પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો?

યુવકના હજુ 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે નજીવી બાબતે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો. જેનાથી યુવકને એટલું લાગી આવ્યું કે તેણે ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈ લીધો.
Third Degree torture

third-degree torture by the police: ભારતમાં પોલીસ કોઈપણ રાજ્યની હોય, ખાખી વર્દીની આડમાં દાદાગીરી કરવામાં સૌ સરખા છે. ખાસ કરીને પોલીસ સાથે જ્યારે કોઈ સામાન્ય માણસ દલીલ કરે ત્યારે તેમને જાણે કોઈ રાજા-મહારાજાને સવાલ કરાયો હોય તેમ ઈગો ઘવાય છે. એ પછી તેઓ કાયદાના રક્ષક હોવાનું ભૂલીને તદ્દન નિમ્નસ્તરની લુખ્ખાગીરી પર ઉતરી આવે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું હતું.

યુવક પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા ગયો હતો. એ દરમિયાન ત્યાં ઉભેલી પોલીસની ગાડી સાથે તેનું બાઈક સહેજ અડી ગયું હતું. યુવકે પોલીસવાળાને સોરી કહી માફી માંગી હતી. પણ આ તો પોલીસ હતી, એમ કંઈ સોરી કહી દેવાથી થોડી છોડી દે?

આ પણ વાંચોઃ હોળીમાં ડીજે વગાડવા બદલ દલિત યુવકની છરી મારી હત્યા

આરોપ છે કે એ પછી ત્રણથી ચાર પોલીસકર્મીઓએ યુવકને બળજબરીથી કારમાં બેસાડી દીધો અને રસ્તામાં 2-3 કલાક સુધી તેને નિર્દયતાથી માર માર્યો (third-degree torture)અને પછી તેને પોલીસ સ્ટેશન લઈ જઈને છોડી દીધો. આ ઘટના બાદ યુવક જેમતેમ કરીને ઘરે પહોંચ્યો. જો કે ત્યાં સુધીમાં તે માનસિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. પોલીસે કારણ વિના જ તેને જે રીતે થર્ડ ડિગ્રી ટોર્ચર (third-degree torture) કર્યો હતો તેનાથી તેને એટલું લાગી આવ્યું કે તે સીધો ખેતરે જતો રહ્યો અને ત્યાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

હજુ 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા
ચોંકાવનારી વાત એ છે કે, યુવકના હજુ 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા તેના પરિવારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને 15 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું. વધતી ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ચોકીની બહાર બેરિકેડ લગાવવી પડી. એ પછી પોલીસ તંત્રે 48 કલાકમાં કાર્યવાહીનું આશ્વાસન આપ્યું અને બે પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી.

આ પણ વાંચોઃ સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો

પોલીસની ગાડીને અડી જતા બદલો લીધો
મામલો હરિયાણાના પલવલ જિલ્લાના ખાદર ગામનો છે. પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના પિતા દેવેન્દ્રએ આરોપ લગાવ્યો છે કે તેમનો 23 વર્ષનો પુત્ર નીતિશ 24 માર્ચની સવારે તેની ગાડીમાં CNG ભરવા માટે અલાવલપુર પેટ્રોલ પંપ પર ગયો હતો. પરત ફરતી વખતે રસ્તામાં છાયાંસા પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ કર્મચારી નીરજ કૌશિક સાથે વાહનને અડી જવા અંગે ઝઘડો થયો હતો.

ગાડીમાં બેસાડી 3 કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો
આરોપ છે કે એ પછી પોલીસકર્મીએ 112 પર ફોન કરીને પોલીસ વાહન મંગાવ્યું, જેમાં સિવિલ ડ્રેસમાં ચાર લોકો આવ્યા અને નીતિશને બળજબરીથી વાહનમાં બેસાડીને લઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોનો દાવો છે કે નીતિશને પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે, પોલીસે તેને રસ્તામાં એક ખાનગી જગ્યાએ રોક્યો અને 2-3 કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કરી ત્રાસ આપ્યો અને તેને નિર્દયતાથી માર માર્યો. એ પછી તેને છાયાંસા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાંથી છોડી દેવામાં આવ્યો. જ્યારે નીતીશ ઘરે પાછો ફર્યો ત્યારે તે ખૂબ જ માનસિક તણાવમાં હતો. સાંજે લગભગ 7 વાગ્યે તેણે ગામના ખેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચોઃ બોપલમાં દલિત યુવકને ચોર સમજી ત્રણ લોકોએ ઢોર માર મારતા મોત

Third Degree torture

પરિવારજનોએ 15 કલાક સુધી પોલીસ સ્ટેશને પ્રદર્શન કર્યું
ઘટના બાદ પરિવારના સભ્યોએ બાગપુર પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો અને લગભગ 15 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું. વધતી ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ચોકીની બહાર બેરિકેડ લગાવી દીધા. પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસકર્મીઓ દ્વારા માર મારવાથી નીતિશ માનસિક રીતે ભાંગી પડ્યો હતો એટલે તેણે આ પગલું ભર્યું. રાત્રે લગભગ ૧૧ વાગ્યે ડીએસપી મનોજ વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. પોલીસ અધિક્ષક ચંદ્રમોહને ખાતરી આપી હતી કે ગુનેગારોની 48 કલાકની અંદર ધરપકડ કરવામાં આવશે. ૨૫ માર્ચની સવારે જ્યારે પલવલની સિવિલ હોસ્પિટલમાં નીતિશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ૧૫૦ થી વધુ લોકો ત્યાં હાજર હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ‘તું દલિત થઈને મોંઘી બાઈક ચલાવે છે?’ કહી દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા

Third Degree torture

શરીર પર વાદળી અને લાલ ધબ્બાં પડી ગયા
પોલીસકર્મીઓ દ્વારા યુવકને બળજબરીથી કારમાં બેસાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એવો આરોપ છે કે યુવકે 112 ની ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓના વાહનને ઓવરટેક કર્યું હતું, ત્યારબાદ તેને રોકવામાં આવ્યો હતો. પરિવારજનોનો દાવો છે કે નીતિશને 2-3 કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો હતો. જેના વિરોધમાં 15 કલાક સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો. પરિવારના સભ્યોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મીઓ જે 112 ના વાહનમાં આવ્યા હતા તેમાં કોઈ BT આપવામાં આવ્યું ન હતું. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા, અને તેના પગમાં માર માર્યાના ઊંડા ઘા હતા, જ્યાંથી ચામડી નીકળી ગઈ હતી. શરીર પર ઘણી જગ્યાએ વાદળી અને લાલ ફોલ્લીઓ દેખાઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં પોલીસ પર ફિટકાર વરસી રહી છે.

આ પણ વાંચોઃ દલિત સગીરને ચાર યુવકોએ નગ્ન કરી માર મારી વીડિયો બનાવ્યો

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x