિંઢમગંજ બજારનો હોવાનું કહેવાય છે. #Sonbhadra #RamNavami #ViralVideo pic.twitter.com/AfIUJU9dwx
— khabar Antar (@Khabarantar01) April 7, 2025
આ અકસ્માતમાં યુવકનો જીવ માંડ માંડ બચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ અકસ્માતમાં તે થોડો દાઝી ગયો હતો. આ પ્રકારના રેલીઓમાં યુવકો કોઈપણ પ્રકારના અનુભવ વિના, જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે. જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આવું કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે. તેથી જાહેર રેલીઓમાં આવા સ્ટંટ કરવાથી બચવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.
આ પણ વાંચો: દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં